હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મેં ઇધર જાઉં યા ઉધર જાઉં

સ્વ. ભરત પંડ્યા

હાસ્ય દરબારના બહુ જૂના અને લાંબા વખત સુધી સાથી રહેલા ભભૈ હવે નથી. પણ આકસ્મિક એમનું એક લખાણ પોસ્ટ કર્યા વગરનું મળી આવ્યું. એમને યાદ કરીને એ અહીં રજુ કરું છું –

પ્રત્યેક વ્યક્તિના રોજીદા જીવનમા એવા પ્રસંગો બનતા હોય છે જ્યારે તેને શું કરવુ તેવી મુંઝવણ થતી હોય છે. સામે આવેલા પર્યાયમાંથી કયો પસન્દ કરવો તે સમજાતું નથી.
હું એકવાર વાંદરા ( મુંબઇ) થી પાર્લા મારી ઓફિસે રિક્ષામાં જઇ રહ્યો હતો . ઓફિસે પહોંચી મે કેટલું ભાડું થયું છે તેમ રિક્શાવાળાને પુછ્યું. મારે સત્યાવીસ રુપિયા આપવાના હતા. મારી પાસે છુટ્ટા ન હોવાથી મેં તેને દસ ની ત્રણ નોટ આપી. તેણે મને ત્રણ રુપિયા પાછા આપવાના હતા.
એણે મને કહ્યું ‘ સાહેબ મારી પાસે સિક્કા નથી’
મેં કહ્યું ‘જે હોય તે આપી દે”
એણે મને કહ્યું ‘મારી પાસે પાંચ રુપિયાનો સિક્કો છે , હવે જો હું તમને એ આપું તો વળી તમારે મને બે રુપિયા આપવાના રહે . હવે જો તમે ત્રણ રુપિયા જતા કરો તો હું તમારો કરજદાર થાઉ અને જો હું જતા કરું તો તમે મારા કરજ્દાર થાવ.સાહેબ બોલો તમારે શું કરવું છે ? ‘

મેં શું કર્યું તે નથી કહેતો. તમે હો તો તો શું કરો?

ભરતભાઈને તો પૂછવા જવાય એમ નથી.
પણ હાદજનો આ સવાલનો જવાબ આપશે તો વિવિધ અને રસિક વિકલ્પો જાણવા મળશે.

8 responses to “મેં ઇધર જાઉં યા ઉધર જાઉં

 1. jkv1950@yahoo.co.in મે 12, 2021 પર 1:05 એ એમ (am)

  એ ત્રણ રૂપિયા જતા જ કરાય. એમાં આપણને બહુ ફરક ના પડે પણ, રીક્ષાવાળાના કરજદાર તો ક્યારેય પણ ના જ થવાય…. જાદવજી વોરા

  Like

 2. સુરેશ એપ્રિલ 27, 2021 પર 5:05 પી એમ(pm)

  લેટેસ્ટ –
  મારી ઘરવાળીને આ વાત કરી. એ તો કે, “આવી નાંખી દેવા જેવી વાતમાં સલાહ આપવાની તે કાંઈ ફી લેવાતી હશે? લો , હું તમને સાવ મફતમાં સલાહ આપું, ઝવેરાતની દુકાન સિવાય બીજે ક્યાંય ગયાં હોઈએ ત્યારે નાની નોટો અને પરચુરણ જોડે રાખવું જ જોઈએ. આવી કોઈ બબાલ થાય જ નહીં . ———.”
  “——–” વાળી જગ્યાએ મને શું કહેવામાં આવ્યું હશે, એની મન ફાવે તેવી કલ્પના કરવાની છૂટ છે !

  Like

 3. pragnaju એપ્રિલ 27, 2021 પર 11:24 એ એમ (am)

  યાદ આવે મરીઝ
  દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ’મરીઝ’
  ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
  દલપતરામ કહે
  અંગ ઉધારે ઉપાડતાં , દિલે ડરરે ,
  કરજદાર કારભારિએ ,
  દિલે ડરજે રે લેણદારના થઈએ ગુલામ ,
  કરજ ; ન કરાય અદલ ઈનસાફ ,
  કરજ ; સગળાં કથન સાંખવાં પડે ,
  દિલે ડરજોરે , દેવું કરે તે દેવાળિયે આ
  અજ્ઞાતની વાત કરજ કરવુ
  આપવા પડે ત્યારે કહેવુ
  કોના આપ્યા તે તું રહી ગયો
  પણ અમે તો આવી વાતે જતા કરીએ અને ટીપ આપીએ
  યાદ કરે કોઇ મોટીબેન મળ્યા હતા .

  Like

 4. Valibhai Musa એપ્રિલ 27, 2021 પર 10:26 એ એમ (am)

  ખરા અમદાવાદી. મારા સૂચન પ્રમાણે ઊર્જા વેડફાય, જયારે તમારા જવાબ પ્રમાણે બંનેની ઊર્જા વધે અને બંને કર્જમુક્ત રહે. ધન્ય છે અમદાવાદી ભોમકાને કે જેણે તમારા જેવા બુદ્ધિશાળીઓને પોતાની ગોદમાં ઉછેર્યા. કવિ દાદ બાપુના આત્માના પ્રતાપે પ્રશસ્તિ લખાઈ ગઈ છે, હો કે!

  Like

 5. સુરેશ એપ્રિલ 27, 2021 પર 9:26 એ એમ (am)

  મને આમ આઈડિયા આવ્યો છે –
  એ પાંચ રૂપિયામાંથી રસ્તાની બાજુની લારીમાંથી મેં ત્રણ રૂપિયાની શિંગ ખરીદી. રીક્ષાવાળાને એના બે રૂપિયા આપી દીધા અને …
  બોનસમાં ચપટી શિંગ પણ !
  – અમદાવાદી

  Like

 6. Valibhai Musa એપ્રિલ 27, 2021 પર 6:33 એ એમ (am)

  રિક્ષાને સ્ટેન્ડ બાય રાખીને ત્રણ રૂપિયા જેટલો ઇંધણનો ધુમાડો થવા દેવો જોઈએ, બીજું તો શું? બીજો વિકલ્પ એ છે કે જેની પાસે વધારો રહે તે તેટલી રકમની ખેરાત કરી દે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: