હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હું થોડો ગાંડો થયો છું ! – જ્યોતીન્દ્ર હ. દવે

સાભાર – રીડ ગુજરાતી 

આખા લેખ માટે અહીં ક્લિક કરો     

      ગુજરાતી હાસ્ય-સાહિત્યને સમૃદ્ધ કરનારા ધનસુખલાલ મહેતાનાં પ્રથમ પત્ની સરલા એમને યુવાન વયે જ છોડીને ચાલી ગયાં. દ્વિતીય પત્નીને કોઈક મનોરોગ થયો. ગાંડપણમાં બધો રોષ એમણે ધનસુખલાલ પ્રત્યે જ ઠાલવ્યો. એમને દેખે ત્યાંથી જે કંઈ હાથમાં આવે તે એમના પર ફેંકે. આખરે ઘરમાં એને રાખવી અશક્ય છે એમ લાગવાથી એને ‘મેન્ટલ હોમ’માં રાખવાનો પ્રબંધ કરવો પડ્યો.

      દર શનિવારે ધનસુખલાલ એને મળવા જતા. હું તે વેળા કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો, તે શાળાની સામે જ આવેલી એક દુકાનમાંથી જલેબી અને ગાંઠિયા કે એવું કોઈક ચવાણું લઈને પત્નીને આપવા સારુ એ ‘મેન્ટલ હોમ’માં જતા. એક વાર એ વિષે વાત નીકળતાં મેં એમને પૂછ્યું. “તને આમ દર અઠવાડિયે ત્યાં જતાં કંટાળો નથી આવતો? તમને એ ઓળખઈ શકે છે ખરી?”

      “અરે ! બરાબર ઓળખે છે. મને દેખે છે એટલે દોડતી સામે આવે છે અને જે કંઈ હાથમાં આવે છે તે છૂટું મારા પર ફેંકે છે. સુપરિન્ટેન્ડેન્ટે મને કહ્યું પણ ખરું કે, તમને જોઈને એ ઉશ્કેરાય જાય છે; તમે ન આવતા હો તો? અહીં એની ખાવાપીવાનો પ્રબંધ અમે કરીએ છીએ.”

      “ત્યારે જાઓ છો શું કામ?” મેં પૂછ્યું.

      “અરે ! એમ કંઈ થાય? એ તો ગાંડી થઈ ગઈ છે. મને ભલે ભૂલી જાય. પણ હું થોડો ગાંડો થયો છું? મારાથી એને કેમ ભુલાય?”


આપણે ભલે હાદ પર હદ વિનાનું હસીએ પણ…..

ગાંડા નો થવાય હોં !

Advertisements

One response to “હું થોડો ગાંડો થયો છું ! – જ્યોતીન્દ્ર હ. દવે

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 28, 2017 પર 11:33 એ એમ (am)

    આપણે ભલે હાદ પર હદ વિનાનું હસીએ પણ…..ગાંડા નો થવાય હોં !

    ધનસુખલાલ મહેતાના ગાંડી પત્ની પ્રત્યેના અચળ પ્રેમ વિશેના ગંભીર પ્રકારના લેખને હસી નાં કઢાય . જો એમ કરીએ તો અવશ્ય ગાંડામાં ખપી જઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: