હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એક અધૂરું પ્રેમકાવ્ય – અનિલ ચાવડા

વર્ષો બાદ એણે ખુદ સામેથી મને કહ્યું,”આઈ લવ યુ, ડૂ યૂ લવ મી?”
ત્યારે હું
એક ઊં…ચા પર્વતની ટોચ પરથી
ખીણ તરફ ઢળેલા ઝાડની ડાળી દાંત વચ્ચે દાબીને
કપાયેલા બે હાથ સાથે
નિ:સહાય લટકી રહ્યો હતો,
જો બોલુંતો ખીણમાં જાઉં
અને
ન બોલું તો પણ….

– અનિલ ચાવડા
આ કવિતાનું પઠન પણ સાંભળોઃ

દીર્ઘ રચના * સાભાર સ્વીકાર

3 responses to “એક અધૂરું પ્રેમકાવ્ય – અનિલ ચાવડા

 1. સુરેશ મે 4, 2021 પર 10:32 એ એમ (am)

  અનિલભાઈ મોટા ગજાના કવિ કહેવાય, એટલે આપણે માશાલ્લા તો શું ઈનાયત કહેવું પડે. પણ ભલાદ’મી આમ દાંત વડે ડાળી ચ્યમ પકડવી પડી?
  એના કરતાં હાસ્ય દરબાર પર ‘દાંત કાઢવા’ આવતા હો તો?

  Like

  • Valibhai Musa મે 4, 2021 પર 12:15 પી એમ(pm)

   હાદ ઉપર પદાર્પણ થયું તો છે જ ને! ખૂબ વ્યસ્ત રહેતા મનેખને શરમે શહીદ નોં કરાય. મેં તો હઝલ માગી હતી અને આપણને બબ્બે વીડિયો સાથેની હાસ્યરચના મળી. હવે ભાયા વાર્તાઓ તરફ વળ્યા છે, જે ગુજરાતી સાહિત્યની ખુશનસીબી છે. તેમની વાર્તાઓમાં કવિજીવ પરોવાયેલો જોવા મળે છે. આપણી હોટલમાં યોજાયેલ એક લઘુ મહેફિલમાં તેમની હાજરીએ રંગ જમાવ્યો હતો. ‘કુમાર સંભવમ’માં એક આ મતલબનો શ્લોક આવે છે : ‘પવનને કોણ કહેશે કે તું અગ્નિનો પ્રેરનાર થા.’ તેઓ આ પ્રતિભાવ વાંચીને હાદમાં જોડાઈ જાય તો આપણાં અહોભાગ્ય!

   Like

 2. pragnaju મે 4, 2021 પર 9:20 એ એમ (am)

  કવિશ્રી અનિલ ચાવડાનુ આ રમુજ કરાવવાનુ સ્વરુપ ગમ્યું. આવી બીજી વીડીયો હોય તો માણવાની ગમશે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: