હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૬૩

ટેણિયો રડતો રડતો દાદર ઊતરીને નીચે આવ્યો. માવડીએ પૂછ્યું, ‘મારા દીકરા, કેમ રડે છે?’

ટેણિયો (હિબકાં ભરતો) : પપ્પા ફોટો ટિંગાડતા હતા અને તેમના અંગુઠા ઉપર હથોડી વાગી.

માવડી (લાગણીશીલ થતાં) : જો બેટા, એ કંઈ ગંભીર ન કહેવાય. હું માનું છું કે તું સંવેદનશીલ હોઈ રડી રહ્યો છે. મારા દીકરા, હવે તો તું મોટો થઈ ગયો અને તારાથી આમ રડાય નહિ. આ તો હસી કાઢવા જેવી વાત કહેવાય.’

ટેણિયો : મા, મેં એમ જ કર્યું હતું!

(ભારતીય પરિપ્રેક્ષ્યમાં રૂપાંતરિત)

Courtesy : Ba-bamail

* * *

યુ ટર્ન :

આજે એક છોકરાએ ગુરુજીના ટેબલ ઉપર ચિઠ્ઠી મૂકી અને તે છોકરાઓ સામે મુસ્કુરાતો મુસ્કુરાતો ગુરુજી તરફ પીઠ ફેરવીને પોતાની પાટલી તરફ જઈ રહ્યો હતો. ગુરુજીએ રોજિંદા પુરોવચનોના ટોળટપ્પા પછી આગળ વાંચ્યું કે ‘આપના પેન્ટની પોસ્ટનાં બટન …’ અને તરત જ કબૂતરની જેમ પાટિયા તરફ ફરી જઈને ઝાટકે યુ ટર્ન લેતાં ઘરે રહી ગએલા અધૂરા કામને આટોપતાં તેઓ એટલું જ બોલ્યા, ‘ચાલો, ચાલો…ગુજરાતીનો છઠ્ઠો પાઠ કાઢો.. લ્યા !.’

-વલીભાઈ મુસા

2 responses to “સંવર્ધિત જોક્સ – ૬૩

 1. સુરેશ જુલાઇ 27, 2021 પર 1:39 એ એમ (am)

  होता है , ऐसा भी होता है !

  Like

  • Niravrave Blog જુલાઇ 27, 2021 પર 9:16 પી એમ(pm)

   બાપ કરતાં બેટો સવાયો. આ એક સૂચક વાર્તા છે. પણ જે ઘરમાં બેટો બાપ કરતાં સવાયો હોય તે બાપની આંતરડી ઠરે તે નિર્વિવાદ છે. હા, બેટા પાછળ બાપનું નામ લખાય છે. પરંતુ બેટો મોટો થાય પછી બાપ હંમેશા બેટાના નામથી ઓળખાવાનું પસંદ કરે તેમાં જ બાપ અને કુળનું ગૌરવ ગણાય છે. બાપ માટે એ સવાયાપણાનો આનંદ જ અનેરો હોય છે.
   ઇતિહાસમાં એવા દીકરા થઈ ગયા કે જે બાપ કરતાં સવાયા હતાં. અર્જુનનો દીકરો અભિમન્યુ, ઘટોત્કચનો દીકરો બરબરીક, રાવણનો દીકરો ઇન્દ્રજીત જેવાં અનેક ઉદાહરણ દંતકથાઓમાં જોવાં મળે છે. બાકી અનેક એવા પણ ઉદાહરણ છે, જે દીકરાઓ પિતાની છત્રછાયામાં વિકસી શક્યાં નથી. પિતાની પ્રતિષ્ઠા ગગનચૂંબી હોય અને પુત્ર આખી જિંદગી અસફળ રહે. અરે! કેટલાક મહાન પિતાના પુત્રોના નામ સુદ્ધા લોકો જાણતાં નથી.
   હવેની સદીમાં બાપ દીકરા વચ્ચે સુમેળ જોવા મળતો નથી. જનરેશન ગેપ વધતો જાય છે. પિતાના કાર્યક્ષેત્રમાં પુત્ર જવા નથી માંગતો. લાગણી અને સંતાનની સફળતા, સંઘર્ષમાં અટવાય છે. બાળ ઉછેર એ ખૂબ મોટી સમસ્યા છે. કોઈ બાપ તેમાં સો ટકા પાર નથી પડતો. પોતાના જીવનમાં જે નથી મેળવ્યું અથવા તો પોતે જે ભૂલ કરી છે તે તેના સંતાનના ઉછેરમાં ના થાય તે માટે તે સચેત રહે છે. કુટુંબે કુટુંબે સમસ્યા અલગ અલગ હોય છે. બેટો સવાયો થાય તે માટે સંતાનનો ઉછેર મહત્વનો ભાગ ભજવે છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: