હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૭૧

એક નિવૃત્ત માણસે એક હાઈસ્કૂલ નજીક પોતાનું ઘર ખરીદ્યું. નિશાળમાં વેકેશન હતું એટલે શરૂઆતમાં તેના દિવસો શાંતિમાં પસાર થયા. પરંતુ નિશાળ ખૂલતાં બપોર પછી કેટલાક છોકરાઓ વિવિધ વાજિંત્રો સાથે નીકળી પડ્યા અને જોરશોરથી તેમને વગાડવા માંડ્યા. આવું હંમેશાં થતું હોઈ વૃદ્ધજને અવાજના પ્રદુષણની આ હરકતથી મુક્ત થવા માટેનો એક નુસખો વિચારી કાઢ્યો. તેણે પેલા છોકરાઓને તેમની પ્રવૃત્તિ બદલ બિરદાવીને દરરોજ આ જ રીતે વાજિંત્રો વગાડે રાખવાની વિનંતી કરી અને દરરોજ ૧ રૂપિયો આપવાની ઓફર કરી. પેલા છોકરાઓ ખુશ થયા અને ખાત્રી આપી કે તેઓ હંમેશાં તેમનું મનોરંજન કરતા રહેશે.

આવું કેટલાક દિવસો સુધી ચાલ્યું અને એક દિવસે વૃદ્ધે ઉદાસ ચહેરે પેલા છોકરાઓને જણાવ્યું કે મોંઘવારી ખૂબ જ વધતી જતી હોઈ હવે તે તેમને રોજના પચાસ પૈસા જ આપી શકશે. પેલા છોકરાઓને પચાસ ટકાનો કાપ ગમ્યો તો નહિ, છતાંય તેમણે વૃદ્ધની ઓફર સ્વીકારી લીધી અને બેન્ડ વગાડવાનું ચાલુ રાખ્યું.

થોડા દિવસો પછી વળી વૃદ્ધે તેમની પાસે જઈને રોદણાં રડતાં કહ્યું, ‘મારું પેન્શન પણ આવ્યું નથી અને મને રોજના પચાસ પૈસા પણ નહિ પોષાય! હું તમને પચીસ પૈસા જ આપી શકીશ; પણ પ્લીઝ, તમારું વગાડવાનું ચાલુ રાખો.’ બેન્ડ માસ્ટરે કહ્યું, ‘જુઓ વડીલ, અમે ફક્ત પચીસ પૈસા ખાતર અમારું વગાડવાનું ચાલુ રાખીને અમે અમારો સમય બરબાદ કરી શકીએ નહિ. તમે કંજુસ છો. હવેથી અમે તમારા મહેલ્લામાં અમારું બેન્ડ ન વગાડતાં બીજા મહેલ્લામાં વગાડીશું. જાઓ, તમે છુટ્ટા!’

વૃદ્ધે રાહતનો દમ લીધો અને પછીના દિવસોમાં એ ચેનથી તેના નવા ઘરમાં આરામથી રહેવા માંડ્યો.

(ભાવાનુવાદ)

Courtesy : Ba-bamail

* * *

ઘરડા ગાડાં વાળે, તે આનું નામ :

એમ કંઈ સીધી આંગળીએ ઘી ન નીકળે, આંગળીને ટેઢી કરવી પડે!

ગામડાના એક કેશકર્તકને એવી કુટેવ કે દરેક ગ્રાહકના માથે ટકલું કરી દીધા પછી થાપટ મારે. એક બુદ્ધિશાળીને આ ગમતું ન હતું. એક દિવસે તેણે પેલાને ચાર્જ ઉપરાંત એક રૂપિયો બક્ષિસ આપતાં કહ્યું, ‘ખરેખર, તારી થાપટ મારા માટે શુકનવંતી સાબિત થાય છે. હું જ્યારે જ્યારે માથે ટકલું કરાવીને તારી થાપટ ખાઉં છું, ત્યારે મને કંઈક ને કંઈક આર્થિક લાભ થાય છે.’

પેલાએ કહ્યું, ‘ખરેખર?’

‘હા જ તો, વળી!’ બુદ્ધિશાળીએ હા ભણી.

કેશકર્તક ભોળવાઈ ગયો અને એક દિવસે તેણે ગામના જાગીરદારના માથે થાપટ મારવાની ચેષ્ટા કરી, એ આશયે કે તેને મોટી બક્ષિસ મળશે! પરંતુ અફસોસ કે તેના ગાલ ઉપર એવો ચણચણતો તમાચો પડ્યો કે ક્ષણભર તેને તમ્મર આવી ગયાં!

-વલીભાઈ મુસા           

One response to “સંવર્ધિત જોક્સ – ૭૧

 1. Niravrave Blog સપ્ટેમ્બર 2, 2021 પર 6:40 એ એમ (am)

  બળથી ન થાય તે કળથી થાય!
  બીજી તરફ વિચારીએ-એક રાજાને કાંટો વાગ્યો તો ધરતીને ચામડાથી મઢવાની ઈચ્છા વ્યક્ત કરી.
  એક ગણેલા વૃધ્ધે તેમના પગ જ ચામડાથી મઢવાની સલાહ આપી…

  પ્રાસ માટે ઘરડા શબ્દ ઠીક છે તેની જગ્યાએ વૃધ્ધ શબ્દ વધુ સારો લાગે છે

  જાગીરદારની વાતે યાદ આવે કે જેના હાથમા અસ્ત્રો હોય અને તમારુ ગળુ તેને આ રીતે વતાડવામા ભારે પડે !!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: