હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૫૨

એક માણસ એરપોર્ટ ઉપરના રેસ્ટોરન્ટમાં વેઈટર પાસે વાઈફાઈનો પાસવર્ડ માગે છે.

વેઈટર : You need to buy a drink first (પહેલાં તમારે પીણું લેવું પડે).  

માણસ : ઓકે. મને કોક આપો.

વેઈટર : પેપ્સી ચાલશે?

માણસ : શી કિંમત?

વેઈટર : ૧૫ રૂપિયા.

માણસ : ભલે, પણ તું મને પાસવર્ડ તો આપ.

વેઈટર :  You need to buy a drink first

માણસ : ભલા માણસ, પેપ્સીનો ઓર્ડર તો આપ્યો!

વેઈટર : બસ એ જ. શબ્દો વચ્ચે જ્ગ્યા નહિ અને બધા અક્ષરો નોન-કેપિટલ.  

(ભાવાનુવાદ)

Courtesy : Ba-bamail

* * *

ટાળો, ટાળો; તોય ગોટાળો :

ચં. ચી. મહેતાના બાંધ/છોડ/રંગ ગઠરિયાંમાંનો એક પ્રસંગ કે ‘નવ વાગે કાર્નિવલમાં’ નાટકની ખૂબ જાહેરાત થઈ અને લોકોએ હોંશે હોંશે એડવાન્સ ટિકિટો ખરીદી. નાટકના શોના દિવસે મોટા ભાગના પ્રેક્ષકો એક કલાક મોડા પડ્યા. ‘નવ વાગે કાર્નિવલમાં’ નાટકનું નામ હતું, પણ થિયેટરના નાટકના શોનો ટાઈમ આઠ વાગ્યાનો હતો. થિયેટરનું નામ ‘કાર્નિવલ’ હતું! ખીખીખી!!!!!!!!!

-વલીભાઈ મુસા     

4 responses to “સંવર્ધિત જોક્સ – ૫૨

 1. pragnaju જુલાઇ 7, 2021 પર 9:29 એ એમ (am)

  નવ વાગે કાર્નિવલમાં વાતે…
  ભ્રષ્ટાચાર સામે આંદોલનમાં લોકનેતા અણ્ણા હઝારે સામે સરકાર ઝૂકી. અણ્ણાએ ઉપવાસ આંદોલન સમેટ્યું, પારણાં કર્યા. દેશનાં કેટલાય નગરોમાં હજારો લોકો સ્વયંભૂ રસ્તા પર આવી પડ્યા, ફટાકડા ફોડ્યા, નાચ્યા, તિરંગા લહેરાવ્યા, દેશભક્તિનાં ગીતો લલકાયાઁ. જંતરમંતર તો
  કાર્નિવલમાં તબદીલ થઇ ગયું.
  કાર્નિવલને જૂના ઇટલીમાં ‘કાર્ન લેવારે’ કહેવાતું, કાર્ન એટલે માંસ અને લેવારે એટલે ત્યાગ કરવો.
  કાર્નિવલ એટલે પોતાના રોજિંદા દિવસોનાં માંસનાં મિજબાન ત્યાગીને લેન્ટના ધાર્મિક ઉપવાસના દિવસો શરૂ થાય તે પહેલાં, સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં, મુક્તમને કરવામાં આવતી ઉજવણી.
  ‘કાર્નિવલ’ એટલે સ્ટ્રીટ પાર્ટી, પરેડ, ખેલ તમાશા, સરઘસ, સર્કસ અને લોકો જાતજાતનાં મહોરાં ઓઢીને રસ્તા પર નાચતાં, ગાતાં, ઝૂમતાં નીકળે અને મોજ કરે. પછી તો ૪૦ દિવસનાં ઉપવાસ છે જ. સાંપ્રત કિસ્સામાં, અણ્ણાસાહેબના ઉપવાસ પછીની ઉજવણીને કાર્નિવલ નામ આપ્યું, એ જુદી વાત છે. દર અસલમાં ભેગા મળીને, નિયમોની મર્યાદા નેવે મૂકીને થતી ઉજવણી માટે કાર્નિવલ શબ્દ પ્રચલિત થયો છે.જેમાં જુદી જુદી રાઇડ હોય, ખાણીપીણી હોય, રમતો હોય, જેને બ્રિટનમાં ફેર એટલે કે મેળો કહેવાય, અમેરિકામાં એને કાર્નિવલ કહેવાય, જે જુદા જુદા શહેરોમાં તંબુ તાણતા રહે. આવા કાર્નિવલમાં એક ખૂન થઇ જાય તેવા થીમ પર બનેલી મર્ડર મિસ્ટ્રરી મલયાલમ ફિલ્મનું નામ હતું
  ‘કાર્નિવલ’. આ જ નામે બે ઇંગ્લિશ અને એક સ્પેનિશ ફિલ્મ બની ચૂકી છે. ‘પ્રેમ જ દુનિયાને ગોળ ફેરવે છે’ તેવા ગીત સાથે ૧૯૬૧માં બ્રોડવે હીટ મ્યુઝિકલ નાટક ‘કાર્નિવલ!’ લોકપ્રિય બન્યું.
  દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલનો સમ્ભાડ્રોમ કાર્નિવલ અને કોલિમ્બયાનો બ્લેકસ એન્ડ વ્હાઇટ્સ કાર્નિવલ સૌથી વધુ પ્રખ્યાત છે. યુરોપના ઘણાં ખરા દેશોમાં પણ કાર્નિવલ રંગેચંગે ઉજવાય છે. દક્ષિણ ગોવાનો લોટલી કાર્નિવલ પ્રખ્યાત છે. ઓરિસ્સામાં જયેષ્ઠી પૂનમના છઠ્ઠા દિવસે ગૌરી અને શંકરના વિવાહની ભવ્ય ઉજવણી થાય છે તેને શીતલસષ્ઠી કાર્નિવલ કહે છે. કચ્છ કાર્નિવલથી પ્રખ્યાત થયેલા રણોત્સવની શરૂઆત પણ દર વર્ષે ડિસેમ્બર મહિનાની પૂર્ણિમાએ હમીરસર તળાવને કાંઠે કાર્નિવલ પરેડથી થાય છે. આઇપીએલની ટુનૉમેન્ટને ક્રિકેટ જગતનો સૌથી મોટો કાર્નિવલ કહેવાય છે.
  અમેરિકન નાટ્ય અને પટકથાલેખક તેમજ ફિલ્મ નિર્દેશક ડેવિડ મામેટ માને છે કે ફિલ્મો કાર્નિવલ જેવી હોવી જોઇએ, સતત નાવિન્યપૂર્ણ.’ હવે જો તમને સપનું આવે કે તમે કાર્નિવલમાં નાચતાં ગાતાં કમર હલાવતાં અવનવા મહોરા પહેરેલા અજાણ્યા લોકો વચ્ચે અદભૂત આનંદની અનુભૂતિ માણવા જઇ રહ્યા છો તો એનો અર્થ એ છે કે તમે ઘરના દાઝેલા છો કે તમારો ધંધો મંદો છે કે પછી તમારી પ્રેમિકા તમને ભાવ આપતી નથી- તેવું સ્વપ્ન અર્થઘટનશાસ્ત્રના નિષ્ણાતો કહે છે!
  અજાણ્યા સ્વપ્નપ્રદેશમાં જવાનું મન થયે રાખે-તેવી ઇચ્છાને ‘કાર્નિવલ ઓફ ફન’ કહે છે. આખા શરીરે છુંદણાં (ટેટૂ) ત્રોફાવ્યા હોય એટલે તે ‘કાર્નિવલ હેલ્પ’ જેવો છે તેવું કહીને ઓફિસ નોકરી માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે. જુદી જુદી જગ્યાએ જુદી જુદી પોઝિશનમાં એક વ્યક્તિ સાથે સંભોગની પ્રક્રિયાને ‘કાર્નિવલ ઓફ નોલેજપ્ત કહેવાય છે.
  શબદ આરતી: લેખક વિકટર હ્યુગો કહે છે કે જેનો દરેક દિવસ જ એક સાતત્યપૂર્ણ કાર્નિવલ હોય, ઉત્સવ હોય, એને કોઇ ખાસ કાર્નિવલની કે ઉત્સવની જરૂરિયાત રહેતી નથી.
  pp_vyas@yahoo.com

  Like

 2. pragnaju જુલાઇ 7, 2021 પર 9:22 એ એમ (am)

  You need to buy a drink first
  પાસવર્ડ દ્વારા વેચાણ વધારવાની રમુજી કરામત
  વાહ

  Like

 3. Valibhai Musa જુલાઇ 7, 2021 પર 7:22 એ એમ (am)

  Today is 7th July i. e. 7/7 and magic figure of viewership of Hasy Darbar 1077777 is six viewers back. Thanks to HD brethren for cooperation rendered to achieve success of our new attempt to uplift blog.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: