હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૨૦

હું ટ્રાફિક સેફ્ટી કન્સલન્ટન્ટ તરીકે ઘણી સંસ્થાઓમાં મારો અકસ્માતોના નિવારણ માટેનો વાર્તાલાપ આપતો હતો. એક રાત્રે શિક્ષકો અને વાલીઓના એવા એક પ્રોગ્રામમાં મેં મારું વક્તવ્ય પૂરું કર્યું, ત્યારે તેના આયોજકે મારો આભાર માનતાં મને પુરસ્કાર તરીકે પચાસ ડોલરનો ચેક આપ્યો. મેં વિવેક બતાવતાં કહ્યું, ‘આ તો મારી ફરજના ભાગરૂપ છે. શું હું આ રકમ આપની સંસ્થાના એવા કોઈ શુભ કાર્ય માટે ફંડ તરીકે આપી શકું ?’ પેલી આયોજકે જવાબ આપ્યો, ‘અલબત્ત ! અમે અમારા ફંડ એકત્ર કરવાના આગામી પ્રોગ્રામમાં તમારા આ નાણાનો ઉપયોગ કરી શકીશું કે જેથી અમે મોટી ફી ચૂકવીને સારા વક્તાને મેળવી શકીએ.’ (S. Dean Spence – RD)

= = = = =

ભૂતિયા લપડાક (Ghost Slap) : આ એવી લપડાક હોય છે કે જે કોઈને દેખાય નહિ, પણ જેને પડી હોય તેને જ ખબર પડે કે કેટલી માત્રામાં ચચરે છે! બિચારા વક્તા જડ તક્તા જેવા બની ગયા. અહીં તો વક્તાના એક જ વક્તવ્યને સરપાવ અપાયો, પણ બીજા ઠેકાણે તો આયોજકે એક વક્તાના વક્તવ્યની એવી પ્રશંસા કરી કે ‘સાહેબ, આપનાં ઘણાં વક્તવ્યો સાંભળ્યાં છે, પણ આપનું આજનું વક્તવ્ય ખરે જ દમદાર હતું!’  લ્યો, હાદજનો, જોયું? વક્તાનાં આગળનાં તમામ વક્તવ્યો ઉપર રીજેક્શનની કાતર ફરી વળી ને!       

-વલીભાઈ મુસા (Will)

= = = = =

(Abridged, adapted, summarized, edited  and translated  from “Reader’s Digest” [(January –  2003) – All credit goes to ‘Copy Right’ possessors.)]

2 responses to “સંવર્ધિત જોક્સ – ૨૦

 1. સુરેશ મે 7, 2021 પર 6:15 પી એમ(pm)

  પણ….
  પણ…
  પણ….
  જો એ વક્તા અમદાવાદી હોત તો વાત કાંઈક ઓર જ હોત !

  Like

 2. pragnaju મે 7, 2021 પર 10:37 એ એમ (am)

  લપડાક મારી રમુજ કરી -મરક મરક
  સાથે બીજા વક્તા ની બોડી લેંગ્વેજ, કમ્યુનિકેશન સ્કીલ અને અવાજ વધુ સારો છે ઉમેરવા…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: