પાણીની ટાંકી ઓવરફ્લો થવાનો પ્રશ્ન હતો. આ રહ્યો…
સાચો જવાબ
બે ટાંકીઓ નીચેથી જોડેલી હતી અને એમને અલગ કરતો વાલ્વ ખુલ્લો રહી ગયો હતો. બીજીની મોટર ચાલે પણ પાણી પહેલામાંથી નીકળી જાય !
સાચો જવાબ આપનાર મિત્રો
- પી.કે. દાવડા
- પ્રજ્ઞા વ્યાસ – એમનો લાક્ષણિક જવાબ મજા આવે એવો છે ! આ રહ્યો ….
તમે ફરી ફરી પુછેલા પ્રશનો ઉતર (૧) વીજપુરવઠો ન હોવાની સ્થિતિમાં પરસ્પરના સહકારના હેતુએ પાસેપાસેની બંને ટાંકીઓની અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈનમાં વચ્ચે વાલ્વ મૂકી દેવામાં આવ્યો હતો, જે એ વખતે ખુલ્લો રહી જવા પામ્યો હતો. (૨) એ આકડાનો છોડ હતો, જે એનાં સફેદ ફૂલોના કારણે અને હવાના ઝોકાથી હાલતો હોવાથી બેઠેલા વયોવૃદ્ધ માણસ જેવો લાગતો હતો. (૩) પરીક્ષાની તૈયારી માટે રાત્રે જાગી શકાય તે કારણે તેણે જાગરણ માટેની ગોળીઓ લઈને સતત બેત્રણ દિવસ વાંચ્યા કર્યું હતું. છેવટે ઊંઘ ઘેરાઈ જતાં એ એવો ઊંઘી રહ્યો હતો કે તેને જગાડવા માટેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. (૪) મધ્યરાત્રિએ મોટાભાઈએ વિચાર્યું હતું કે ગમે તેમ તોયે એ મારો નાનો ભાઈ કહેવાય અને એના હિસ્સે મારે થોડું વધારે આપવું જોઈએ અને તેમણે પોતાના ઢગલામાંથી દસ સૂપડાં ઘઉં ભરીને નાનાભાઈના ઢગલામાં ભેળવી દીધા. તો વળી નાનાભાઈએ વિચાર્યું કે મોટાભાઈ બચરવાળ માણસ છે તો તેમના ઢગલામાં હું દસ સૂપડાં ઘઉં નાખી દઉં તો મને શો ફરક પડવાનો છે? (૫) મહાશય ટોઈલેટમાં પાણી ન હોવાના કારણે તેમણે છાપાના કાગળમાં ટટ્ટી કરી લીધા પછી ચાલુ ટ્રેઈને તેને બારીમાંથી બહાર ફેંકવા ગયા તો પવનના કારણે છાપા સમેત ટોઈલેટની છત ઉપર એ વિષ્ટા ચોંટી ગઈ હતી. સાથે હવે પછી પુચવાના છો તેના ઉતર (૬) ભાઈએ ચાની પત્તીના બદલામાં વાંદરા છાપ કાળો ટુથ પાવડર નાખી દીધો હતો. (૭) એ વખતે કોંગ્રેસપક્ષનું ચૂંટણીચિહ્ન ગાય અને વાછરડું હતું. પક્ષના કાર્યકરોએ અભણ પ્રજાને સમજાય તે માટે ટૂંકમાં એમ કહ્યે રાખ્યું હતું કે ‘ગાયના પેટ માથે સિક્કો મારવો.’ આ વાત વૃદ્ધાના કાન સુધી આવતાં માત્ર ‘પેટ માથે સિક્કો મારવો’ એમ બદલાઈ ગઈ હતી.
- વિનોદ પટેલ
- રમેશ બાજપેયી
- વિનોદ ભટ્ટ
- નીતિન વ્યાસ
- બટુક ઝવેરી
ભાગ લેનાર અન્ય મિત્રો
ચીમન પટેલ
આ સિવિલ એન્જીઅરનું ભેજુ કામ કરતું નથી એટલે અમારા એક ઈલેક્ટીકલ એન્જીનીઅર મિત્રને પૂછીને જવાબ લખુ તો હાલશે?
ચીમન ભાઈની જાણ સારૂ –
આ કોયડો જવાબ સાથે વલીભાઈએ મોકલ્યો હતો – અને એ વેપારી માણસ છે ! કદાચ તેમણે જ બધાંની ફિરકી ઊતારવા વાલ્વ ખુલ્લો રાખીને ઊંઘી ગયા હશે
જૂના અનુભવથી …
આ શ્રેણીના સવાલ – જવાબ માં બહુ સારા પ્રમાણમાં મિત્રો ભાગ લે છે, અને જ્ઞાન સાથે ગમ્મતની લ્હાણી કરી શકાય છે.
હવેથી અઠવાડિયામાં બે વખત આવા સવાલ જવાબ મુકવામાં આવશે. અને એ વ્યવહાર એકપક્ષી નહીં રહે. કોઈ પણ મિત્ર અમને આવી કસોટીઓ મોકલશે, તો અમને પ્રસિદ્ધ કરવાનું ગમશે.
બીજી એક વાત
અત્યાર સુધીમાં હાસ્ય દરબાર પર મુકાયેલી હુંશિયારીની ફિશિયારીઓ આ પાનાં પર …
Like this:
Like Loading...
Related
વાચકોની ગોલંદાજી!