હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૬૭

પેડ્રો નામે એક મિક્સિકન વિદ્યાર્થી અમેરિકાની એક સ્કૂલમાં નવોનવો દાખલ થયો. ટીચરે અમેરિકન ઇતિહાસ તાજો કરવા માટે વર્ગને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.

ટીચર : કોણે કહ્યું હતું કે ‘મને આઝાદી આપો અથવા મોત આપો.’

વર્ગમાં બધા વિદ્યાર્થી ખામોશ જ રહ્યા, સિવાય કે એક્માત્ર પેડ્રો.

પેડ્રો : પેટ્રીક હેન્રી – ૧૭૭૫

ટીચર : શાબાશ. હવે જવાબ આપો કે ‘લોકો માટે, લોકોની અને લોકો વડે ચાલતી શાસન પ્રણાલિ પૃથ્વી ઉપરથી કદીય નાશ પામશે નહિ’ એવું કોણે કહ્યું હતું?

ફરી એક માત્ર પેડ્રોએ જ જવાબ આપ્યો.

પેડ્રો : અબ્રાહમ લિંકન – ૧૮૬૩

ટીચર (વર્ગને ઉદ્દેશીને) : શરમ કરો. આ પેડ્રો અમેરિકામાં નવો નવો આવ્યો છે અને તમારા બધાય કરતાં અમેરિકા વિષે વધુ જાણે છે.

વર્ગમાંથી એક મોટો અવાજ :  મેક્સિકનોને મચડી નાખો.

ટીચર (આક્રોશમાં) : આવું ઉદ્ધત કોણ બોલ્યું?

પેડ્રો : જીમ બોવિ -૧૮૩૬

વર્ગના એક ખૂણેથી નફરતભરો અવાજ : હું ઉલ્ટી (વમન) કરું છું.

ટીચર તાકતી જ રહી અને પૂછ્યું : એ કોણ બોલ્યું?

ફરી વાર પેડ્રો : જ્યોર્જ બુશ જાપાનના વડા પ્રધાનને – ૧૯૯૧.

ગુસ્સામાં એક વિદ્યાર્થી : ઓહ યે, **  ધીસ!

પેડ્રો ખુરશીમાંથી એકદમ ઊભો થતાં ટીચર સામે મોટા અવાજે : બિલ ક્લિન્ટન મોનિકા લેવિન્સકિને -૧૯૯૭

આખો વર્ગ અને ટીચર સ્તબ્ધ થઈ ગયાં.

વર્ગમાંથી કોઈકે મોટા અવાજે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું, ‘એય નાનકડી ગંદકી, જો હવે બીજું કંઈપણ બોલ્યો તો હું મારી નાખીશ.’

આ વખતે પેડ્રો એકદમ મોટા અવાજે બોલ્યો, ‘ગેરી કોન્ડિટ ચંદ્રા લેવિને – ૨૦૦૧.’

ટીચર બેભાન થઈને ફ્લોર ઉપર પડી ગઈ. આખો વર્ગ ટીચરની આસપાસ ભેગો થઈ ગયો. કોઈકે કહ્યું, ‘છટ, હવે આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા!’

પેડ્રોએ દબાતા આવાજે કહ્યું, ‘સદ્દામ હુસૈન – ૨૦૦૩.’   

(ભાવાનુવાદિત)

Courtesy : Ba-bamail      

* * *

હાજરજવાબીપણું :

મારા એક લેખ ‘એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા’માંથી એક અંશ :

મુખી શેઠનું હાજરજવાબીપણું અને દૂરંદેશીતાનું એક રસપ્રદ ઉદાહરણ એ છે કે એક વાર ઈંગ્લેન્ડથી શાહી પરિવારનાં કેટલાંક સદસ્યો ભારતના પ્રવાસે આવ્યાં હતાં. તેમની પાલનપુર સ્ટેટની મુલાકાત વખતે તેમના સન્માન માટેનો હાથશાળ કાપડના પ્રદર્શન સહિતનો તેમનો સત્કાર સમારંભ કાણોદર ખાતે મુખી શેઠના વસવાટના મકાન પાસેની તેમની માલીકીની ખુલ્લી જમીનમાં ભવ્ય મંડપ ઊભો કરીને યોજવામાં આવ્યો હતો. મંડપનું પ્રવેશદ્વાર રંગબેરંગી સાડીઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધીની અંગ્રેજો સામેની લડતની અસર હેઠળ કે ટીખળ ખાતર કોઈ શરારતી તત્વોએ ઝીણા કાચા સૂતરના દોરાથી પ્રવેશદ્વાર ઉપરનાં આસોપાલવનાં પાંદડાં વચ્ચે દેખાય નહિ તેવી રીતે કાચી કેરીઓનું ઝૂમખું લટકાવ્યું હતું. શાહી પરિવારની મુખ્ય મહિલા માથે હેટ અને તે ઉપર સફેદ પીછાં જેવી કલગી સાથે પ્રવેશદ્વારમાં દાખલ થઈ કે તરત જ પેલી કેરીઓની લુમ તેના ઉપર પડી અને વાતાવરણ તંગ બની ગયું. પેલી મેડમ ધુઆંપુઆં થઈને જ્યારે અંગ્રેજીમાં આક્રોશ વ્યક્ત કરવા માંડી; ત્યારે ખાનગી કારભારી પુરમણલાલ ચંદુલાલ કોઠારી, નવાબના અંગત લશ્કરના સેનાપતી અને ઈસ્માઈલ દેસાઈ નામના કોઈક વરિષ્ઠ અધિકારી હેબતાઈ ગયા. આ પરિસ્થિતિને પામી જતાં મુખી શેઠે સમયસૂચકતા વાપરીને કારભારીને ગુજરાતીમાં સમજાવી દીધું કે પેલી મેડમને એમ કહેવામાં આવે કે કેરી એ પાલનપુર સ્ટેટનું રાજકીય ફળ ગણાય છે અને એકદમ ખાસ પ્રકારના મહેમાનોનું જ અમૃતફળ જેવી આ કેરીઓ વડે સ્વાગત કરવામાં આવે છે. પેલી મેડમને પેલા દેસાઈ સાહેબે અંગ્રેજીમાં પેલો ખુલાસો કહી સંભળાવ્યો ત્યારે પેલી મેડમ હરખપદુડી થઈને નાચી ઊઠી હતી.

ઉપરોક્ત પ્રસંગે નવાબશ્રી તાલેમહંમદખાનજી હાજર ન હતા. જ્યારે તેમને મુખીશેઠના હાજરજવાબીપણાની અને પરિસ્થિતિને સંભાળી લીધાની જાણ કરવામાં આવી ત્યારે તેમને રાજમહેલમાં અંગત મહેમાન તરીકે બોલાવી શાહીભોજનમાં સામેલ કરીને તેમનો આભાર માનવામાં આવ્યો હતો આ શબ્દોમાં કે ‘મુખી તમે મારું રાજ બચાવી દીધું છે. આ અંગ્રેજ સરકાર પેલી મેડમની ફરિયાદથી ગુસ્સે ભરાય તો મને નવાબ તરીકે બરતરફ કરીને મારા રાજ્યને ખાલસા પણ કરી શકત. હું રાજ્ય વતી અને અંગત રીતે મારા તરફથી તમારો આભાર માનું છું.’

-વલીભાઈ મુસા

3 responses to “સંવર્ધિત જોક્સ – ૬૭

 1. pragnaju ઓગસ્ટ 17, 2021 પર 7:39 પી એમ(pm)

  પ્રેરણાદાયી રમુજ
  ધન્યવાદ

  Like

 2. Anila Patel ઓગસ્ટ 17, 2021 પર 12:37 પી એમ(pm)

  જોક્સ ના જોક્સ અને જ્ઞાનનું જ્ઞાન.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: