હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દિલ્લગી અચ્છી નહિ!

દિલ્લગી અચ્છી નહિ!
ઇતિહાસ ઉવેખી જોજો ફ્રાન્સનો,
ઓલ્યા લુઈની આપખુદી રાણીએ,
ઉપહાસ કર્યો ભૂખ્યાજનોનો,
એ શબ્દો થકી,
કે ખાઈ લો પુરણપોળી,
’ગર ના મળે લૂખીસૂકી રોટલી!
ને ક્રાંતિની આગ ભભૂકી ચહુદિશ,
નિમિત્ત બની એ દિલ્લગી, દિલ્લગી અચ્છી નહિ! (૧)

દિલ્લગી અચ્છી નહિ!
લોકોનાં ખિસ્સાં સળગતાં,
ના જ્વલનશીલ પેટ્રોલ થકી,
પણ તેના જ્વલનશીલ ભાવથી,
રાજ્યહદના આખરી એ ગેસ મથકે, એ હોર્ડિંગે,
વંચાય કે ઈકોતેર રૂપિયે પેટ્રોલનો આ આખરી પંપ,
આગળે સસ્તું છતાં, છેતરે શબ્દછળે સૌને!
પંપ તો ભડકે સળગે લોકજુવાળથી.
નિમિત્ત બની એ સાઈન, દિલ્લગી અચ્છી નહિ! (૨)

દિલ્લગી અચ્છી નહિ!
ભડકે બળતા ભાવે,
બકાલુ વેચતો એ બકાલી,
લાલ મરચાના વઘાર જેવાં જલદ વચને
ગૃહિણીઓને ઉપહાસતો બકે, ‘મફત આપું કહું, તો કહેશો ડબલ દે!’
અને આક્રોશે બની સૌ ભગિનીઓ રણચંડી, ચપ્પલો સટપટાવે, ગર્જતી
‘લે ચાર મફત, લે આઠ મફત, ભાગ તારાં બે લઈ!
નહિ તો મર્યો સમજજે, બેશરમ! તું આપે મફત અને અમે માગીશું ડબલ?’
નિમિત્ત બની એ મજાક, દિલ્લગી અચ્છી નહિ! (૩)

દિલ્લગી અચ્છી નહિ!
કાળું ધન વિદેશે
અને ભમે ધોળાં વસ્ત્રે નિજ મતવિસ્તારે,
એ રાજપુરુષ, ગળાવે લોકોને ગાયભેંશની ઔષધવટિકાઓ!
મહારાણા પ્રતાપને મળ્યો એક જ ભામાશા અને અમે તો કેટલા બધા!
દેશની આફતપળે કરીશું ડોલર-પાઉંડ-યુરોના ઢગલે ઢગલા, રૂપિયાનું તો મૂલ્ય જ શું?
’વાહ! તો તમે કુશળ ગૃહિણીની જ્યમ ત્રેવડ કરી બચત કરો કપરા કાળ કાજે, દેશ માટે?’
અને કર્યો તેને, માતકૂખે જન્મ્યા જેવો સાવ નવસ્તરો તો નહિ, લંગોટીભેર!; વિફર્યા લોકવૃંદે!
નિમિત્ત બની એ મશ્કરી, દિલ્લગી અચ્છી નહિ! (૪)

દિલ્લગી અચ્છી નહિ!
’આવા ભડબળિયા ભાસો,
અને તોય દળણાના ડબ્બા માથે ઊંચકી ફ્લોરમિલે જાઓ, છતા બૈરે!
આ તો સ્ત્રૈણ લક્ષણ કહેવાય, તમને તો નહિ અમને શરમ આવે, ઓ ભાભા!’
અને એકદા બૂમિયા ઢોલે ભાભા હળની કોશ લઈ ભાગે ઢોલ અવાજે.
સામે મળ્યો પેલો મશ્કરિયો, ભાભાએ ઢોલ ઝનૂને કોશ વાળી દીધી તેની ગરદન ફરતે!
’અરે, અરે! આ શું કીધું? કોશ જલ્દી ઉખેળો! હું ક્યાં લગણ લઈ ફરીશ?’
’રાહ જો બેટા, નવા બૂમિયા તક! હાલ કશું વળે નહિ! હવે ટીખળ કરીશ?’
નિમિત્ત બન્યું ટીખળ, દિલ્લગી અચ્છી નહિ! (૫)

વલીભાઈ મુસા

Advertisements

4 responses to “દિલ્લગી અચ્છી નહિ!

 1. Anila Patel જૂન 21, 2017 પર 9:56 એ એમ (am)

  Dillagi achchhi nahi pan dillagi thai jay teno sho upay?

  • સુરેશ જૂન 21, 2017 પર 6:34 પી એમ(pm)

   દિલ્લગી માટે તો જીવન છે. દિલ્લગી તો કરતા જ રહેવાનું. ગમે તે ચીજમાં દિલ લગાવો – એટલે દિલ લગી દિલ્લગી જ દિલ્લગી.
   પણ…
   એ કોઈને આંસું સારતાં કરીને નહીં . સૌથી સરસ દિલ્લગી છે….

   કોઈના ગમગીન ચહેરા પર એક નાનકડું સ્મિત પાથરીને થતી દિલ્લગી.
   એનો કોઈ બીજો મિસાલ નથી.

   હાદજન બનો !

 2. Bhanu Vyas જૂન 21, 2017 પર 9:01 એ એમ (am)

  Very nice…..Thank ‘ U .

  2017-06-21 7:29 GMT-04:00 હાસ્ય દરબાર :

  > સુરેશ posted: “દિલ્લગી અચ્છી નહિ! ઇતિહાસ ઉવેખી જોજો ફ્રાન્સનો, ઓલ્યા લુઈની
  > આપખુદી રાણીએ, ઉપહાસ કર્યો ભૂખ્યાજનોનો, એ શબ્દો થકી, કે ખાઈ લો પુરણપોળી, ’ગર
  > ના મળે લૂખીસૂકી રોટલી! ને ક્રાંતિની આગ ભભૂકી ચહુદિશ, નિમિત્ત બની એ દિલ્લગી,
  > દિલ્લગી અચ્છી નહિ! (૧) દિલ્લગી અચ્છી નહિ! લ”
  >

 3. સુરેશ જૂન 21, 2017 પર 6:30 એ એમ (am)

  દિલ્લગી અચ્છી નહિ!
  કનિષ્ઠ રચના મહાન ઉચ્ચ સ્થાન શોભાવતા સાક્ષરો કેરી
  વાહ ! વાહ! બોલે ભાટ લોક સૌ, સર્કસના જોકર સમા
  કોક બ્લોગર દિલ દઈ લખતો, અંતરવાણી ઉચરે , ન ઊડે એક કાગડો.
  ઠેર ઠેર થઈ ગયા લખનાર, લહિયા, કોપીકાર? …જે હોય તે,
  કરે દિલ્લગી સાક્ષરો સૌ નીજ ટોળે, પરિષદે, અકાદમી થકી.
  બ્લોગ, વેબ સાઈટ તે શી બલા? પાટા , જાડા, શ્યામ બાંધી આંખ પર
  હે! મહાન સાક્ષર, વિવેચક, લેખક, પરિષદ પ્રમુખ!
  દિલ્લગી અચ્છી નહિ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: