હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૭૨

છએક કલાક જેટલું સતત ડ્રાઈવીંગ કર્યા પછી એક કેબ ડ્રાઈવરે થોડીક ઊંઘ લેવાના હેતુસર કેબને રસ્તાની બાજુએ પાર્ક કરીને ઊંઘવા માંડ્યું. હજુ આંખ મળી પણ ન હતી અને વહેલી સવારે જોગીંગ કરતા એક જોગરે કેબિનના ગ્લાસ ઉપર ટકોરા મારતાં ડ્રાઈવરને પૂછ્યું, ‘પ્લીઝ, મને કહેશો કે કેટલા વાગ્યા છે?’

‘૪-૩૦.’ ડ્રાઈવરે જવાબ આપ્યો.

થોડીવાર થઈ અને બીજા જોગરે પણ ટાઈમ પૂછ્યો.

ડ્રાઈવર (કંટાળીને) : ૪-૪૦

વારંવારની ખલેલથી બચવા તેણે એક કાગળમાં લખ્યું, ‘મને ટાઈમની ખબર નથી.’ અને તે કાગળને તેણે વિન્ડ શિલ્ડ ઉપર ચિપકાવી દીધો.

થોડી વાર થઈ અને એક ત્રીજા જોગરે ડ્રાઈવરને ગ્લાસ ઉપર ટકોરા મારીને કહ્યું, ‘૫-૨૫ થઈ ગઈ છે, ઊઠો!’

(ભાવાનુવાદ)

Courtesy : Ba-bamail

* * *

વૈસી હી એક જોક :

પતિપત્ની વચ્ચે આખો દિવસ અબોલા રહ્યા. પતિએ રાત્રે સૂવા પહેલાં કિચનના પ્લેટફોર્મ ઉપર ચિઠ્ઠી મૂકી, જેમાં લખ્યું હતું, ‘મારે બહારગામ જવાનું હોઈ વહેલી સવારે મને પાંચ વાગે જગાડજે.’

પત્નીએ વહેલી જાગી જતાં કિચનમાંની ચિઠ્ઠી વાંચીને જવાબી ચિઠ્ઠી લખી, ‘પાંચ વાગી ગયા છે, ઊઠો.’ અને પતિ મહાશયના તકિયા નીચે ચિઠ્ઠી મૂકી દીધી.’

છએક વાગ્યે પતિએ જાગી જતાં રાડ પાડીને પત્ની ઉપર ગુસ્સાનો ઊભરો ઠાલવી દીધો અને અબોલા તૂટી ગયા!

-વલીભાઈ મુસા

One response to “સંવર્ધિત જોક્સ – ૭૨

 1. pragnaju સપ્ટેમ્બર 6, 2021 પર 2:04 એ એમ (am)

  અબોલા તૂટી ગયા!
  -વલીભાઈ મુસા.
  તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
  બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

  આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
  એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

  તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
  – નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન

  અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
  શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?પ્રહલાદ પારેખ
  – સઘળું નિજનું તુજને લૂંટી ?
  કહેવાનું મન થાય છેઃ
  ખાળ્યા ના ખળે કદી અંતરના વ્હેણ,
  યાદ રાખજે એક મારા અંતરનું કહેણ.
  આંસું મારાં તોડશે તુજ મનની ગાંઠ,
  ને હોઠ તારા કરશે તુજ મનની વાત.
  પ્રિયજનનાં અબોલાની ગાંઠ તો પ્રેમનાં એક જ ટહુકાથી ખુલી જાય એવી સરકણી હોય છે… એને ખોલવી હોય તો બહુ મહેનત પણ ક્યાં કરવી પડે છે?! પરંતુ હા, એ પણ એટલું જ સાચું છે કે… જો અબોલા વધુ સમય રહે છે તો એ ગાંઠ કો’કવાર સમયની સાથે વધુ ને વધુ એવી તો મજબૂત થતી જાય છે કે પછી એનાં પર પ્રેમનાં કોઇ પણ ટહુકા કે શબ્દોની પણ ભાગ્યે જ અસર થતી હોય છે!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: