હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વિશ્વ કાર્ટૂનિસ્ટ દિવસ

હાદજન જતિન ભાઈએ નીચેનું કાર્ટૂન મોકલ્યું , ત્યારે ખબર પડી કે, આજનો સપ્પરમો દિવસ શેના માટે છે ? !

એ વિશે વધારે વિગત અહીં …..

હાદજનોને કદાચ ખબર નહીં હોય કે, હાસ્ય દરબારની શરૂઆત એક કાર્ટૂનથી થઈ હતી !

એ આપણી પહેલી પોસ્ટ આ રહી.

* * *

આ કાર્ટુનનો જન્મ!

“ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ફરી પોસ્ટ કર્યું જે હાસ્ય દરબારની શરૂઆત થઇ ત્યારે મારું પ્રથમ કાર્ટુન પબ્લીશ થયેલ. હાસ્ય દરબાર ટીમનો ખૂબ ખૂબ આભાર.

વર્ષો પહેલાંની વાત છે, અમારો ગુજરાતી સમાજ નવરાત્રીમાં ગરબાનું આયોજન કરે છે, અને દર વર્ષે ભારતથી ગાવાવાળાનું ગ્રુપ સ્પોન્સર કરે છે, સ્કુલનો ઝીમનેશીયમ હોલ ભાડે રાખી એમાં ગરબાનું આયોજન થતું હોય છે, હોલ ખીચો ખીચ ભરાઇ જતો હોય છે, બંને બાજું સ્ટેડીયમ સીટીંગ્ઝ પણ મારા જેવા ગરબા જોવાવાળા અને માણવાવાળાથી ભરાઇ જતી હોય છે, ફુલ બ્લાસ્ટમાં એસી ચાલું હોય, છતાં પણ ગરમી લાગતી હોય છે. ગરબાની રમઝટ પણ ફુલ બ્લાસ્ટમાં ચાલતી હોય છે, અને “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ગરબો લેવાય છે.., મારું કાર્ટુનિસ્ટનું મગજ તો ક્યાંક જુદી દિશામાં માં જ ચાલતું હોય છે, વળી બીજા દિવસની ડેડ લાઇન હોય, લોકો મોંડી રાત્રે ગરબામાંથી ઘરે આવ્યા હોય, છતાં વહેલી સવારે ચાની ચુસકી લેતાં લેતાં ગઈ કાલના ગરબા પર મહેન્દ્ર શાહે કયું કાર્ટુન બનાવ્યું હશે, એ લેપટોપ ખોલી જોવાની ઇંતેજારી રોકી શકતા ના હોય! મારી આ જવાબદારી નાનીસૂની નથી! મોંડી રાત્રે ઘરે આવ્યા પછી પણ પત્નીના કકળાટને ઉપરવટ જઇ ડ્રોંઇંગબોર્ડ પર તો જવાનું જ, આખા ગામની બહેનોને ખુશ રાખવાની ને?

હા, તો “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ગાવાની શરુઆત થઇ, સ્ટેજ ત્રણ ચાર બહેનો, ત્રણ ચાર ભાઇઓ અને વાજીંત્રો વગાડવાવાળાના કાફલાથી, વાજીંત્રોથી, અને પાછળ પેડસ્ટલ પંખાઓથી ખીચોખીચ. મને એમ થયું કે હોલ ચીક્કાર હોવાને કારણે એસી ફુલ બ્લાસ્ટમાં છે છતાં ગરમી લાગે છે, એટલે ગવૈયાઓની સુવિધા ખાતર સ્ટેજ પર પેડસ્ટલ પંખાની સગવડ કરી છે, અને પંખા ફુલ બ્લાસ્ટમાં ચાલું હોવાથી પવનનો સુસવાટો ગાવાવાળી બહેનો પર પડે છે, અને એના લીધે બહેનોની ઓઢણી ઉડવા માંડે છે ને વારે  વારે ઓઢવાનો પ્રયત્ન કરે છે, આ વ્યથા માઈક પર ગરબા ગાતાં ગાતાં પ્રદર્શિત કરે છે!

એ જ સમયે સમાજના કાર્યક્રરોને મેં આમ તેમ દોડાદોડી કરતા જોયા, મને શંકા ગઈ કે જરુર આ કાર્યક્રરો આ ગાવાવાળી બહેનોની વ્યથા ઉકેલવા દોડાદોડી કરતા લાગે છે, વર્ષોના અનુભવે એમને શીખવેલ, કે આ ગાવાવાળાઓનો મુડ કેવો હોય છે?  જો જરાક પણ ફટકશે તો હોટલ પર એમના ઉતારે માઈક મૂકી ભાગી જશે! એમની આગતા સ્વાગતામાં જરા પણ કસર આવી તો ખેલ ખતમ!  એટલે જ મેં મારું કાર્ટુનિસ્ટ મગજ કામે લગાવી ધારી લીધું કે જરૂર આ વ્યવસ્થાપકો એમના સહ કાર્યક્રરોને કહેતા લાગે છે કે ક્યાંકથી બે ચાર સેફ્ટી પીન્સ લઇ આવો ને, તો આ બહેનોને આપી આવું, અને એમની ઉડતી ઓઢણી અને બ્લાઉઝમાં ખોસે તો ઉડતી ઓઢણી કાબૂમાં આવે ને “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ બરાડા પાડી પાડી માઈક પર ના ગાય! હવે આટલી ગીડદીમાં, અને એ પણ મારી જગ્યા જતી રહેવાના ડરે સ્ટેડીયમ સીટીંગ પરથી દસ પગથિયાં ઉતરી સાહસ કરી  હું એમને ક્યાં કહેવા જાઉં કે મારી પત્ની પાસે સેફ્ટી પીન્સ છે, એ હંમેશ એની પર્સમાં રાખતી હોય છે, જ્યારે પણ લેડીઝ રૂમમાં જાય, ત્યારે એની બહેનપણીઓ પૂછતી હોય છે, “ અલી, તારી પાસે સેફ્ટી પીન છે?”

 આમ “ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય..,” કાર્ટુનનો થયો જન્મ!


મહેન્દ્ર શાહ

3 responses to “વિશ્વ કાર્ટૂનિસ્ટ દિવસ

 1. pragnaju મે 5, 2021 પર 7:59 પી એમ(pm)

  What is the context?
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, જે ગીતના બોલ પર રમુજી કાર્ટુન છે
  અને કોરોના કાળમા પણ હા દમા’ હસનારાની સાથે હસવાનું ઘટે’
  રડનારાની સાથે રડવું તેમ જો
  એક બીજાનાં આંસડાંઓ લૂછતાં
  ઊંચે ચડશો સ્ત્રી પુરૂષો સૌ એમ જો
  સાંભળજો વ્હાલાઓ વચનો દીનનાં

  ભૂતદયા છે ધર્મ બધાંના મૂળમાં
  સઘળાંયે સંતોનો એ ઉપદેશ જો
  દિવ્ય દયાસાગર યાચંતા આપજો
  દીન જનોને અમને એનો લેશ જો
  સાંભળજો વ્હાલાઓ વચનો દીનનાં
  -મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

  Like

 2. dhavalrajgeera મે 5, 2021 પર 4:05 પી એમ(pm)

  Dear Mahendra,
  We welcome you as one of our Diamond and The Team of Hasyadarbar honored you by श्री वलीदा as” हास्य दरबार एक रत्न.
  धवलराजगिरा- Dhavalrajgeera

  Liked by 1 person

 3. pragnaju મે 5, 2021 પર 1:25 પી એમ(pm)

  *ઈતિહાસમાં આજે:પ્રસિદ્ધ કાર્ટૂન કેરેક્ટર ટિનટિનનો આજે 101મો જન્મ દિવસ, તેને બનાવનારની એક અંતિમ ઈચ્છા હતી
  સુપ્રસિદ્ધ કાર્ટૂન કેરેક્ટર ટિનટિનનો આજના દિવસે વર્ષ 1929માં જન્મ થયો હતો. ટિનટિન સૌથી પહેલા બેલ્જિયમના અખબારમાં નજર આવ્યા હતા અને તેમની કાર્ટૂન સિરીઝનું નામ હતું ‘ધ એડવેન્ચર ઓફ ટિનટિન’ વિશ્વમાં ટિનટિનની કોમિક્સની 35 કરોડથી વધારે નકલોનું વેચાણ થઈ ચુક્યુ છે અને 100થી વધારે ભાષામાં તેનું અનુવાદ થયુ છે.
  ટિનટિન કેરેક્ટરને બેલ્જિયમના કાર્ટૂનિસ્ટ જ્યોર્જિસ રેમીએ લખ્યુ હતું. જ્યોર્જિસને હર્જે નામથી પણ ઓળખવામાં આવતા હતા.
  જ્યોર્જિસની કોમિક્સમાં ટિનટિન વિશ્વના વિવિધ દેશોનો પ્રવાસ કરી તેમના રહસ્યોને ઉકેલે છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે જ્યોર્જિસ રેમીએ ક્યારેય તે દેશનો પ્રવાસ કર્યો ન હતો કે જ્યાં ટિનટિન કોમિક્સમાં જતા હતા. ટિનટિન સાથે એક ડોગ પણ રહેતો હતો, જેનું નામ સ્નોવી હતું.
  ટિનટિન અંગે અનેક ફિલ્મો પણ બની છે. તે પૈકી પાંચ ફિલ્મો જ્યોર્જિસ જીવિત હતા ત્યારે રિલીઝ થઈ. વર્ષ 1983માં જ્યોર્જિસનું મૃત્યુ થયું. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ કોઈ અન્ય આર્ટિસ્ટ ટિનટિન પર કોમિક્સ ન બનાવે. ટિનટિન પર કુલ 24 કોમિક્સ છપાઈ છે. છેવટે કોમિક્સ 1986માં આવી હતી.
  ******************************************
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
  ના ના રે રહેવાય, ના ના રે સહેવાય,
  ના કોઈ ને કહેવાય..

  ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
  તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,
  મારાં હૈયામાં કૈં કૈં થાય..
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

  ઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..
  હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
  ઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,
  હાય હાય હાય નીતરે નીર, નીતરે નીર.
  રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,
  ઇ તો અડતા કરમાય..
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

  ઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..
  હો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.
  હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,
  મને મરવાનું થાય..
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

  હાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,
  હાય હાય હાય વારંવાર..
  ઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,
  હોયે હોયે હોયે નમણી નાર..
  મારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય
  ના ના રે બુજાય..
  ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
  આ ગીત સાંભળતા/ગાતા કાર્ટુન જોવાનો પ્રયોગ કર્યો- તો ઘરમા બધાને શંકા થઈ કે કોમ્પ્યુ. ઓબસેસીવ.કંપલઝનનું કાંઈ કોંપલીકેશન જેવું લાગે છે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: