હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૧૯

હું એક નર્સિંગ હોમમાં નર્સ તરીકે કામ કરતી હતી. દરેક નવા જન્મનાર બાળકના પિતાને તેમના હાથમાં તે બાળક સોંપી દઈને તેનું વજન કહી દેવાનો હું પડકાર ફેંકતી હતી. કેટલાક પિતા બાળકના ખરા વજનની લગભગ નજીકનું વજન કહી બતાવતા હતા. એક વખતે મારા આશ્ચર્ય વચ્ચે એક પિતાએ તેના બાળકનું વજન ગ્રામ સાથેનું ચોક્કસ કહી આપ્યું. મેં તેમને કહ્યું, ‘ખરે જ, આ તો નવાઈ પમાડનાર કહેવાય !’ પેલા પિતાએ જવાબ આપ્યો,’ એમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. આવું તો હું દરરોજ કરતો હોઉં છું. હું કસાઈ છું.’ (Nola Faria – RD)

= = = = =

સ્વભાવગત અનુક્રિયા (Habitual Response) : કસાઈભાઈને છાતીમાં ગભરામણ રહેતી હતી એટલે કાર્ડિઓલોજિસ્ટનો અભિપ્રાય લેવાનું વિચારીને પોતાનો કેસ કઢાવી જેવા તેઓ ડોક્ટરના કન્સલ્ટીંગ રૂમમાં ઘુસવા જતા હતા, ત્યાં નર્સે આડો હાથ ધરીને ‘વેઈટ પ્લીઝ’ કહ્યું. પેલા મહાશય નર્સના હાથને ઝાટકો મારીને ૭૮.૯૦૦ કિલોગ્રામ કહીને અંદર ઘૂસી ગયા.

-વલીભાઈ મુસા (વલી ‘કાણોદરી’)

= = = = =

(Abridged, adapted, summarized, edited  and translated  from “Reader’s Digest” [(January –  2003) – All credit goes to ‘Copy Right’ possessors.)]

4 responses to “સંવર્ધિત જોક્સ – ૧૯

 1. સુરેશ મે 5, 2021 પર 3:40 પી એમ(pm)

  178 pounds !  —-


  —-


  —-


  —-


  —-


  —-  Su Ja – weight !

  Like

  • Valibhai Musa મે 5, 2021 પર 7:15 પી એમ(pm)

   ૮૦.૭૪ કિલોગ્રામ. ભાવ તથા જ્યોતિબેનની સંમતિ જણાવશો, જેથી તમને આખેઆખા ખરીદી લેવાની ખબર પડે. ડિલીવરી F.O.R. છે કે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અમારે ચૂકવવો પડશે? ભાવ વ્યાજબી રાખશો જેથી Re-sale કરવાથી મને થોડોઘણો નફો મળી રહે. જય હાસ્ય દરબાર !

   Like

 2. pragnaju મે 5, 2021 પર 10:41 એ એમ (am)

  કસાઈ વજન જાણવામા ચોક્કસ હોય છે!
  કસાઈ- ખાટકી વાતે પંક્તિઓ યાદ આવે
  ખચોખચ જોરે હાથે માંસ તોડે મુખે જપે રામનું નામ…!અને તે નીતિ પ્રમાણે વજન આપતો તેથી સંત કહેવાયો!
  આ ખાટકીને ઠંડી ક્યાંથી પડે, જમાદાર !
  આ ધાબળા, આ ઊન, મારી ધરપકડ કરો !
  તમે તો થીજીને ઊભા રહી ગયા છો
  અને તમારી નજર સામે જ
  વંદાઓ શેરી ઓળંગી જાય છે
  ખાટકીની દુકાનેથી ભઠિયારાની દુકાને ચાલ્યા જાય છે.
  .

  વલીજીની સ્વભાવગત અનુક્રિયા…મરક મરક

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: