હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ત્યાગ કે છુટકારો?

https://www.facebook.com/groups/235762327341763/permalink/847055396212450/

સૌજન્ય: Aditya Entps : હાસ્ય પાર્લર (FB)

* * *

ખાબોચિયાવ દિલી :

કૃપણતા (greed)ની પરાકાષ્ઠા તો ત્યાં જોવા મળે કે જ્યાં ખોટો રૂપિયો ધર્માદાપેટીમાં પધરાવવામાં આવતો હોય!’ જીવનભર શોષણખોરી કરી ચુકેલા એક ધીરધારિયાએ મરવા ટાણે બંને પુત્રોને વસિયત કરી કે તેના મૃત્યુ પછી ગરીબોને એક એક તોલો સોનાનું દાન કરવામાં આવે. મોટાએ ટોપલીમાંના અનાજમાં વસિયત મુજબ સોનું છુપાવીને ગરીબોને આપવાનું શરૂ કર્યું. આગળ નાનંકો ઊભો હતો, જેણે દરેકને ટોપલીના સો સો રૂપિયા આપીને તેમને લઈ લેતાં કહ્યું, ‘હું પણ પિતાજીના પુણ્ય માટે દસેક રૂપિયાના મૂલ્ય જેટલું આ અનાજ સો રૂપિયામાં ખરીદી લઉં છું, જેને હું પક્ષીઓના ચણ માટે દાન કરી દઈશ!’ ભલા, આનાથી વધારે મોટું બાપની વસિયતનું કોઈ પાલન હોઈ શકે ખરું!!!

-વલીભાઈ મુસા

One response to “ત્યાગ કે છુટકારો?

 1. pragnaju જૂન 29, 2021 પર 4:40 પી એમ(pm)

  મજાની ગંમત…યાદ આવે –
  કેટલીક વ્યક્તિઓ પોતાના વીલને અમર બનાવવા,તેમાં કેટલાંક ખાસ વાક્ય લખે
  છે, ચાલો આવાં કેટલાંક ` Last Wills – Last Laughs નાં hilarious
  quotations ` માણીએ.
  *(ગુસ્સો) ” મારી ઉપપત્ની, જેને હું કાયમ, મારા વીલમાં સ્થાન આપવાનું,
  કાયમ વચન આપતો હતો, ફક્ત તેનેજ છેલ્લા , ` જે શ્રીકૃષ્ણ વહાલી …?”
  ——
  * (બદલો) ” મારા ખાતામાં પડેલી, રૂપિયા એક કરોડની રકમ, મારી પત્નીને,
  માત્ર શરાબ અને જુગારમાંજ ખર્ચ કરવાની શરતે આપવી,જેણે મને, આમ કરતાં આખી
  જિંદગી ટોક-ટોક કર્યો છે.”
  ———-
  *(બેવફાઈ) ” મારી સંપત્તિનો ૯૯ % હિસ્સો મારા વફાદાર કૂતરા ટોમીને અને ૧
  % હિસ્સો મારી બેવફા પત્નીને.”
  ——-
  *(ગાંડપણ) ” મારી સમગ્ર સંપત્તિથી, કાંકરિયા તળાવને વર્ષમાં એકવાર,
  શરાબથી ભરીને, તેમાં દરેકને નહાવાની છૂટ આપવામાં આવે..!!”
  —–
  *(મર્મભેદી) ” મારી તમામ સંપત્તિ, કૉલેજોને દાનમાં આપી, મારાં ભણેલાં
  છતાં અભણ સંતાનોને દરેકને, રૂપિયો- ૧/ શબ્દમાં એક,વારસામાં આપવો, જેમણે
  મને જીવનમાં, ક્યારેય વહાલ નથી કર્યું.”

  * (વિચિત્ર) ” હું નિસંતાન છું, મારી રૂપિયા ૧૦૦/- કરોડની સંપત્તિ,
  કોકિલાબહેનના ગરીબ દીકરા મૂકેશ અને અનિલને પરસ્પર કૉર્ટકેસ લડવા, વકીલ ફી
  ચૂકવવા આપવા.”
  —-
  *(રોષ) ” હું વાંઢો છું, મારી સંપત્તિનો ૫૦ % હિસ્સો, રાહુલ મહાજનને,
  વારંવાર સ્વયંવર કરવા અને ૫૦ % હિસ્સો સ્વયંવર બાદ ત્યક્તા હોય તેવી
  કન્યાઓના ભરણપોષણ માટે આપવો.”
  —– બે જણની વસિયત જે વાંચતા મન પ્રસન્ન થાય એક સુરેશજીનુ
  કદાચ હું કાલે નહી હોઉં-
  કાલે જો સુરજ ઉગે તો કહેજો કે
  મારી બિડાયેલી આંખમાં
  એક આંસુ સુકવવું બાકી છે;

  કાલે જો પવન વાય તો કહેજો કે
  કિશોર વય માં એક કન્યાના
  ચોરી લીઘેલા સ્મિત નું પક્વ ફળ
  હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;

  કાલે સવાર છલકે તો કહેજો કે,
  મારા હ્રદયમાં ખડક થઇ ગયેલા
  કાળમીંઢ ઇશ્વરના ચુરેચુરા કરવા બાકી છે;

  કાલે જો ચન્દ્ર ઉગે તો કહેજો કે
  એને આંકડે ભેરવાઇ ને બહાર ભાગી છુટવા
  એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
  કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
  મારા વિરહી પડછાયા ની ચિતા
  હજી પ્રગટાવવી બાક છે.
  કદાચ હું કાલે નહીં હોઉં.
  —-અને બીજા આતાજી
  મર જાઉં જબ મૈ યારોં, માતમ નહિ મનાના
  ઉઠાકે જનાઝા મેરા પ્રભુ નામકો સુનાના
  લાકે ચિતાપે મુજકો ઉલ્ફતકે સાથ રખના
  કોઈ એક લડકી કે હાથો ચિતાપે આગ લગાના

  પ્રભુ નામ લેતે લેતે સબ અપને ઘરકો જાના .
  માસૂમ લડકિયોંકો અચ્છા ખાના ખીલાના
  “અતાઈ “કો ભૂલ જાના સમજો વો થા ફસાના
  ઉલ્ફતકો સાથ લેકે, જન્નતકો ચલા જાના

  જગત માત્રના કલ્યાણ માટે પોતાના અસ્થિનું જીવતાજીવ અર્પણ કરનાર દધીચિ સદાયને માટે
  દાન ને આદર્શ બનાવ્યું જેમા વસિયતનામુ જરુરી નથી પણ અમે એવા જોયા છે જે જીવતાજીવ પોતાનું શ્રાદ્ધ, મુંડન કરી સર્વસ્વ દાન કરે છે.
  ” સુતો છે મૂરખ એક, જુવો ને, લાં..બી સોડ તાણીને,
  લખ્યો ન શબ્દ છેક, મુવો છે, ટંટાની જડ ઘાલીને..!!” હવે તો વસિયત ખોટી પુરવાર કરનાર વકીલો છે તેથી માથે મોટું દેવું હોય તો, વસિયતનામું જરૂર રજિસ્ટર્ડ કરાવજો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: