હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મળતો નથી….

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી.

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી.

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી.

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી.

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!!

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી.

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી

-દેવિકા રાહુલ ધ્રૂવ

5 responses to “મળતો નથી….

 1. pragnaju એપ્રિલ 22, 2021 પર 10:43 એ એમ (am)

  માણસ હવે, માણસને કૈં મળતો નથી.
  ને જો મળે, તો એ હવે હસતો નથી.
  કોરોના કાળે સ્વયંભુ પાળવાની વાત

  Like

 2. સુરેશ એપ્રિલ 22, 2021 પર 8:56 એ એમ (am)

  લો ને ભાયા અમે તો આવી જઈએ, પણ મુઓ આ કોરોના નડે છે!

  Like

 3. dhavalrajgeera એપ્રિલ 22, 2021 પર 1:55 એ એમ (am)

  It is well describe in the Poem But,Only Thy know the Answer!🌷😷🌷

  Like

 4. dhavalrajgeera એપ્રિલ 22, 2021 પર 1:55 એ એમ (am)

  It is well describe in the Poem But,Only Thy know the Answer!🌷😷🌷

  Like

 5. Valibhai Musa એપ્રિલ 21, 2021 પર 6:31 પી એમ(pm)

  સાંપ્રતકાલીન સચ્ચાઈ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: