હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દર્દીની કવિતા – યુનુસ લોહિયા

સાભાર -શ્રી. હર્નિશ જાની

‘મગજના ડાક્ટર’ ની જાહેર ક્ષમાયાચના સાથે !

“સાહેબ તમારી પ્રેક્ટીસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે,
અમારા કુટુંબના દરેક જણે કોઈ ને કોઈ રોગ રાખ્યો છે.

સગાં જે આજે ‘સ્વ.’ છે એ બધા જયારે ‘શ્રી’ હતા,
યાદ કરો સાહેબ કે તેઓ તમારા જ દર્દી હતા;

ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર જે જે હાર લટકે છે,
આમ જોઈએ તો સાહેબ એ તમારી જ સારવાર લટકે છે;

ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે,
કુટુંબના દરેક જનમ-મરણમાં તમારો હાથ હોય જ છે;

સાહેબ તમારા પાસે જે સારા મા સારી ગાડી છે,
એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે;

તમારા ઘરના ફ્લોર પર જે જે આરસના ટાઈલ્સ છે,
તે અમારા ઘરના સ્ટોન, અપેન્ડીક્ષ અને પાઈલ્સ છે.”

એક જૂની જોક લટકામાં …

ડોક્ટરનો દીકરો એમ.ડી. થયો. બાપાને આરામ કરવા કહ્યું અને પ્રેક્ટિસ સંભાળી લીધી. એક મહિના પછી બાપાને કહે –

“મીસીસ શેઠની  ત્રીસ વર્ષ જૂની હૃદયની બિમારી મેં મટાડી દીધી.”

બાપા –

અલ્યા ! એના ત્રીસ વરસનાં બીલોમાંથી તો તું એમ.ડી. થયો છે.

 

Advertisements

One response to “દર્દીની કવિતા – યુનુસ લોહિયા

  1. Vinod R. Patel મે 21, 2017 પર 10:47 એ એમ (am)

    દર્દી- ડોક્ટર સાહેબ, અંગ્રેજીમાં એમ કહેવાય છે કે ” એન એપલ એ ડે , કીપ્સ ડોક્ટર અવે “
    એ ખરેખર સાચું છે ?
    ડોક્ટર- હા, જો તમે ડોક્ટર તરફ એપલથી નિશાન ચુકી ન જતા હો તો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: