હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પિયર ગઈ, ગઈ ભલે (હઝલ-૨)

તકતી – લગાલગા લગાલગા લગાલગા લગાલગા

પિયર ગઈ, ગઈ ભલે, તરત જ આવ તું પ્રિયે
નહાવું મુલતવી અરે, તરત જ આવ તું પ્રિયે

બિઅર્ડ તો જટા થતી, ફકીર શો હું દીસતો
વિલંબ ના હવે ખપે, તરત જ આવ તું પ્રિયે

ઉદાસ કીર પિંજરે, તરત જ આવ તું પ્રિયે
વળી ઉદાસ છું હુંયે, તરત જ આવ તું પ્રિયે

દિવસ થયા ભલે જ કમ, થયા યુગો સમા પ્રિયે
તડપ ખમીશ ના હવે, તરત જ આવ તું પ્રિયે

સવારસાંજનાં અજીઠ વાસણો ભર્યાં ભર્યાં
મલિન સરવ, રફેદફે, તરત જ આવ તું પ્રિયે

સમજું હવે હું મૂલ્ય તવ, ગઈ તું જ્યારની ડિયર
તું મેઘ સમ વરસ ઘરે, તરત જ આવ તું પ્રિયે

વિરહ ન તું ખમી શકે, ‘વલી’ જરાય આટલો
મરણ સમે કહીશ કે, તરત જ આવ તું પ્રિયે?

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૦૭૧૨૧૭

4 responses to “પિયર ગઈ, ગઈ ભલે (હઝલ-૨)

 1. pragnaju એપ્રિલ 9, 2021 પર 10:21 એ એમ (am)

  પિયર ગઈ, ગઈ ભલે મજાની હઝલ
  ભાઇ સુજાની વાતે સંમત નથી.’ઉમર સમું લગી જુઓ.’
  પ્રોષિતનાયક · પ્રોષિતનાયિકા · પ્રોષિતપતિ · પ્રોષિતપતિકા · પ્રોષિતપત્નીક · પ્રોષિતભર્તૃકા · પ્રોષિતભાર્ય · પ્રોષિતમરણ · પ્રોષિતા…દરેક ઉમરે હોય છે.
  યાદ અપાવે–મા વલીભાઈ મુસાના આ હાસ્ય હાઈકુ ની –
  કરડી ખાધી
  આંગળી તમ યાદે
  લોજટેબલે!
  જેનો પતિ બહારગામ (વિદેશ) ગયો હોય તેવી સ્ત્રી માટે ગુજરાતીમાં બહુ જ ભારેખમ શબ્દ છે ‘પ્રોષિતભર્તૃકા’ અને આનો વિરોધી શબ્દ છે ‘પ્રોષિતપત્નીક’. સામાન્યત: બધા જ પ્રોષિતપત્નીકો સ્વયંપાકી (જાતે રાંધીને ખાનાર) નથી હોતા, પરિણામે ભાંગ્યાના ભેરુ અને સુખદુ:ખના સાથી તરીકે તેમના માટે લોજ જ સહારો બને છે. ‘રાણાજીના ભાલે ભાલો’ ન્યાયે હું પણ મોટા ભાગના ગુજ્જુઓની જેમ અંગ્રેજી શબ્દ Lodge નો અવળો અર્થ અહીં ‘વીશી’ જ કરું છું; બાકી, Lodge નો ખરો અર્થ ‘નિવાસ-સ્થાન’ અને Boarding નો અર્થ ‘વીશી કે ભોજનાલય’ થાય છે.
  આપણે હાઈકુ માથે આવીએ તો અહીં હાઈકુનાયક લોજના ટેબલે ભોજન આરોગી રહ્યા છે, પણ પત્નીનો વસમો વિયોગ તેમને સતાવી રહ્યો છે. પત્નીની યાદમાં ખોવાઈ ગએલા તેઓશ્રી મોંઢામાં કોળિયો મૂકતાં પોતાની આંગળીને બચકું ભરી બેસે છે. પત્નીની વિવિધ ભૂમિકાઓમાં એક છે ‘ભોજ્યેષુ માતા’; પણ વીશીનો મહારાજ ગમે તેવું ઉત્તમ ખાવાનું બનાવે, તો પણ પોતાની મૂછો અને મર્દાના વેશભૂષાના કારણે તે ‘માતા’ તો શું પણ ‘માસી’ (માશી= મા જેવી)નું સ્થાન પણ ન જ લઈ શકે!
  આ અંગે રાપાના વિચારો બહુ જાણીતા છે
  ‘જગતમાં પત્ની વિનાના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર છે કે તેને માટે શબ્દ પણ નથી જડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તુકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિતભર્તૃતા વિયોગના શૃંગારનું, વિધવા કરુણનું. પુરુષ પરણ્યો ન હોય તો ? વાંઢો. પરણ્યા પછી ? વળી પછી શું – પરણેલો, ધણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો ? તેનું નામ જ નહિ ? રાંડયા વિના વિધુર. બિચારો કોઈ પણ રસનું આલંબન નહિ : વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો, એમ ન હોય, તો લાગણી વિનાનો, નિર્દય અને સદાને માટે સ્ત્રીનું સૌંદર્ય ને સ્વાતંત્ર્ય હરી લેનારો ! ધણી એટલે જ મૂર્ખ. વિધુર એટલે બીજી વાર પરણવાનો ઉમેદવાર, ફાંફાં મારનાર, સ્ત્રી મળે તો પાછો ધણી અને ન મળે તો વાંઢો, સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો ? તો શું કંઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય ? અથવા ‘થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.’ પણ કોઈ દિલસોજી ધરાવે નહિ. દિલગીર દેખાવા જઈએ, પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહિ !’

  Liked by 1 person

 2. સુરેશ એપ્રિલ 8, 2021 પર 8:12 પી એમ(pm)

  વલી હવે જરા ખમો, ઉમર સમું લગી જુઓ.
  ભલે ગયાં, ઊભા રહો, ખુદા તણી દુઆ ચહો.

  Like

 3. Valibhai Musa એપ્રિલ 8, 2021 પર 10:51 એ એમ (am)

  ગુજરાતી ભાષામાં જેનો પતિ બહારગામ ગયો હોય તેવી સ્ત્રીને ‘પ્રોષિતભર્તૃકા’ કહેવાય; તો આનાથી વિરુદ્ધ હકીકતે ‘પ્રોષિતપત્નીક’ કહેવાય? ચાલો, કહેવાય કે ન કહેવાય; પણ આ હઝલમાં એવા ભાયડાના મુખે આ હઝલ કહેવાઈ છે. ગમે તો ગામને કહેજો, ન ગમે તો કોઈનેય ન કહેજો; ભલે ને બધા તમારા ભેળા મૂરખ બને! હાહાહા…હાહા..હા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: