હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

*એક બેન રાત્રે કિચન માં પાણી પીવા ગયા…ને કિચન માં એક ચુડેલ જોઈ ગભરાઈ ગયા…*

*અને બેન ને જોરદાર તાવ આવી ગયો….*

*સવારે પતિ ડોક્ટર ને લઇ આવ્યો…*

*ડોક્ટરે ચેક કરી ને ગોળી આપી ને ….જતા જતા પતિ ને કહેતો ગયો….*

*” કિચન માંથી મિરર કઢાવી નાખજો “*

🤣🤣🗣😜😜😜🙋🏻‍♀🌹🙋🏿‍♀

Advertisements

Twinkle Twinkle Little Star…. Carnatic and Punjabi Remix – Funny Video

 Twinkle Twinkle Little Star Nursery Rhyme – Carnatic and Punjabi Remix – Funny Video

સલાહ એરંડિયા જેવી છે …. સ્વ.વિનોદ ભટ્ટ

સલાહ એરંડિયા જેવી છે …. વિનોદ ભટ્ટ

એક માણસે એક મજૂરને બોલાવીને કહ્યું : ‘જો, આ પેટીમાં કાચની બાટલીઓ ભરેલી છે, એ મારા ઘેર પહોંચતી કરવાની છે. બોલ, શું મજૂરી લઈશ?’

મજૂરે જણાવ્યું : ‘તમે સમજીને જે કંઈ આપવું હોય તે આપજો.’

શેઠે કહ્યું : ‘અહીંથી ઘર સુધી પહોંચતાં રસ્તામાં હું તને અમૂલ્ય સલાહનાં ત્રણ સોનેરી વાક્યો કહીશ. મજૂરીના પૈસા તો બે કલાકમાં ખલાસ થઈ જશે, પણ આ સોનેરી સલાહ તો તારે જીવનભર કામમાં આવશે.’

આ સાંભળી ‘ભલે’ કહી મજૂરે પેટી માથે મૂકી ચાલવા માંડ્યું.

થોડી વાર ચાલ્યા પછી મજૂરે એ માણસને એમની વચ્ચે થયેલી શરતની યાદ દેવડાવી અને સોનેરી સલાહના પહેલા વાક્યની માગણી કરી. એ માણસે કહ્યું : ‘જો સાંભળ, ભરેલા પેટ કરતાં ખાલી પેટ વધારે સારું એમ કોઈ કહે તો વિશ્વાસ રાખીશ નહિ.’

🚶‍♂🚶‍♀થોડો રસ્તો કાપ્યા પછી મજૂરને એ માણસે કહ્યું : ‘હવે બીજી સલાહ સાંભળ. ઘોડા પર બેસવા કરતાં પગે ચાલવું સારું એમ કોઈ કહે તો એ વાતમાં વિશ્વાસ કરીશ નહિ.’

🚶‍♂🚶‍♀🚶‍♂પછી છેક ઘર સુધી પહોંચ્યા બાદ મજૂરે ત્રીજી સલાહ માગી ત્યારે એ માણસે 🙃હસીને જણાવ્યું : ‘મારી ત્રીજી સલાહ એ છે કે તારા કરતાં વધુ મૂર્ખ અને ડફોળ મજૂર આ ગામમાં રહે છે એમ કોઈ કહે તો એ માણસ પર વિશ્વાસ કરીશ નહિ.’🤷‍♂🤷‍♀

પેલા મજૂરે માથા પરની પેટી ઉંબરા પર જોરથી પછાડી ગંભીર અવાજે જણાવ્યું : ‘અને શેઠ, મારા તરફથી હવે આ એક સલાહ તમે પણ સાંભળી લો. આ પેટીમાંની એક પણ બાટલી સાજી રહી છે એમ તમને કોઈ કહે તો એ માણસ પર વિશ્વાસ કરશો નહિ.’😇😇🙂

મારા મતે ઉપરના કિસ્સામાં મજૂર કરતાં તેનો શેઠ વધુ બેવકૂફ કહેવાય. માત્ર આઠબાર આનાની મજૂરી બચાવવાના લોભમાં તેણે બાટલીઓને બદલે કાચનો ભંગાર મેળવ્યો.

(આપણે આ સ્પર્ધાત્મક યુગમાં શું કરી રહ્યા છીએ ? ??)

જોશ બિલિંગ્ઝનું વિધાન છે કે સલાહ એરંડિયા જેવી છે, જે બીજાને આપવી બહુ સહેલી છે પણ પોતાને લેવી ત્રાસદાયક રીતે કઠિન છે

વિનોદ ભટ્ટ 
(‘ઇદમ્ વિનોદમ્’ પુસ્તકમાંથી સાભાર)

એક હાથે વાયોલીન વગાડતી Manami Ito-san

એક હાથે વાયોલીન વગાડતી કલાકાર Manami Ito-san

Respect to Manami Ito-san

As a one-armed nurse and a paralympian swimmer, her indomitable spirit captured many audiences.

We can’t help but to share this inspiring video with everyone. Everyone faces difficulties and obstacles everyday. Some gave up, and some stick to what they believe and strive on to make life better. What about yourself?

Respect to Manami Ito-san

”મૈયા મોરી, મેં નહિ માખન ખાયો.”

”મૈયા મોરી મેં નહિ માખન ખાયો.”

એક ભાંખડીયાં ભરતો બાળક બન્યો છે કનૈયો અને હાંડીમાંથી માખણ ખાવા એ શું કરે છે એ જોઈ તમને ખુબ આનંદ આવશે.

યાદ આવી જશે અનુપ જલોટાનું પેલું પ્રિય ભજન ”મૈયા મોરી મેં નહિ માખન ખાયો.”

Little krishna eating curd

કૃષ્ણ અને રાધા નો એક સુંદર વિડીયો

Krishna Bina nahi radha !! 2018 ka sabse sunder bhajan

સૌ દરબારી મિત્રોને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