હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: આજની જોક

પોદળામાં પાંચસો ₹ !!

સાભાર – શ્રી. હર્ષદ કામદાર

500

આજની જોક …જૂઠ બોલે….કૌંઆ કાટે !

( એક મિત્રના ઈ-મેલમાંથી સાભાર )

જૂઠ બોલે….કૌંઆ કાટે ! 

મુલ્લાં નસરુદીનના હોનહાર ચિરંજીવી ફકરુને જન્મથી જ જૂઠું બોલવાની ટેવ પડી ગઈ હતી. મુલ્લાંની લાખ કોશિશોય ફકરુની એ ટેવ છોડાવવા માટે નાકામયાબ નિવડી.

છેવટે સાયકોલોજિસ્ટની સલાહ પ્રમાણે મુલ્લાંએ એક યુક્તિ અમલમાં મૂકી.

મુલ્લાંએ ફકરુને કહ્યું : ‘જો બેટા, તું એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના જૂઠું બોલી શકે તો હું તને એક રૂપિયો આપું.’

ફકરુએ તરત જ ઉત્તર આપ્યો :

‘એક રૂપિયો ? હમણાં તો તમે બે રૂપિયા કહેતા હતા અબ્બાજાન !’

આજની જોક …ગળા કાપ હરીફાઈ !

ગળા કાપ હરીફાઈ !

ગુગલ : ‘મારી પાસે પૃથ્વી અને બીજા ગ્રહોની બધી જ માહિતી છે.’

વિકીપીડીયા : ‘મારી પાસે પણ બધું જ જ્ઞાન છે.’

ફેસબુક : ‘હું વિશ્વમાં બધાને ઓળખું છું.બધાની અંગત માહિતી મારી પાસે છે. 

ટ્વીટર : ” ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જેવા નેતાઓમાં હું બહુ પ્રિય છું “

ઈન્ટરનેટ : ‘એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.’

ત્યાં તો દૂરથી વાતચીત સાંભળી રહેલી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી :

‘ જરા અવાઝ નીચે….’

આજની જોક … અંધ ભિખારી !

અંધ ભિખારી !

પત્ની : અરે ,સાંભળો છો ? સામે ફૂટપાથ બેઠેલો ભિખારી અંધ નથી પણ ઢોંગ કરતો હોય એમ લાગે છે.

પતિ:તને શેના પરથી આવું લાગે છે?

પત્ની : ગઈકાલે હું અહીંથી પસાર થઈ ત્યારે તેણે મને કહ્યું હતું: “સુંદરી, ભગવાનના નામ પર કંઈક આપતા જાઓ “

પતિ :એણે તને સુંદરી કહ્યું ને,તો એ ભિખારી ખરેખર અંધ છે !

આજની જોક !

કંજૂસ !

એક કંજૂસની પત્ની બીમાર હતી. લાઈટ જતી રહેલી એટલે એણે મીણબત્તી સળગાવી હતી. માંદગી વધી જતાં પતી ડોક્ટરને બોલાવવા નીકળ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો :
‘હું ડૉકટરને લેવા જાઉં છું.જો તને એવું લાગે કે તું નહિ બચે તો મહેરબાની કરીને મરતાં પહેલાં મીણબત્તી ઠારતી જજે.”
+++++++++++++++++

શેરને માથે સવા શેર !

રાકેશ : ‘પપ્પા,તમારી કારની ચાવી આપોને, મારે બહાર જવું છે.’
પપ્પા:‘ભગવાને બે પગ આપ્યા છે, એનો ઉપયોગ ક્યારે કરીશ ?”
રાકેશ : ‘એક પગનો ઉપયોગ એકસીલેટર દબાવવા માટે અને બીજા પગનો ઉપયોગ બ્રેક દબાવવા માટે !’