હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૪૭

સોફાના બંને છેડે હુતી અને હુતો. હુતી મોબાઈલમાં મગ્ન. હુતો હુતીની મજાક કરવાના મુડમાં. હુતાએ શરૂ કર્યું, ‘હું તારા ઉપર એક માઈક્રો વિડીયો બનાવવા માગુ છું. તું તૈયાર છે?’ 

‘હા જ તો. હિરોઈન બનવાના કોને કોડ ન હોય! બાય ધ વે, પૂછું છું કે સીન કેવો છે?’ 

’તારે ધીમે ધીમે પાણીમાં ચાલવાનું. કોઈ ડાયલોગ નથી. વીડિયો મૂક છે.’ 

’તારા વીડિયોનું ટાઈટલ શું હશે?’ 

’ભેંસ પાણીમાં જાય છે.’

હુતી વીફરી, ફોન ટિપોય ઉપર મૂક્યો અને સોફાના તકિયાના પ્રહાર ઉપર પ્રહાર કર્યે રાખતાં બોલતી ગઈ, ‘આ ફિલ્મ તો પાડા ઉપર પણ બની શકે ને!’

(ભાવાનુવાદ અને સંવર્ધન)       

Courtesy : FB Reels and Short Videos (વીડિયો ખોવાયો, અન્યથા મજા પડી જાત!) https://www.facebook.com/kulwant.dhillon.75641/videos/323769932652333/

* * *

ઉપહાસસંહિતા :

અહીં તો આંતરિક દાંપત્ય મામલો હતો, એટલે તે તકિયાપ્રહારથી સુખાંત પામ્યો; અન્યથા મામલો ભયંકર સ્વરૂપ પણ ધારણ કરી શકે! ઉપહાસ કે મશ્કરીની પણ આચારસંહિતા હોય છે. પોતીકું જણ ન હોય તેવાઓની મજાક ભારે પણ પડી શકે!

નીચેનો સ્વયંસ્પષ્ટ (Self Explanatory) કાવ્યાંશ ઉદાહરણીય છે :    

“દિલ્લગી અચ્છી નહિ!
’આવા ભડબળિયા ભાસો,
અને તોય દળણાના ડબ્બા માથે ઊંચકી ફ્લોરમિલે જાઓ, છતા બૈરે!
આ તો સ્ત્રૈણ લક્ષણ કહેવાય, તમને તો નહિ અમને શરમ આવે, ઓ ભાભા!’
અને એકદા બૂમિયા ઢોલે ભાભા હળની કોશ લઈ ભાગે ઢોલ અવાજે.
સામે મળ્યો પેલો મશ્કરિયો, ભાભાએ ઢોલઝનૂને કોશ વાળી દીધી તેની ગરદન ફરતે!
’અરે, અરે! આ શું કીધું? કોશ જલ્દી ઉખેળો! હું ક્યાં લગણ લઈ ફરીશ?’
’રાહ જો બેટા, નવા બૂમિયા તક! હાલ કશું વળે નહિ! હવે ટીખળ કરીશ?’
નિમિત્ત બન્યું ટીખળ, દિલ્લગી અચ્છી નહિ!”

(વલદાના હાસ્યકાવ્ય ‘દિલ્લગી અચ્છી નહિ!’નો એક અંશ)

-વલીભાઈ મુસા (હાસ્ય દરબાર રત્નાંક – ૯)

One response to “સંવર્ધિત જોક્સ – ૪૭

  1. pragnaju જૂન 27, 2021 પર 8:51 એ એમ (am)

    આ ફિલ્મ તો પાડા ઉપર પણ બની શકે ને!’…
    ભેંસ આગળ ભાગવત કહેવાય પાડા આગળ ભાગવત સાંભળ્યું કદિ ? ભેંસ ભાંભરી
    …………………………………..
    નિમિત્ત બન્યું ટીખળ, દિલ્લગી અચ્છી નહિ!”
    દિલ્લગી માટે તો જીવન છે.
    દિલ્લગી તો કરતા જ રહેવાનું.
    ગમે તે ચીજમાં દિલ લગાવો –
    એટલે દિલ લગી દિલ્લગી જ દિલ્લગી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: