હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી -૪૫

       એક આરબ શેખ મરણપથારીએ પડ્યો હતો. હકીમે કહ્યું કે, તે એક અઠવાડિયાથી વધારે નહીં જીવે. શેખને થયું કે, વારસો કોને આપવો, તે નક્કી કરવાનો સમય પાકી ગયો છે. તેણે બન્ને પુત્રોને બોલાવ્યા અને કહ્યું –

બે માઈલ દુર આવેલા તમારા મામાને બોલાવી લાવો.
જેનું ઊંટ પાછળ રહેશે, તેને વારસો મળશે.

     આમ કહીને  શેખ તો સુઈ ગયા. બન્ને શાહજાદા બહાર આવીને ઊંટ પર સવાર તો થયા પણ ઊંટને ડચકારી બન્ને એક ડગલા દુર ઊભા રહી ગયા! કોઈ આગળ વધે જ નહીં. એક કલાક સુધી આમ બે ઊંટોને ઉભેલા જોઈ એક રાહદારી ફકીરને આશ્ચર્ય થયું. તેણે કુતૂહલ શમાવવા આમ ઊંટ પર સવાર થઈને ઉભા રહેવાનું રહસ્ય પુછ્યું. વાત ખબર પડતાં ફકીર મુછમાં હસ્યો અને બન્નેના કાનમાં કાંઈક કહ્યું.

અને કલાક પછી….

એક શાહજાદાને વારસો આપવાનું નક્કી થઈ ગયું.

પ્રશ્ન છે –

Comments are closed.

%d bloggers like this: