હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૩૧

‘ચાલો બાળકો, જવાબ આપો. મુરઘી શું આપે?’

‘ઈંડુ’

’આંબાનું ઝાડ શું આપે?

’કેરી’

’અને અઠ્ઠીકઠ્ઠી તંદુરસ્ત ભેંસ શું આપે?’

’હોમવર્ક!’

(વર્ગમાં સન્નાટો!)

(ખાંખાંખોળાંમાંથી અનુવાદિત)

= = = = =

ભાષ્ય: પ્રશ્નો ઉપરથી લાગે છે કે બાલમંદિરનો વર્ગ હોવો જોઈએ. નાનાં બાળકો એવાં નિખાલસ હોય છે કે મનમાં જે આવે તે બોલી નાખે. ડેન્માર્કના હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન ની વાર્તા ‘The Emperor’s New Robes’(સમ્રાટનો નવો પોષાક) માં એક બાળકે રાજાને લંગોટીભેર જાહેર કર્યો હતો, જ્યારે કે આખું  નગર રાજાની હાથી ઉપરની સવારીનું મૂક પ્રેક્ષક બન્યું હતું. (વાર્તા આ લિંકે https://musawilliam.wordpress.com/2010/04/21/moorkhata/ વાંચી શકાશે)

-વલીભાઈ મુસા (Will)

= = = = =

(Abridged, adapted, summarized, edited  and translated  from English Jokes – All credit goes to ‘Copy Right’ possessors.)    

4 responses to “સંવર્ધિત જોક્સ – ૩૧

 1. pragnaju મે 25, 2021 પર 8:44 એ એમ (am)

  ભેંસ વાતે યાદ આવે
  બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે.
  ભેંસ પાડી શકે છે રાત.
  પૂંછડીની પીંછીથી લસરકા મારીને એ સાંજને રંગે છે પોતાના રંગમાં.
  ને કાળી કરે છે ઈંટાળી ગમાણ.
  કાળૉ કરે છે રાખોડી ખીલો.
  સાંકળ પરનો છીંકણી કાટ પણ કાળો કરી દે છે.
  બધું કાળું કરીને એમાં કાળું કાળું ઊભી રહે છે ભેંસ.
  બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે.
  ભેંસ સ્થિતપ્રજ્ઞ.
  મોઢા પર માખ બેસે તો બેસવાય દે.
  આ જોને,
  એના આંચળની દોલતથી ગેમરિયો માલદાર થઈ ગ્યો,
  પ્રવીણભાઈનું કોલેસ્ટેરોલ વધી ગ્યું,
  કાનુડાએ મટકી ફોડી,
  રમાકાકી મેળવણ માંગવા આયાં,
  ગોમટેશ્વર નાહ્યાં,
  કુરિયન કિંગ થઈ ગ્યા ચરોતરના,
  અશ્વત્થામાએ હઠ પકડી,
  પણ ભેંસ સ્થિતપ્રજ્ઞ.
  આટલું થ્યું
  તોય મોઢા પરની માખ ના ઊડી.
  સૌમ્ય જોશી

  Like

 2. સુરેશ મે 25, 2021 પર 7:21 એ એમ (am)

  કોઈને યાદ હોય તો ….
  જ્યોતીંદ્ર દવે એ લખેલી એક હાસ્ય કવિતા – મહિષી . યાદ આવી ગઈ.

  Like

  • pragnaju મે 25, 2021 પર 9:06 એ એમ (am)

   મહિષી વાતે
   ત્વં જનસ્થાનાત્ રાવણેન બલાત્ અપહૃતા સીતા અસિ યદિ તત્ પૃચ્છતઃ મમ આચક્ષ્વ |
   તે ભદ્રં અસ્તુ||તવ દૈન્યં અતિમાનુષં રૂપં વ તપસા અન્વિતઃ વેષઃ યથા ત્વં ધ્રુવં રામ મહિષી||
   Are you Sita that was brought by force from Janasthana by Ravana , if you are that please tell me. May god bless you. Your plight, superior human form, your robes marked with asceticism , as such you certainly look like Rama’s queen.
   હું તમને કદી નવ સંભારતો, લાવતો ઘાસ મહિષી ચારતો.
   નવ જાણતો ધોળાપર કાળો, ભાભીએ મને કીધો ગોવાળો;
   સદાશિવે મને કીધો દાસ, દેખાડ્યો મને અખંડ રાસ.
   મેં જોયો તમારો વિલાસ, તેવો મેં કીધો અભ્યાસ,
   લોક બોલે મને ઉપહાસ, મારે મન તારો વિશ્વાસ.
   બોલાવિએ પોતાનો કહી, તેને ત્રિકમ તજિએ નહીં;
   ખીચડો જમવા આવ્યા નાથ, હું માટે કીધા પંચ હાથ.
   હું મધ્ય રાતે તરશ્યો જાણી, ઝારી લઇને પાયું પાણી;
   મને સાચો કીધો કોટી વાર, હુંડી શિકારી શ્રીમોરાર.
   તમો તે રીતે મોસાળું કરો, ઠાલી છાબ સોનૈએ ભરો;
   જો નહિ આવો સુંદરશ્યામ, તો નગર સાથે છે કામ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: