હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાપુની જોક્સ

સાભાર- નીના પટેલ , ફેસ બુક

બાપુ લગન માં જમવા ગયા.
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.
તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં દરબારો એ રાડ પાડી. ખાતા નહીં, હાવ મોળું સે.
😂😂😂😂😂😂

કાઠીયાવાડ માં એક બાપુ ની ઑફિસ માં મહેમાન આવ્યા તો બાપુ એ બંદુક લઇને

બહાર નીકળી બે ભડાકા કર્યા.

મહેમાન: બાપુ કેમ ભડાકા કર્યા?

બાપુ: ઇ તો ચા વાળા ને બે ચા કીધી.
😂😂😂😂😂😂

બાપુ કાર માટે લોન લેવા ગયા.
બાપુ: મારે ક્યા ડોક્યુમેન્ટ રજુ કરવા પડશે?
મેનેજર: કોઇ ડોક્યુમેન્ટ નહિ, ખાલી પાંચ બાપુ ના નામ આપો જેણે લોન ભરી હોય………………
😂😂😂😂😂😂😂😂😂

એક આફ્રિકન અને બાપુ ભેગા થયા.
બાપુ: તમારે ત્યાં આઝાદી કોના લીધે મળી?
આફ્રિકન: નેલ્સન મંડેલા. તમારે ત્યાં?
બાપુ: અમારે ત્યાં ગાંધી મંડેલા…….
😅😅😅😅😅😅😅😅😅

પટેલ અને બાપુની ગાડીનો એક્સીડેન્ટ થયો.
પટેલ: મેં હેડલાઇટ બતાવી ને તને સાઇડ માં જવાનું કીધુ’તું….

બાપુ: ઓ નવરી ના, મેં વાઇપર ચાલુ કરી ને તને ના તો પાડી’તી…

7 responses to “બાપુની જોક્સ

 1. હરીશ દવે (Harish Dave) December 25, 2016 at 8:07 am

  ફરી ફરીને સાંભળો તો ય મઝા આવે તેવી હોય છે આ જોક્સ! રાજેંદ્રભાઈ! સારી શોધી લાવ્યા.
  બાપુની જોક્સ ખરેખર ગુજરાતી ભાષાની આગવી દેન છે. મસ્ત!

 2. Anila Patel December 8, 2016 at 8:04 pm

  Bapuo badha avaj hoy? Maja to avij bapuona pratape.

 3. aataawaani December 8, 2016 at 8:20 am

  હા બાપુ વાળી જોક વાંચી . અને મને એક બાપુની જોક યાદ આવી . એક બાપુના દરબાર ગઢમાં એક પટેલ કોઈ કામે ગયો . તે ગાજર ખાઈ રહ્યો હતો . બાપુ પટેલને ગાજર ખાતો જોઈ બોલ્યા . એલા ગોલકીના ગઢમાં ગાજર ખાસ ? કોઈદી ખવાતું હશે બાપુના ગઢમાં ગાજર કોઈ દિ ખવાતું હશે . ? નાખીદે નાખી દે અથવા મારા મોઢામાં મૂકી દે .

 4. aataawaani December 8, 2016 at 8:07 am

  એક બાપુ અમદાવાદની રેસ્ટોરાંમાં જમવા ગયા . રેસ્ટોરાં શીખનું હતું . નોકર બાપુ સાથે इंग्लिशमे बोला . आपको राइस दू બાપુ સમજ્યા નહીં અને બોલ્યા એલા તું મને પટેલ સમજશ ? રાઇશ તો ખેડુને જોઈએ .

 5. સુરેશ December 8, 2016 at 7:46 am

  એકે એક જોક મસ્ત છે.પાંચ બાપુ વાળી ખરેખર સટલ છે.

 6. pragnaju December 8, 2016 at 7:07 am

  જાણીતી રમુજ
  પણ
  ફરી માણવાનું ગમે

 7. મનસુખલાલ ગાંધી December 8, 2016 at 1:27 am

  સરસ જોક્સ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: