હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

છોડ તારા વૉટસેપના ગ્રુપ – –હર્ષદ દવે

સાભાર – શ્રી. ઉત્તમ ગજ્જર, ‘એકમેક’ ૧, ફેબ્રુઆરી -૨૦૧૭

છોડ તારા વૉટસેપના ગ્રુપ,
માણ મસ્ત મોસમનું રુપ;
કર તારા ટ્વીટરને ચુપ,
સાંભળ મીઠી કોયલના કુક.
 
ફેંક બધા ફેસબુકના લાઈક,
સાચુકલી વાત કરને કાંઈક!
છોડને અલ્યા ટીવીની છાલ,
નીહાળ ભીનાં ફુલોના ગાલ.
 
મુક હવે લેપટૉપની લપ,
કર ચાની ચુસ્કી પર ગપસપ;
બંધ કર હવે મોબાઈલની ગેમ,
વાંચ હૈયામાં છલકાતો પ્રેમ.
 
બસ, એટલું તું સમજી જા યાર :
‘જીવન છે ટચસ્ક્રીનની બહાર…’

nature

Advertisements

4 responses to “છોડ તારા વૉટસેપના ગ્રુપ – –હર્ષદ દવે

 1. Vinod R. Patel ફેબ્રુવારી 3, 2017 પર 11:12 પી એમ(pm)

  આધુનિક સમાજનું એક અગત્યનું લક્ષણ સોસીયલ મીડિયાનો પ્રભાવ અને એમાં ભાગ ભજવતાં આધુનિક ટેકનોલોજીના પ્રસાધનો આઇપૉડ, આઇફોન કે સ્માર્ટફોનનો કુદકે ને ફૂસકે વધતો જતો વપરાશ છે. આજકાલ ૧-૩ વર્ષનાં નાનાં બાળકો પણ એનો ઉપયોગ કરતાં દેખાય છે.
  2 year Baby Works iPad Perfectly. Amazing Must Watch!

 2. dhavalrajgeera ફેબ્રુવારી 3, 2017 પર 5:41 પી એમ(pm)

  Due to EMail,What’s up and IPhone society is loosing Personal Contact and not talking face to face.
  Thus, Breakdown causes distance between people.

 3. Neetin Vyas ફેબ્રુવારી 3, 2017 પર 11:51 એ એમ (am)

  Very nice humorous poem on current trends. Thanks for sharing.

 4. સુરેશ ફેબ્રુવારી 3, 2017 પર 9:38 એ એમ (am)

  આમ તો આપણને આ સોનેટિયા કવિતા રમૂજ પેદા કરે. પણ ….
  આધુનિક જીવનની કરૂણતા છે કે, માણસ માણસ વચ્ચે ફિઝિકલ અંતર ઘટી ગયું હોવા છતાં – મિલિમિટરથી ય ઓછું થઈ ગયાં છતાં – ઘરમાં જ રહેતાં માનવ જંતુઓ એકમેકથી સાવ દૂર જતાં રહ્યાં છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: