હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૪૯

ચોમાસામાં એક નગરના રસ્તાઓમાં ઠેર ઠેર ભૂવા પડી ગયા હતા. લોકો તેમાં પડી જતાં ઈજાગ્રસ્ત થતા અને તેમને નગરની દૂરની એક માત્ર નાની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવતાં. ઘણીવાર ઈજાગ્રસ્ત માણસ અવસાન પણ પામતો.

આ સમસ્યાના ઉકેલ માટે મેયરે સીટી કાઉન્સિલની મિટીંગ બોલાવીને નિષ્ણાત કાઉન્સિલરોના અભિપ્રાય માગ્યા. એક હોશિયાર કાઉન્સિલરે સૂચન કર્યું. આપણે ખાડાઓ પાસે એમ્બ્યુલન્સ પાર્ક કરાવવી જોઈએ, જેથી ઈજાગ્રસ્તને જલ્દી હોસ્પિટલે પહોંચાડી શકાય. બધા આ સૂચન ઉપર સંમત થયા. પરંતુ નગરપાલિકા પાસે બે જ એમ્બ્યુલન્સ હોઈ બધા ખાડાઓ પાસે એમ્બ્યુલન્સની સુવિધા શક્ય ન હતી..

મેયરે બીજી મિટીંગ બોલાવી. વળી બીજા હોશિયાર કાઉન્સિલરે સલાહ આપી કે ખાડાઓ અને હોસ્પિટલ વચ્ચેનો વાહનવ્યવહાર બંધ કરાવી દેવો જોઈએ, જેથી એમ્બ્યુલન્સ ઝડપથી હોસ્પિટલે જઈ શકે. મિટીંગમાંના બધાએ આ ઉપાયને વધાવી લીધો. કેટલાક દિવસ સુધી આમ ચાલ્યા પછી સમજાયું કે રસ્તા વચ્ચેના આ ખાસ માર્ગથી મૂળ રસ્તો સંકડાઈ જતો હોવાના કારણે ઘણા કાર એક્સિડન્ટ થતા હતા.

વળી મેયરે ત્રીજી મિટીંગ બોલાવી. આમાં પણ ત્રીજા હોશિયાર કાઉન્સિલરે સૂચન કર્યું કે નગરની આ દૂરની હોસ્પિટલને જમીનદોસ્ત કરીને ખાડાઓ પાસે નવીન હોસ્પિટલ બનાવવી જોઈએ, જેથી કોઈ ખાડામાં પડે કે તરત જ બાજુમાં જ આવેલી હોસ્પિટલમાં તત્કાલિક સારવાર આપી શકાય.

આ ત્રીજા સૂચનથી મેયર ગુસ્સે થયા અને કહ્યું, ‘મૂર્ખાઓ, ચાલુ હોસ્પિટલને તોડી નાખીને નવી બનાવવામાં આવે, તો કેટલું ખર્ચ થાય તેનું તમને લોકોને ભાન છે કે નહિ? મારું આ સમસ્યાના ઉકેલ માટેનું સરળ  અને વ્યવહારુ સૂચન એ છે કે આપણે ખાડાઓ પૂરી નાખવા જોઈએ અને હાલની હોસ્પિટલની પાસે જ નવા ખાડાઓ ખોદાવવા જોઈએ. આપણો ખાડા અને હોસ્પિટલ નજીક હોવા અંગેનો આશય મારા આ સૂચનથી જ પૂર્ણ થશે!’ 

(Courtesy : Ba-bamail)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક અને સંવર્ધનકાર)

* * *

અનુમોદન :

મારા હાસ્યકાવ્ય ‘હજુય સારા વિદુષકો, રંગલાઓ કે જોકરો મળી રહે!’ નો અંશ :

એક મતદારે પૂછ્યું,
‘BPL નાગરિકોને ઘર બાંધવા માટેની બાંધકામ સામગ્રીમાં ખિલાસરી કેમ ઓછી અપાઈ?’
’ખિલાસરી તો એન્જિનીયરોએ સૂચવ્યા પ્રમાણે જ અપાઈ છે, પણ એક શક્યતા છે કે
ખિલાસરી લીલી વાઢવામાં આવી હશે, તો સુકાવાના કારણે કદાચ ઘટ પડી હોવી જોઈએ!’

વાહ, ભાઈ વાહ! આજે જાણ્યું કે ખિલાસરી ખેતરમાં ઊગતી હોય છે!

