હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કેવા અદ્ભૂત મિત્રો મળી ગયા?

સાભાર – શ્રી. પ્રભુલાલ ભારડિયા

કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા….

કોઈને હાર્ટએટેક આવી ગયા તો કોઈને ડાયાબીટીઝ થઈ ગયા…

કોઈ બિચારા વિધુર પણ થઈ ગયા…

કોઈ બીડી સીગરેટ ફંકતા થઈ ગયા તો કોઈ દારુ પીતા થઈ ગયા…

ઉંમર સાથે વધતા ,વર્ષો આપણી સાથે કળા કરી ગયા….

કોઈને લીફ્ટ મળી ગઈ ને કોઈ દાદરા ચડી ગયા….(મતલબ કે પૈસાદાર થયા)

કોઈએ સંઘર્ષ કર્યો.કોઈને સુખો સહેલાઈથી અડી ગયા….

દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા….

પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા…

કોઈની તબિયત સારી રહી તો કોઈ લથડી ગયા…

કોઈ લોઢા જેવા રહ્યા તો કોઈ બિચારા ઓગળી ગયા…

જીંદગી ના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા

યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ  થઈને ઠરી ગયા..

પણ એક વાતમાં આપણા સૌના નસીબ ઉઘડી ગયા_

આપણને સૌને અનાયસે કેવા અદ્ભૂત મિત્રો મળી ગયા.

અજ્ઞાત

2 responses to “કેવા અદ્ભૂત મિત્રો મળી ગયા?

  1. Neetin Vyas સપ્ટેમ્બર 17, 2018 પર 3:19 પી એમ(pm)

    very nicely written. Many thanks for sharing.

    Like

  2. મનસુખલાલ ગાંધી સપ્ટેમ્બર 16, 2018 પર 10:16 પી એમ(pm)

    એકદમ કેટલું બધુ સત્ય છે… ઘણા વખત બાદ મળતા બધાજ સીનીયર સીટીઝનોને આ લાગુ પડે છે…!!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: