હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફાળો !

“નિજ” ડો. વિરેન્દ્ર ડોલાસિયા રાજકોટ.

ધોરણ ૭ : ગુજરાતી : પ્રકરણ ૧ મેળામાં..

હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમારા વર્ગ શિક્ષકે એકવાર ક્લાસમાં જાહેરાત કરી કે આવતીકાલે બધાય ૨૫ પૈસા લેતાં આવજો.. ફાળા માટે આપવાના છે..

અમે નાના હતાં ત્યારે ગામડામાં ચગડોળને ફજેત ફાળકો કહેતાં.. મને ફાળો એટલે શું એ ખબર ન્હોતી.. મને એમ કે ફજેત ફાળકામાં સૌને બેસાડવાના હશે..

ઘરે જઈને મેં મમ્મીને વાત કરી કે આવતીકાલે ૨૫ પૈસા ફાળકામાં બેસવા માટે આપવાના છે.. તો મમ્મીએ મને બીજા દિવસે સ્કૂલે જતી વખતે ૨૫ પૈસા આપ્યા જે મેં સ્કૂલે જઈને હરખાતા હરખાતા મનમાં ફજેત ફાળકામાં બેસવા મળશે એવાં ભાવે વર્ગશિક્ષકને આપી દીધાં.. ત્યારબાદ ૪-૫ દિવસ થઈ ગયા.. પણ કોઈ ભોજ્યો ભાઈય ફજેત ફાળકામાં બેસાડવા ના લઈ ગયું.. એટલે મેં મમ્મીને એક દિવસ કહ્યું કે અમને ફાળકામાં બેસવા લઈ ના ગયા.. તો મમ્મી કહે તું વર્ગશિક્ષકને પૂછી જોજે..

બીજે દિવસે મેં સ્કૂલે રીસેસ પડી કે તરત જ ટીચરને પૂછયું કે બેન તે દિવસે ૨૫ પૈસા ફાળકામાં બેસવા માટે આપ્યાં હતાં તો ક્યારે બેસાડવાના છો..?? તો ટીચર અને મારી આજુબાજુમાં ઊભેલા છોકરાઓ સૌ હસવા લાગ્યા.. ટીચર કહે એલા, ઈ પૈસા તો શહીદોના ફાળામાં આપવાના હતાં.. એટલે તેમાં આપ્યાં..!!

મને બહુ શરમ આવી તે દિવસે.. બધા મારી પર હસ્યાં..

પણ ફાળો શબ્દ મને કાયમ માટે યાદ રહી ગયો.

5 responses to “ફાળો !

  1. chaman જુલાઇ 11, 2021 પર 1:38 પી એમ(pm)

    આવુંતો ઘણા પાસેથી જાણવા મળે હાં! આ વિચાર ગમે તો વાંચકોને જાણ કરો ને મેળવો.

    Liked by 1 person

    • સુરેશ જુલાઇ 11, 2021 પર 9:16 પી એમ(pm)

      તમારા અનુભવો પણ જણાવો તો મજા આવી જાય

      Liked by 1 person

      • pragnaju જુલાઇ 12, 2021 પર 8:49 એ એમ (am)

        .
        શિષ્ટાચારના નિયમોના અતિરેકથી, “જીવનની આચાર સંહિતા” ખળભળી ઊઠે છે. ચૂંટણી આવે ત્યાંરે તો”આનંદોત્સવ” હોય.ચૂંટણીમાં ઉમેદવારોઓ તમે માગોતે હાજર કરે! અને હાજર કરવાના વાદા કરે! અરે! કુવારાને કન્યા..કન્યાને કંકુ, છે માગનારો ભૂલ્યો…ફજેત ફાળકો ચૂંટણીનો ચગ્યો છે!!
        “નીતિનિયમો” જિદગીને સરળતો બનાવે છે ને!?જીવનની આચાર સંહિતા માટે આપણે પોતે જ જવાબદાર છીએ. યમ અને નિયમના પાટા રૂપી આચાર સંહિતા ઉપર જિંદગીની ગાડીને ન દોડાવશું તો ચોક્કસ ખુશીની મંઝિલ સુધી આરામથી પહોંચી જશું.
        મુક્તિદા કુમાર ઓઝા

        Like

    • pragnaju જુલાઇ 12, 2021 પર 8:47 એ એમ (am)

      યાદ શ્રી પરેશ દવેના સ્વર…
      ગાબડાંસોંતો ગઢ ઊભો છે કૈં ગોકીરા ગાળી,
      ​ગઢની ટોચે ફજેત ફાળકો દેશે ખુદને ઢાળી!
      પળનાં એવાં કટક ચઢ્યાં કેખટકમાં ખતવાણા,​
      અંધારે જઈ કર્યા કાટકાને કાજળથી કરપાણા.

      Like

Leave a comment