એ મારી પહેલી નોકરી હતી. મોટાભાઈની ભલામણને કારણે મને એ મળી હતી – આન્ધ્ર પ્રદેશના રાજામુન્દ્રી શહેરની પેપર મિલમાં. થોડાક મહિના તો અમે મિલના કમ્પાઉન્ડમાં આવેલ ક્વાર્ટરમાં રહેતા હતા. પણ પછી મિલથી દૂર આવેલા સરસ, શાંત રહેણાંક વિસ્તારમાં રહેવા ગયા હતા.
એક દિવસ મોડી સાંજે જમીને એ નવા ઘરની બાલ્કનીમાં બેઠા હતા. એકદમ શાંત વાતાવરણ હતું. ઘણા વખત સુધી મિલના ઘોંઘાટિયા વિસ્તારમાં રહ્યા હોવાના કારણે મોટાભાઈથી એ શાંતિ ખમાઈ નહીં. વળી એ મજાકિયા જીવ.
મને કહે,” સુરેશ! ચાલ આપણે અહીં તમાસો કરીએ. તું નીચે ઊતરી દોડ અને તારી પાછળ હું ‘ચોર… ચોર’ ની બૂમો પાડતો દોડું. આજુબાજુના બધા જાગી જશે, અને બધાને યાદ રહી જાય એવો તમાસો ખડો થઈ જશે.”
મેં કહ્યું , “ આ બધાને ગુજરાતી ક્યાં આવડે છે? મને ટીપી જ નાંખે.”
ભાભીએ પણ મારી વાતમાં ટાપશી પૂરાવી.
અને હું ચોર તરીકે કૂટાઈ જતાં બચી ગયો !
એ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, તે પહેલી ટ્રેન મુસાફરીની વાત પણ વાચકોને કદાચ ગમે આ રહી.
Like this:
Like Loading...
Related
હળવે હળવે હસો કે જોર જોરથી ,
તમારી મરજી અને સપરિવાર જોઇ શકાય…..
વાત ગમી
ચોર તો સૌ છે જ
કરમાં માળા લઈને બેસે, મનની માયા ઓર
બગલા જેવા સંત-મહંત ને ભક્તો મોટા ચોર
ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
સ્વરઃ ચીમનલાલ મારવાડી અને સાથીદારો
રચનાઃ નાટ્યમહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી
નાટકઃ સાંભરરાજ(૧૯૩૨)
———
‘ટ્રેન મેં ભટકે હોતે તો કોઈ ઘર પહુંચ જાતે
હમ ઘરમેં ભટકે હૈ, કૈસે ઠૌર-ઠિકાને આયેંગે’
LikeLike
ભક્તિરસમાં …
કનૈયો બાળપણંથી ચોર !
LikeLike