હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૬૧

છઠ્ઠા ધોરણના એક વિદ્યાર્થીને ગણિત શિક્ષકે પૂછ્યું, ‘એક ધનિક માણસે વસિયતનામામાં તેની પાસેના રૂ|. ૧૨,૦૦,૦૦૦/- ની વ્યવસ્થા આમ કરી : પાંચમો ભાગ પત્નીને મળે, પાંચમો ભાગ દીકરાને મળે, છઠ્ઠો ભાગ તેમના રસોઈયાને મળે અને બાકીની રકમ દાન કરી દેવામાં આવે. તો દરેક જણ શું મેળવશે?’

છોકરાએ થોડીક વાર વિચાર કર્યા પછી શાંતિથી જવાબ આપ્યો, ‘વકીલ’.

Courtesy : Ba-bamail

* * *

નેઠો :

જર, જમીન અને જોરુ (પત્ની); એ ત્રણેય કજિયાનાં છોરુ! એક ઉદ્યોગપતિના બે દીકરાઓ વારસાઈમાંની ચિનાઈ માટીની એક બરણી માટે કોર્ટે ચઢ્યા. કોર્ટ માટે ન્યાય કરવો મુશ્કેલ હતો, કેમ કે બંને વારસદારનો સરખો હક્ક બનતો હતો. વળી બંનેમાંથી કોઈ રોકડ વળતર લેવા પણ તૈયાર ન હતું.. છેવટે ન્યાયાધીશે મુદ્દામાલને રજૂ કરવાનું જણાવ્યું. પટાવાળાએ સાહેબની સૂચના મુજબ જાણીજોઈને ઠોકર ખાધી અને બરણીને ફોડી નાખી. ન્યાયાધીશ સાહેબે મુદામાલને નુકસાન થયાની કોર્ટની જવાબદારી સ્વીકારીને બરણીની કિંમત પેલા બંને ભાઈઓને સરખા ભાગે વહેંચી આપવાનો હૂકમ કર્યો.  

-વલીભાઈ મુસા       

One response to “સંવર્ધિત જોક્સ – ૬૧

  1. Niravrave Blog જુલાઇ 22, 2021 પર 8:12 પી એમ(pm)

    જજ શ્રી વલીભાઈ મુસા નો સ રસ ઉકેલ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: