હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: અવનવું

એક ગુજરાતીની પ્રેરણાદાયી સિદ્ધિગાથા

સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રિવેદી (હાદધણી)

***

સંપાદકીય બચાવનામું :

હાસ્ય દરબાર માત્ર તનાવમુક્તિનું માધ્યમ જ નથી, એ કોઈકવાર મોટિવેશનલ સામગ્રી પણ પીરસે છે. ગુજરાતી તરીકેની આપણી ગજ ગજ (મીટર મીટર) છાતી ફુલાવતી આ ગાથા અહીં એ આભારદર્શન અર્થે એટલા માટે મૂકવામાં આવી છે કે માનનીય મધુભાઈ ઠાકર દ્વારા સંચાલિત ‘મમતા’ સામયિકને આર્થિક આધાર પૂરો પાડવા આ કંપની દ્વિતીય કવરપેજ ઉપર તેની કાયમી જાહેરાત આપે છે. હાસ્ય દરબારના વાચકો કારકિર્દી બનાવતાં પોતાનાં સંતાનોને કાન પકડીને આ વિડિયો સંભળાવે તેવી જોહુકમીભરી આજ્ઞા આ આજ્ઞાકારી સંપાદક ફરમાવે છે.

-વલીભાઈ મુસા

Wow!

Courtesy : H. V. Musa (Canada)

કલાને સીમાડા હોય ખરા?

સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રિવેદી (હાદધણી)

-વલીભાઈ મુસા (રજૂકર્તા))

ચોકસાઈ (Accuracy) – ૧

Courtesy : (Reels and Videos – FB)

અમેરિકન બાસ્કેટ બોલ અને રજવાડી ઓઢણી

આપણી સંસ્કૃતિનો વ્યાપ અને કદર ભારતની બહાર પણ થવા માંડ્યાં છે –

ફુલણજી પડીકું!

દેડકો ફુલણજી હોય કે, કોઈ અભિમાની જણ ફુલણજી હોય. પણ … કાલે ફુલણજી પડીકું જોવા મળ્યું !

વાત જાણે એમ છે કે, અમે ગઈકાલે ડેનવર – કોલોરાડોની નજીક ૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી એક જગ્યાએ ગયા હતા. ત્યાં નાસ્તો કરવા થેલીમાંથી આ પડીકુ કાઢ્યું , તો એ ફૂલીને ફાળકા જેવું થઈ ગયું હતું!

કારણ ?

આટલી ઊંચાઈને એમાં સાચવણી માટે ભરેલો નાઈટ્રોજન વાયુ, બહારની હવાના નીચા દબાણને કારણે ફૂલ્યો હતો!

આપણા મગજની અંદર પણ ‘હવા ભરાય’ અને આપણે ફુલણજી બની જઈએ – એમ જ તો !

વિશ્વ કાર્ટૂનિસ્ટ દિવસ

હાદજન જતિન ભાઈએ નીચેનું કાર્ટૂન મોકલ્યું , ત્યારે ખબર પડી કે, આજનો સપ્પરમો દિવસ શેના માટે છે ? !

એ વિશે વધારે વિગત અહીં …..

હાદજનોને કદાચ ખબર નહીં હોય કે, હાસ્ય દરબારની શરૂઆત એક કાર્ટૂનથી થઈ હતી !

એ આપણી પહેલી પોસ્ટ આ રહી.

* * *

આ કાર્ટુનનો જન્મ!

“ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ફરી પોસ્ટ કર્યું જે હાસ્ય દરબારની શરૂઆત થઇ ત્યારે મારું પ્રથમ કાર્ટુન પબ્લીશ થયેલ. હાસ્ય દરબાર ટીમનો ખૂબ ખૂબ આભાર.

વર્ષો પહેલાંની વાત છે, અમારો ગુજરાતી સમાજ નવરાત્રીમાં ગરબાનું આયોજન કરે છે, અને દર વર્ષે ભારતથી ગાવાવાળાનું ગ્રુપ સ્પોન્સર કરે છે, સ્કુલનો ઝીમનેશીયમ હોલ ભાડે રાખી એમાં ગરબાનું આયોજન થતું હોય છે, હોલ ખીચો ખીચ ભરાઇ જતો હોય છે, બંને બાજું સ્ટેડીયમ સીટીંગ્ઝ પણ મારા જેવા ગરબા જોવાવાળા અને માણવાવાળાથી ભરાઇ જતી હોય છે, ફુલ બ્લાસ્ટમાં એસી ચાલું હોય, છતાં પણ ગરમી લાગતી હોય છે. ગરબાની રમઝટ પણ ફુલ બ્લાસ્ટમાં ચાલતી હોય છે, અને “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ગરબો લેવાય છે.., મારું કાર્ટુનિસ્ટનું મગજ તો ક્યાંક જુદી દિશામાં માં જ ચાલતું હોય છે, વળી બીજા દિવસની ડેડ લાઇન હોય, લોકો મોંડી રાત્રે ગરબામાંથી ઘરે આવ્યા હોય, છતાં વહેલી સવારે ચાની ચુસકી લેતાં લેતાં ગઈ કાલના ગરબા પર મહેન્દ્ર શાહે કયું કાર્ટુન બનાવ્યું હશે, એ લેપટોપ ખોલી જોવાની ઇંતેજારી રોકી શકતા ના હોય! મારી આ જવાબદારી નાનીસૂની નથી! મોંડી રાત્રે ઘરે આવ્યા પછી પણ પત્નીના કકળાટને ઉપરવટ જઇ ડ્રોંઇંગબોર્ડ પર તો જવાનું જ, આખા ગામની બહેનોને ખુશ રાખવાની ને?

હા, તો “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ગાવાની શરુઆત થઇ, સ્ટેજ ત્રણ ચાર બહેનો, ત્રણ ચાર ભાઇઓ અને વાજીંત્રો વગાડવાવાળાના કાફલાથી, વાજીંત્રોથી, અને પાછળ પેડસ્ટલ પંખાઓથી ખીચોખીચ. મને એમ થયું કે હોલ ચીક્કાર હોવાને કારણે એસી ફુલ બ્લાસ્ટમાં છે છતાં ગરમી લાગે છે, એટલે ગવૈયાઓની સુવિધા ખાતર સ્ટેજ પર પેડસ્ટલ પંખાની સગવડ કરી છે, અને પંખા ફુલ બ્લાસ્ટમાં ચાલું હોવાથી પવનનો સુસવાટો ગાવાવાળી બહેનો પર પડે છે, અને એના લીધે બહેનોની ઓઢણી ઉડવા માંડે છે ને વારે  વારે ઓઢવાનો પ્રયત્ન કરે છે, આ વ્યથા માઈક પર ગરબા ગાતાં ગાતાં પ્રદર્શિત કરે છે!

એ જ સમયે સમાજના કાર્યક્રરોને મેં આમ તેમ દોડાદોડી કરતા જોયા, મને શંકા ગઈ કે જરુર આ કાર્યક્રરો આ ગાવાવાળી બહેનોની વ્યથા ઉકેલવા દોડાદોડી કરતા લાગે છે, વર્ષોના અનુભવે એમને શીખવેલ, કે આ ગાવાવાળાઓનો મુડ કેવો હોય છે?  જો જરાક પણ ફટકશે તો હોટલ પર એમના ઉતારે માઈક મૂકી ભાગી જશે! એમની આગતા સ્વાગતામાં જરા પણ કસર આવી તો ખેલ ખતમ!  એટલે જ મેં મારું કાર્ટુનિસ્ટ મગજ કામે લગાવી ધારી લીધું કે જરૂર આ વ્યવસ્થાપકો એમના સહ કાર્યક્રરોને કહેતા લાગે છે કે ક્યાંકથી બે ચાર સેફ્ટી પીન્સ લઇ આવો ને, તો આ બહેનોને આપી આવું, અને એમની ઉડતી ઓઢણી અને બ્લાઉઝમાં ખોસે તો ઉડતી ઓઢણી કાબૂમાં આવે ને “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ બરાડા પાડી પાડી માઈક પર ના ગાય! હવે આટલી ગીડદીમાં, અને એ પણ મારી જગ્યા જતી રહેવાના ડરે સ્ટેડીયમ સીટીંગ પરથી દસ પગથિયાં ઉતરી સાહસ કરી  હું એમને ક્યાં કહેવા જાઉં કે મારી પત્ની પાસે સેફ્ટી પીન્સ છે, એ હંમેશ એની પર્સમાં રાખતી હોય છે, જ્યારે પણ લેડીઝ રૂમમાં જાય, ત્યારે એની બહેનપણીઓ પૂછતી હોય છે, “ અલી, તારી પાસે સેફ્ટી પીન છે?”

 આમ “ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય..,” કાર્ટુનનો થયો જન્મ!


મહેન્દ્ર શાહ

મેં ઇધર જાઉં યા ઉધર જાઉં

સ્વ. ભરત પંડ્યા

હાસ્ય દરબારના બહુ જૂના અને લાંબા વખત સુધી સાથી રહેલા ભભૈ હવે નથી. પણ આકસ્મિક એમનું એક લખાણ પોસ્ટ કર્યા વગરનું મળી આવ્યું. એમને યાદ કરીને એ અહીં રજુ કરું છું –

પ્રત્યેક વ્યક્તિના રોજીદા જીવનમા એવા પ્રસંગો બનતા હોય છે જ્યારે તેને શું કરવુ તેવી મુંઝવણ થતી હોય છે. સામે આવેલા પર્યાયમાંથી કયો પસન્દ કરવો તે સમજાતું નથી.
હું એકવાર વાંદરા ( મુંબઇ) થી પાર્લા મારી ઓફિસે રિક્ષામાં જઇ રહ્યો હતો . ઓફિસે પહોંચી મે કેટલું ભાડું થયું છે તેમ રિક્શાવાળાને પુછ્યું. મારે સત્યાવીસ રુપિયા આપવાના હતા. મારી પાસે છુટ્ટા ન હોવાથી મેં તેને દસ ની ત્રણ નોટ આપી. તેણે મને ત્રણ રુપિયા પાછા આપવાના હતા.
એણે મને કહ્યું ‘ સાહેબ મારી પાસે સિક્કા નથી’
મેં કહ્યું ‘જે હોય તે આપી દે”
એણે મને કહ્યું ‘મારી પાસે પાંચ રુપિયાનો સિક્કો છે , હવે જો હું તમને એ આપું તો વળી તમારે મને બે રુપિયા આપવાના રહે . હવે જો તમે ત્રણ રુપિયા જતા કરો તો હું તમારો કરજદાર થાઉ અને જો હું જતા કરું તો તમે મારા કરજ્દાર થાવ.સાહેબ બોલો તમારે શું કરવું છે ? ‘

મેં શું કર્યું તે નથી કહેતો. તમે હો તો તો શું કરો?

ભરતભાઈને તો પૂછવા જવાય એમ નથી.
પણ હાદજનો આ સવાલનો જવાબ આપશે તો વિવિધ અને રસિક વિકલ્પો જાણવા મળશે.

કોરોના સંદેશ

The River Dance Chimps.

The River Dance Chimps.