હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૫૫

સાભાર – શ્રી. વલીભાઈ મુસા, કાણોદર, ઉત્તર ગુજરાત

   અમારા ગામમાં પંચાયત તરફથી પાણીપુરવઠાની વ્યવસ્થા નહોતી થઈ તે પહેલાં કેટલાક મહેલ્લ્લાઓએ આપસી સહકારથી નાનીમોટી ટાંકીઓ બનાવેલી.  બાજુ બાજુની ટાંકીઓ એકમેક સાથે જોડી પણ દીધેલી.

      એક રાત્રે એક ટાંકીની ઈલેક્ટ્રીક મોટર બંધ હોવા છતાંય પાણી ઓવરફ્લો થતું હતું, જે બંધ થાય જ નહિ. જોતજોતામાં લોકો એકત્ર થઈ ગયા, કેમ કે કોઈક ચમત્કારની અફવા ગામમાં ફેલાઈ ગઈ હતી. એવામાં એ ટાંકીનો ઓપરેટર આવ્યો અને એણે જે ખુલાસો આપ્યો તે સાંભળીને બધા હસતા હસતા વિખરાઈ ગયા.

 

Comments are closed.

%d bloggers like this: