હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રામ નામ લાડવા ગોપાળ નામ ઘી – પ્રેમજી પટેલ

જો ભાઈ, હું રીયો ભામણ ભટ્ટ, એટલે મારી વાતુંમાં લાડવા તો આવશે જ. હેવી ડાયાબીટીસ વાળાએ ઇન્સુલીનમાં લીન થયા પછી જ આગળ વાંચવું.
જેમ જે મૂવીમાં અમિતાભ બચ્ચન હોય એમાં બીજા એક્ટર એક્ટ્રેસનું કોઈ મહત્વ નથી હોતું, જેમ આકાશમાં સૂર્ય હોય ત્યાં સુધી બીજા તારલીયાંનું મહત્વ નથી હોતું, અને જેમ આઈફોન લોન્ચ થયા પછી નોકીયાનું કોઈ મહત્વ નથી હોતું તેમ એકવાર જેમાં રામ નામે લાડવા અને ગોપાળ નામે ઘી આવી ગયું તે પછી તમારે કૃષ્ણ નામે જે મૂકવું હોય તે અને જેને ઘોળી ઘોળીને જે પીવું હોય તે પીજો પણ મારી ગાડી તો કાયમ લાડવે જ ઉભી રહી જશે.
લાડવા માટે સંસ્કૃત શબ્દ છે मोदक. એમાં मोद=હર્ષ, આનંદ, જૉય, ડીલાઈટ (કોઈ ખાસ પ્રસંગે થતા આનંદ માટે શબ્દ છે प्र+मोद) અને क=કરનાર, આપનાર. માટે मोदक=આનંદ આપનાર અને લાડવા ખાઈને મોજમાં આવી ગયેલાં માટે શબ્દ છે मोदित જ્યારે मोदकवल्लभ એટલે લાડવા જેને પ્રિય છે એ, અર્થાત બ્રાહ્મણો અને ગણપતિ.
એક જમાનો હતો કે બ્રાહ્મણીયા નાતમાં લડવાનું ભોજન પીરસાતું. ઈ જમણ… ને ઈ લાડવા… આહા…હા..! જલસો હતો.
પરંતુ આ પોસ્ટ જુના જમાનાની બ્રાહ્મણીયા નાતનું વર્ણ કરવા માટે નથી લખ્યો. એ વિષયમાં તો ઘણું લખાઈ ચૂક્યું છે. અબોટિયું, મુગટો, પીતાંબર પહેરેલાં જનોઈધારી બ્રાહ્મણો, થાળી પીરસાવાની રાહ જોતાં, વિશાળ ફાંદ પર હાથ ફેરવતાં ફેરવતાં લાંબા સાદે ગવાતાં શ્લોકો, અને અંતે “ૐ નમઃ પા…ર્વતીપતયે… હરહર… મહાદે…વ હર” ના મહાનાદ સાથે ભોજન પર તૂટી પડતાં ભૂદેવોના બહુ વર્ણનો લખાયાં છે.
મારે જે લખવું છે તે વિષે કદાચ બહુ લખાયું નથી. અને એ ટૉપીક છે: લાડવા-માહાત્મ્ય.

ઘી જમ્યાં, ઘેબર જમ્યાં, ને ઉપર જમ્યાં દહીં,

શીરો ને પુરી જમ્યાં, પણ લાડવા સમાન નહીં.

નાતના ભોજન માટે અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા.
વધારે લાડવા ખવાય એ માટે?
ના, ખરો હેતુ શુગર કંટ્રોલનો હોવો જોઈએ કે આગલા દિવસે ઉપવાસ કરવાથી શુગર લેવલ લો જાય તો બીજા દિવસે લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે!
અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ?
લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં), ફૅટ(ઘી), અને શુગર(ગોળ)ના ફક્ત આંકડા જ ગણો તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય. પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે! ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ પર ઘી નું કોટીંગ થઇ જાય. પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું કોટીંગ થઇ જાય. અને પછી ખસખસ નું લેયર ચડાવવામાં આવે.
આ દરેકનું સ્ટેપનું આગવું મહત્વ છે.
જે લોકો વિરાણી હાઈસ્કૂલમાં પ્રભાકર બધેકા સાહેબના બાયોલોજીના પીરીયડમાં ગુલ્લી મારીને ગેલેક્સીમાં શોલે જોવા ન ગયા હોય એ બધાંને ખબર છે કે આવો લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક શુગર સ્પાઇક સામે ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. એ છે ખસખસ. તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.

તે પછી સેકન્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. એ છે ઘી. શરીર જયારે ​લા​ડવાને ડી-કમ્પોઝ કરવાનું શરુ કરે ત્યારે તેને પહેલાં તો ઘઉં અને ગોળ પર રહેલું ઘી નું કોટીંગ તોડવું પડે, કે જે ધીમી પ્રક્રિયા છે. તેને કારણે શુગર રીલીઝ થવામાં વાર લાગે કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.

એકવાર ઘઉં અને ગોળમાંથી શુગર મોલેક્યુલ્સ રિલીઝ થાય ત્યારે થર્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. અને એ છે ખસખસ અગેઇન. આ ખસખસ એક મહામાયા છે. એ ફક્ત લાડવાની ડી-કમ્પોઝીશન ને જ ધીમું કરે છે એવું નથી. એ રીલીઝ થયેલાં શુગર મોલેક્યુલ્સને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થવામાં પણ બ્રેક મારે છે. કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે.
આમ ‘ધીમી બળે ને વધુ લહેજત આપે’ એ જીંગલ ફક્ત કૅવેન્ડર્સ સીગારેટને જ નહીં, લાડવાને પણ લાગુ પડે છે. અને એમાં ય જો આગલા દિવસે કોઈ નખરાળા ફરાળ વગરનો ઉપવાસ ખેંચીને પહેલેથી જ જો બ્લડ શુગર લો કરી નાખી હોય તો ડાયાબીટીસ લાડવા ભરેલા પેટ ફરતો આંટો મારીને જતો જ રહે ને?
માટે આજ પછી ઘી, ગોળ, અને ખસખસથી સમૃદ્ધ એવા મારા પ્રિય બામણીયા લાડવાને શુગર સ્પાઇકના નામે કોઈએ બદનામ કરવા નહીં. જો સમજી વિચારીને પ્રમાણભર ખાવામાં આવે તો લાડવા બહુ ગુણકારી વસ્તુ છે. બાકી પ્રમાણ બહાર તો પીધેલું પાણી પણ જાનલેવા બની શકે છે.

લાડુ કહે હું ગોળમટોળ,
બ્રહ્મભોજનમાં મોટો;

જે નર વખોડે મને,
ઈ આખા જગમાં ખોટો.

સાભાર – શ્રી. રશ્મિકાન્ત દેસાઈ
Advertisements

One response to “રામ નામ લાડવા ગોપાળ નામ ઘી – પ્રેમજી પટેલ

  1. kanakraval જુલાઇ 2, 2018 પર 11:00 પી એમ(pm)

    કોણ જાણે છે? બળ્યા અને  તળ્યા  લાડવામાં  શું ફેર?

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: