હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૪૮

એક રાજકારણિયો અને એક ચોર ગાઢ મિત્રો હતા. એક દિવસે બંને એક ચોકલેટ સ્ટોરમાં ગયા. સ્ટોરમાં હરતાં ફરતાં ચોરે ત્રણ ચોકલેટ બાર ઉપાડી લીધી. બંને સ્ટોરની બહાર નીકળ્યા પછી ચોરે પેલા રાજકારણિયાને બડાઈ મારતાં કહ્યું, ‘હું ચાલાક ચોર છું. મેં આ ચોકલેટ ચોરી લીધી અને કોઈએ મને જોયો નહિ. મારી ચોરવાની કલાની બરાબરીમાં તું કદીય આવી શકે નહિ.’

રાજકારણિયાએ કહ્યું, ‘વધારે બડાઈ હાંકીશ નહિ. ચાલ આપણે સ્ટોરમાં પાછા જઈએ અને તને બતાવું કે ખરી ચોરી તો કેવી રીતે કરી શકાય!’

બંને સ્ટોરના કાઉન્ટર પાસે ગયા અને રાજકારણિયાએ પેલા સ્ટોર માલિકને કહ્યું, ‘તમારે મારો જાદુ જોવો છે?’

સ્ટોર માલિક : હા, ચોક્કસ.

રાજકારણિયો : મને એક ચોકલેટ બાર આપો.

સ્ટોરમાલિકે આપી. પેલો ખાઈ ગયો.

બીજી માગી. બીજીય ખાઈ ગયો.

ત્રીજી માગી. ત્રીજી પણ ખાઈ ગયો.

સ્ટોરમાલિકે કહ્યું, ‘પણ આમાં જાદુ ક્યાં છે?’

રાજકારણિયાએ કહ્યું, ‘મારા મિત્રના પોકેટમાં મારી ખાધેલી ત્રણેય ચોકલેટ તમને જોવા મળશે!’

(ભાવાનુવાદ)       

Courtesy : Ba-bamail

* * *

કાબેલિયત/શાઠ્ય :

સારી કે નરસી કાબેલિયત/શાઠ્ય વારસા અથવા/અને વાતાવરણથી પ્રાપ્ત થાય છે. જેને બંને સ્રોતથી આવો ગુણ કે દોષ પ્રાપ્ત થાય તે વધુ કાબેલ કે વધુ શઠ બને!

એક દુકાનનો મહેતો સાઈકલ લઈને ફર્સ્ટ ફ્લોર ઉપરની બેંકમાં પૈસા ભરવા ગયો. તેણે સાયકલ લોક કરી ન હતી. તેણે ઉપર ગયા પછી લોબીમાંથી એક નજર નાખી, તો કોઈક અજાણ્યો માણસ તેની સાઈકલ ઉપર સવાર થઈ રહ્યો હતો. મહેતાએ ‘ચોર ચોર’ની બૂમો પાડી. લોકો ચોંક્યા તો ખરા, પણ પેલાએ હસતાં હસતાં કહ્યું, ’અલ્યા એય, મારી આવી મજાક ન થાય! મૂર્ખા, મને લોકો ધીબી નાખશે!’ લોકોએ હસતાં હસતાં પોતાનો માર્ગ પકડી લીધો. મહેતો ઝડપભેર નીચે આવીને લોકોને કહેવા માંડ્યો, ‘એ ખરેખર ચોર હતો!’ પરંતુ એટલી વારમાં તો પેલો ચોર દૂર પહોંચી ગયો હતો.

વલીભાઈ મુસા (જોક્સ દફતરી)   

7 responses to “સંવર્ધિત જોક્સ – ૪૮

 1. સુરેશ જૂન 30, 2021 પર 3:46 પી એમ(pm)

  આ ચોર વાળી વાત પરથી મારો એક અનુભવ યાદ આવ્યો , પણ વલીદા પોરો ખાય તો એની નવી પોસ્ટ જ બનાવીશ!

  Like

  • Valibhai Musa જુલાઇ 1, 2021 પર 2:59 એ એમ (am)

   પોરો જ છે, મારા વાલીડા. ઉખાણા કે કોયડાના ઉકેલની પોસ્ટ બે દિવસ પછી આવતી હોય છે. તેમાં કોઈ નવી Content હોતી નથી. તો આ દિવસમાં ઘુસ મારી શકાય!. બીજું કે કોઈ દિવસે બેત્રણ પોસ્ટ મૂકી દેવાય અથવા કોઈ દિવસ ખાલી જાય તો કાયદાની કોઈ કલમ લાગે નહિ, માટે સંપાદનના નિયમોમાં ‘બની આઝાદ’ હસતા રહો અને હસાવતા રહો. હા, એટલું ખરું કે આપણા ‘હાસ્ય દરબાર’ બ્લોગમાં સંસ્કારિતાની જાળવણી થાય એ અપેક્ષિત તો ખરું જ!

   Like

 2. chaman જૂન 29, 2021 પર 8:28 એ એમ (am)

  ચોરને ચાર આંખો હોય છે એ ખરું?

  Liked by 1 person

 3. pragnaju જૂન 29, 2021 પર 8:28 એ એમ (am)

  બન્ને રમુજોની વાતે યાદ આવે મરીઝસાહેબ
  છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
  હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે…
  ઓ શિખામણ આપનારા, તારો આભારી છું હું,
  મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે…
  અને
  છૂટા છૂટા આ શબ્દો મળીને
  સાથે થોડા અર્થો ને લઈ ને
  છૂટા છૂટા થોડા સૂર મળીને
  ખોવાયેલી તરજોમાં ભાળીને
  નઝમ નવી બનાવે છે
  તને મને બનાવે છે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: