હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાપુની જોક્સ

સાભાર- નીના પટેલ , ફેસ બુક

બાપુ લગન માં જમવા ગયા.
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.
તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં દરબારો એ રાડ પાડી. ખાતા નહીં, હાવ મોળું સે.
😂😂😂😂😂😂

કાઠીયાવાડ માં એક બાપુ ની ઑફિસ માં મહેમાન આવ્યા તો બાપુ એ બંદુક લઇને

બહાર નીકળી બે ભડાકા કર્યા.

મહેમાન: બાપુ કેમ ભડાકા કર્યા?

બાપુ: ઇ તો ચા વાળા ને બે ચા કીધી.
😂😂😂😂😂😂

બાપુ કાર માટે લોન લેવા ગયા.
બાપુ: મારે ક્યા ડોક્યુમેન્ટ રજુ કરવા પડશે?
મેનેજર: કોઇ ડોક્યુમેન્ટ નહિ, ખાલી પાંચ બાપુ ના નામ આપો જેણે લોન ભરી હોય………………
😂😂😂😂😂😂😂😂😂

એક આફ્રિકન અને બાપુ ભેગા થયા.
બાપુ: તમારે ત્યાં આઝાદી કોના લીધે મળી?
આફ્રિકન: નેલ્સન મંડેલા. તમારે ત્યાં?
બાપુ: અમારે ત્યાં ગાંધી મંડેલા…….
😅😅😅😅😅😅😅😅😅

પટેલ અને બાપુની ગાડીનો એક્સીડેન્ટ થયો.
પટેલ: મેં હેડલાઇટ બતાવી ને તને સાઇડ માં જવાનું કીધુ’તું….

બાપુ: ઓ નવરી ના, મેં વાઇપર ચાલુ કરી ને તને ના તો પાડી’તી…

7 responses to “બાપુની જોક્સ

  1. હરીશ દવે (Harish Dave) ડિસેમ્બર 25, 2016 પર 8:07 એ એમ (am)

    ફરી ફરીને સાંભળો તો ય મઝા આવે તેવી હોય છે આ જોક્સ! રાજેંદ્રભાઈ! સારી શોધી લાવ્યા.
    બાપુની જોક્સ ખરેખર ગુજરાતી ભાષાની આગવી દેન છે. મસ્ત!

    Like

  2. aataawaani ડિસેમ્બર 8, 2016 પર 8:20 એ એમ (am)

    હા બાપુ વાળી જોક વાંચી . અને મને એક બાપુની જોક યાદ આવી . એક બાપુના દરબાર ગઢમાં એક પટેલ કોઈ કામે ગયો . તે ગાજર ખાઈ રહ્યો હતો . બાપુ પટેલને ગાજર ખાતો જોઈ બોલ્યા . એલા ગોલકીના ગઢમાં ગાજર ખાસ ? કોઈદી ખવાતું હશે બાપુના ગઢમાં ગાજર કોઈ દિ ખવાતું હશે . ? નાખીદે નાખી દે અથવા મારા મોઢામાં મૂકી દે .

    Like

  3. aataawaani ડિસેમ્બર 8, 2016 પર 8:07 એ એમ (am)

    એક બાપુ અમદાવાદની રેસ્ટોરાંમાં જમવા ગયા . રેસ્ટોરાં શીખનું હતું . નોકર બાપુ સાથે इंग्लिशमे बोला . आपको राइस दू બાપુ સમજ્યા નહીં અને બોલ્યા એલા તું મને પટેલ સમજશ ? રાઇશ તો ખેડુને જોઈએ .

    Like

  4. સુરેશ ડિસેમ્બર 8, 2016 પર 7:46 એ એમ (am)

    એકે એક જોક મસ્ત છે.પાંચ બાપુ વાળી ખરેખર સટલ છે.

    Like

  5. pragnaju ડિસેમ્બર 8, 2016 પર 7:07 એ એમ (am)

    જાણીતી રમુજ
    પણ
    ફરી માણવાનું ગમે

    Like

  6. મનસુખલાલ ગાંધી ડિસેમ્બર 8, 2016 પર 1:27 એ એમ (am)

    સરસ જોક્સ છે.

    Like

Leave a reply to aataawaani જવાબ રદ કરો