હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૬૨

એક યુગલના બંને છોકરા ખૂબ તોફાની હતા. તેમને સુધારવા માટે તેમણે તેમને એક સાધુજન પાસે મોકલવાનું વિચાર્યું. સાધુજને પહેલા છોકરાને બોલાવીને પૂછ્યું, ‘ઈશ્વર ક્યાં છે?’ છોકરો ચૂપ રહ્યો. સાધુજને સહેજ મોટા અવાજે પૂછ્યું, ‘બતાવ તો, ઈશ્વર ક્યાં છે?’ આ વખતે પણ તે ચૂપ જ રહ્યો. છેવટે સાધુજને ગુસ્સામાં આવીને પેલાની બંને આંખોમાં જાણે આંગળી ભોંકતા હોય તેવી રીતે પૂછ્યું, ‘જવાબ કેમ આપતો નથી; બોલ બોલ, ઈશ્વર ક્યાં છે?’ પેલો ઘર તરફ ભાગ્યો અને ઘરે જઈને કબાટમાં સંતાઈ ગયો. તેના ભાઈએ પૂછ્યું, ‘વાત શું છે? તું કેમ સંતાય છે?’ પહેલાએ કહ્યું, ‘તું પણ બીજા કબાટમાં સંતાઈ જા. આપણા ઉપર ઈશ્વર ચોરી લીધાનો આક્ષેપ છે!’

(ભારતીય પરિપ્રેક્ષ્યમાં રૂપાંતરિત)

Courtesy : Ba-bamail          

* * *

વીજત્રાટક પછીનો કાટકો:

હાયર સેકંડરીના ઇતિહાસના શિક્ષકે LLB (Lord of Last Bench) વિદ્યાર્થીને પૂછ્યું, ‘ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચેના પહેલા શાંતિ કરારને કોણે તોડ્યો હતો?’    

‘સાહેબ, મેં નથી તોડ્યો!’ ગભરાતા અવાજે તેણે કહ્યું.

વર્ગના વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડ્યા.

શિક્ષકે પેલાને કહ્યું, ‘તારાં માતા અને પિતા ભણેલાં હોય તો તેમને કાલે લઈ આવજે.’

બીજા દિવસે વિદ્યાર્થીના પિતાને શિક્ષકે આગલા દિવસની ઘટના સંભળાવીને પૂછ્યું, ‘બોલો, તમારું શું કહેવું છે?’

પિતાએ જવાબ આપ્યો, ‘એ સીધી લીટીનો છોકરો છે. તમે કહો છો એવી તોડફોડ તે કરે જ નહિ!’

માતાએ કહ્યું, ‘મારા છોકરાની અમારા મહેલ્લામાં પણ ખોટી માથાવટી છે. ક્યાંક કંઈક પણ તોડફોડ થાય અને લોકો મારા દીકરાનું જ નામ આપે!’

ઇતિહાસ શિક્ષકે માફી માગતાં કહ્યું, ‘આપ લોકોને તકલીફ આપવા બદલ દિલગીર છું.  ખરે જ, આપનો દીકરો શાંતિપ્રિય છે. આપ જઈ શકો છો.’

ઇતિહાસ શિક્ષક પોતાના સ્ટાફરૂમમાં જઈને પોકેપોકે રડી પડ્યા.

-વલીભાઈ મુસા (શીઘ્ર ફેંકમકાર)

* * *

ગંભીર ભાવે :

(અછાંદસ)

શોધું છું
હયાતીના હસ્તાક્ષરમાં
ઇશ્વરનું સરનામું
ના પાષાણના ગુંબજોમાં
ના પથ્થરોના મકબરામાં.
શોધું છું
જીવતરના આયનામાં
ઇશ્વરનું સરનામું
ના મૂર્તિઓના પડછાયામાં
ના પુતળાઓના રંગરાગમાં.
શોધું છું
ઉંડો શ્વાસ લઈ
પ્રકૃતિની છટાઓમાં
ગિરી કંદરા વનની ઘટાઓમાં
માત્ર
બોલતા ચાલતા સાંભળતા ઇશ્વરને.
છે આજેય
તનના રોમ રોમમાં
મનના ઊંડાણમાં
હયાતીના હસ્તાક્ષરમાં
જે બોલે છે
હા હું છું એક
અટલ અચલ નિશ્ચલ
નિર્ભયી નિર્ગુણિ નિરવ નિરાકારી
એક ઇશ્વર
હયાતીના હસ્તાક્ષરમાં
(ડૉ.મોહન ચાવડા)

આભારસહ

2 responses to “સંવર્ધિત જોક્સ – ૬૨

 1. સુરેશ જુલાઇ 25, 2021 પર 1:16 એ એમ (am)

  વાહ! બાળ જોકને સરસ મજાનો વળાંક આપી દીધો.

  Like

 2. Niravrave Blog જુલાઇ 24, 2021 પર 10:36 પી એમ(pm)

  પછી તેના ભાઈએ કહ્યુ-
  ‘ઈશ્વર મારો પિત્રાઇભાઇ થાય અને તે અમારા ફળિયામા રહે છે કહેવુ હતુ ને…!
  ………………………………
  વલીભાઈ મુસા (શીઘ્ર ફેંકમકાર)ની જુની રમુજ ‘આના કેરેનિના કોણે લખી ?’વાત નવી રીતે સરસ રજુઆત
  ……………………
  એક ઇશ્વર
  હયાતીના હસ્તાક્ષરમાં
  ડૉ.મોહન ચાવડાનુ મઝાનુ અછાંદસ
  ………………………………………………………………….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: