હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અંકગણિત (Arithmetic) કોયડો – ૬ (ઉકેલ)

મૂળ કોયડો :

એક છોકરાને તેના પિતાએ મેળામાં જતાં પોણીસો રૂપિયા આપ્યા. મેળેથી પાછા ફર્યા બાદ તેની પાસે પોણાસો રૂપિયા વધ્યા. તો તેણે મેળામાં કેટલા રૂપિયા ખર્ચ્યા હશે?

(યાદદાસ્તના સથવારે)

ઉત્તર – રૂ|. ૨૪.૭૫

ખુલાસો :

પોણીસો એટલે ૯૯.૭૫ અને પોણાસો એટલે ૭૫.૦૦

-વલીભાઈ મુસા

* * *

સહયોગીઓ : (૧) જયંતિભાઈ શાહ (૨) પ્રજ્ઞાબેન વ્યાસ (૩) પ્રથમેશ શાહ (૪) કમલ જોશી (૫) પ્રવીણચંદ્ર શાહ (૬) જય સંપત

4 responses to “અંકગણિત (Arithmetic) કોયડો – ૬ (ઉકેલ)

  1. Valibhai Musa સપ્ટેમ્બર 14, 2021 પર 6:56 એ એમ (am)

    જૂની અપૂર્ણાંક પદ્ધતિમાં દશાંશ ૦.૨૫ માટે પા, ૦.૫૦ માટે અડધો અને ૦.૭૫ માટે પોણો શબ્દો હતા, જેના માટે ૦!, ૦!! અને ૦!!! (! એટલે કાનો) સાંકેતિક ચિહ્નો વપરાતાં હતાં. આપની પ્રારંભિક સમજૂતિ બતાવે છે કે પોણીસો=૯૯ અને ૯૯=૯૯, આમ બે રીતે ૯૯ જ થાય તો ૯૯ ને જ ૯૯ તરીકે કાયમ રાખીએ અને ૯૯ માટે પોણીસો શબ્દ જ શા માટે પ્રયોજીએ? આપે પોણુ=૦ એવો અર્થ જે લીધો છે, તે સુસંગત નથી. અહીં ભાષાકીય મુદ્દો છે.

    Like

    • Valibhai Musa સપ્ટેમ્બર 14, 2021 પર 7:05 એ એમ (am)

      બીજી વૈયાકરણીય રમૂજી વાત. બહુવચન માટે નિયમ છે : બે અથવા બે કરતાં વધારેને બહુવચન કહેવાય. હવે જુઓ; એક રૂપિયો, સવા રૂપિયો, પોણાબે રૂપિયા અને બે રૂપિયા. અહીં પોણાબેથી બહુવચન શરૂ થઈ ગયું!!! હાહાહા… હાહાહા.. હા

      Like

  2. pragnaju સપ્ટેમ્બર 14, 2021 પર 3:09 એ એમ (am)

    પોણી સો એટલે ૯૯ આખા+પોણું ૦ નુએટલે ૦ જ આવે
    એટલે
    ;પોણી સો એટલે ૯૯ ૦ જઆવે
    ૯૯-૭૫=૨૪
    —-expert opinion required

    Like

Leave a comment