-વલીભાઈ મુસા  

6 responses to “સંવર્ધિત જોક્સ – ૪૯

 1. સુરેશ જૂન 30, 2021 પર 3:42 પી એમ(pm)

  આવી જ એક જૂની વાત હતી – કદાચ સત્યઘટના હોય.
  ટુથ પેસ્ટ બનાવનારી કંપનીએ શી રીતે ખપત વધારે થાય , તે માટે મોટા ખેરખાંઓની મિટિંગ બોલાવી હતી. ત્રણ કલાક જાત જાતનાં સૂચનો આવ્યાં – અને દરેક માટે અનેક વાંધા વચકા પણ .
  મિટિંગમાં ચા- નાસ્તો લાવનાર પટાવાળાએ હિમ્મત કરીને છેલ્લે મોટા સાહેબને પૂછ્યું
  “સાહેબ! મારી પાસે એક સૂચન છે. કહું?”
  સાહેબે પરવાનગી આપતાં તેણે કહ્યુ ,” ટુથ પેસ્ટની ટ્યુબનું મોં મોટું કરી નાંખો!”

  Liked by 1 person

 2. nabhakashdeep જૂન 30, 2021 પર 3:41 પી એમ(pm)

  ખાડા પૂરવા નિતીન ગડકરી સાહેબના અનુભવનો લાભ લેવો.

  – સમાચાર.. વિપક્ષે વાંધો ઊઠાવ્યો,

  Liked by 1 person

  • pragnaju જૂન 30, 2021 પર 4:58 પી એમ(pm)

   ‘ચોમાસામાં એક નગરના રસ્તાઓમાં ઠેર ઠેર ભૂવા અંગેનો કટાક્ષથી રમુજ કરાવે છે તો સાથે સાથે તંત્રની બેદરકારી પર સમાજને જાગૃત કરે છે.

   ભૂવા વાતે મનમા ગુંજે કવિશ્રી વંચિત કુકમાવાલાનુ ગીત
   ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
   અને ન માળા ફેરવ તું સીતા-રામની..
   તને નજરું લાગી છે મારા નામની !
   લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
   ને આઇનામાં જોઇ અમથું હસવું
   માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
   ને ઊંબરે બેસીને તારું રડવું
   ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
   કે રહી ના હવે તું કશા કામની..
   તને નજરું લાગી છે મારા નામની !
   વાસીદું કરશે તો છાણવાળા હાથ
   હવે મેંહદી રંગેલ તને લાગશે
   ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
   અને કેટલીય ઇચ્છાઓ જાગશે
   વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
   પકડી લે કેડી મારા ગામની..
   તને નજરું લાગી છે મારા નામની !
   ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
   અને ન માળા ફેરવ તું સીતા-રામની..
   તને નજરું લાગી છે મારા નામની !
   –—
   અમારા પડોશીની અટક ભૂવા હતી

   આ વાત અમને ખાડા જડિત અને ભૂવા મઢયા રસ્તાના સંદર્ભે યાદ આવી ગઈ.
   વર્ષાની મોસમમા શહેરીજનોની સલામતી માટે તેમજ શહેરને ભૂવા નગરી બનતી અટકાવવા માટે પગલા લેવાની માંગણી ઉઠે છે. સૌને ખબર છે મોટી માત્રામાં ગેરકાયદે જોડાણો ભૂવા પડવા માટે કારણભૂત છે. ગેરકાયદે આડેધડ જોડાણો થવાથી મુખ્ય લાઇનમાં લીકેજ થતા જમીનમાં પાણી ઉતરતા જમીન નીચેથી બોદી થઇ તેનું ધોવાણ થતું હોવાથી શહેરમાં ઠેરઠેર ભૂવાઓ પડી રહ્યા છે.
   કવિને તો વરસાદનાં આગમન સાથે
   થઈ ધરતી ભીની ભીની
   જુઓ રસ્તા ભૂવા ભૂવા!

   તો અસામાજીક ભૂવા તત્વો તંત્ર મંત્રના નામે છેતરપીંડી આચરે છે.
   માતાજીનુ આવવુ કે ભૂવા ધૂણવુ એ સાઇક્યિાટ્રિસ્ટ્સના માટે પ્રચાર કમાણીનુ સાધન બને છે.

   Like

 3. સુરેશ જૂન 30, 2021 પર 3:38 પી એમ(pm)

  ખિલાસરી એટલે?
  બધા માંધાતાઓ — ભારે હુંશિયાર . કદાચ ગણતરી શેમાં ખાયકી વધારે મળે તેની હશે !

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: