હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોકસ – ૭૮

માંડ પંદરેક વર્ષનો એક છોકરો મોંઘી કાર લઈને ઘરે આવ્યો અને માબાપ ચોંકી ઊઠ્યાં. તેમણે પૂછ્યું, ‘તું આ કાર ક્યાંથી લાવ્યો?’

છોકરાએ શાંતિપૂર્વક જવાબ આપ્યો, ‘મેં ખરીદી લીધી છે.’

‘અમને ખબર પડે છે કે આ કારની શી કિંમત હોય! બોલ તો, કેટલામાં ખરીદી?’

‘પંદર ડોલરમાં જ તો વળી!’

‘મૂર્ખ બનાવીશ નહિ. કોઈ આવી મોંઘી કાર પંદર ડોલરમાં વેચતું હશે?’

‘ન માનતાં હો તો આપણા જ મહેલ્લાના છેડે રહેતી એ બાઈ માણસને પૂછી આવો.’

માબાપે તાબડતોબ પેલી બાઈના ઘરે જઈને પૂછપરછ કરી, તો પેલી બાઈએ ઠાવકાઈથી જવાબ આપ્યો, ‘સાચી વાત છે. મેં તેને કાર પંદર જ ડોલરમાં વેચી છે. તે બાઈક ઉપર ફરતો હતો ને!’

પિતાએ કહ્યું, ‘આપણે કોઈ પરિચય પણ નથી અને આમ ઉદાર થવાનું કારણ?’

‘એ કારણ આમ તો અંગત છે, છતાંય મને કહેવામાં વાંધો નથી. સાંભળો, આજે સવારે મારા પતિનો ફોન આવ્યો હતો. હું તો માનતી હતી કે તે ક્યાંક બિઝનેસ ટુર ઉપર ગયો છે, પરંતુ મેં મારી એક મિત્ર પાસેથી જાણ્યું કે તે તેની સેક્રેટરી સાથે મોજ માણવા હવાઈ ટાપુએ ગયો છે. તેણે ફોનમાં આ વાતનું સમર્થન આપ્યું અને વધારામાં કહ્યું કે પેલી લુચ્ચી તેને લૂંટીને ભાગી ગઈ છે. તેને ફોસલાવીને તેનાં બેંક ખાતાંઓના પૈસા પણ તેણે તેના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. સાવ મુફલિસ હાલતમાં મુકાઈ ગયેલા તેની પાસે હોટલનુ બિલ ચૂકવવાના પણ પૈસા નથી. આમ તેણે કહ્યું કે, ‘મારી કાર વેચી દઈને મને તાત્કાલિક પૈસા મોકલી આપ.’

‘આમ મેં તેની સૂચના પ્રમાણે કાર વેચી દીધી છે! કાર ભલે તેની હોય, પણ વેચી દેવાની સત્તા તો તેણે મને જ આપી દીધી છે ને!’

(યથોચિત ફેરફાર સાથે ભાવાનુવાદિત)

Courtesy : Ba-bamail

* * *

શું લાગે છે? :

એ બાઈ માણસે આક્રોશમાં આવીને તેના માટીડાને પડતા ઉપર પાટું તો નહિ માર્યું હોય! મિત્રો, આ પશ્ચિમી નારી છે; એક કંઈ રોદણાં રડ્યા ન કરે, હોં!

-વલીભાઈ મુસા ( હાસ્ય દરબારી રત્નાંક – ૯)5 responses to “સંવર્ધિત જોકસ – ૭૮

 1. સુરેશ ઓક્ટોબર 12, 2021 પર 7:23 એ એમ (am)

  જોક તો ઠીક મારા ભાઈ અને બુન… નોલેજ વધ્યું !

  Like

 2. pragnaju સપ્ટેમ્બર 29, 2021 પર 3:50 એ એમ (am)

  -આ પશ્ચિમી નારી છે; એક કંઈ રોદણાં રડ્યા ન કરે, હોં!

  -વલીભાઈ મુસા ( હાસ્ય દરબારી રત્નાંક – ૯)
  ઓસ્કર વાઇલ્ડ નોંધ ‘ખુદા કે લિએ’ અને ‘બોલ’ જેવી બે ક્રાંતિકારી ફિલ્મોનું સર્જન કરનારા શોએબ મન્સૂરને સમાજ માફ કરશે ખરો?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: