હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંજય વાણી – નવા લિબાસમાં

અમારા ‘બે’ખબરપત્રી દ્વારા મળેલ લેટેસ્ટ સમાચાર…

      હજારો વરસ પહેલા કુરૂક્ષેત્રમાં એક કવિસંમેલન યોજાયેલું. એમાં એકમાત્ર કવિ હતા કરશનદાસ નંદલાલ જાધવ ઉર્ફે કરશન વાસુદેવ. અને એક માત્ર શ્રોતા હતા અરજણ પાંડુરંગ ક્ષત્રિય. આ કવિસંમેલનના રેડિયો પ્રસારણ હક્ક સંજય નામની એક વ્યક્તિ પાસે હતા. આ પ્રસારણના એક માત્ર શ્રોતા હતા પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્ર.

sanjay

સમાચાર વાચક ‘સંજય’ અંગે  આધાર પાત્ર માહિતી અહીં…

Advertisements

5 responses to “સંજય વાણી – નવા લિબાસમાં

 1. Vinod R. Patel October 15, 2016 at 4:09 pm

  ગામઠી ગોફણ ગીતા – અનામી.

  ધરતયડો કે’ છે :
  ’ધરમછેતરમાં ને કરુછેતરમાં
  ઇ ઘડીકમાં બાઝી મરે,
  હંજયડા ! ઘડીકમાં બાઝી મરે,
  (એવાં) મારા છૈયાંઉ ને ભાયુંના સોકરાંઉ,
  ભેળાં થઇને સું કરે –
  હંજયડા ! ભેળાં થઇને સું કરે ?’
  અરજણીયો કે’ છે :
  નાનાએ મારવા ને મોટાએ મારવા,
  ને મારવાનો ના મળે આરો,
  કરહણિયા ! મારવાનો ના મળે આરો,
  એવું તે રાજ કેદીક ના રે કઇર્યું તો,
  ચિયો ગીગો રહી ગીયો કુંવારો ?
  કરહણિયા ! હું તો નથી લડવાનો…
  કરહણિયો કે’ છે :
  અજરામર છે અલ્યા મનખાનો આત્યમો,
  ને માર્યો ના કો’થી મરાય ;
  અરજણિયા ! માર્યો ના કો’થી મરાય ;
  એવું હમજીને અલ્યા દીધે તું રાખ્યને,
  તારા બાપનું સું જાય ?
  અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
  મલક હંધોય તારી કરવાનો ઠેકડી
  ને હું તો કહી કહીને થાક્યો
  આ ખતરીના કુળમાં ચ્યાંથી તું આવો ?
  ઊંધા તે પાનિયાનો પાક્યો
  અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
  અલ્યા જુધમાં જીતેશ તો રાજ કરેશ ને
  મરેશ તો જા’શ ઓલ્યા હરગે,
  અરજણિયા મરેશ તો જાશ ઓલ્યા હરગે,
  અલ્યા તારો તે દિ’ જો ઘેર હોય તો
  આવો તે લાગ શીદ ચૂકે ?
  અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
  મોટા મોટા માઇત્મા ને મોટા પુરસ
  જીણે વાસનામાં મેલ્યો પૂળો
  અરજણિયા વાસનામાં મેલ્યો પૂળો
  અલ્યા એવા ઇ જગત હાટું કરમું ઢઇડે
  પસે તું તે કઇ વાડીનો મૂળો ?
  અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
  કરમની વાત હંઘી આપડા હાથમાં
  ને ફળની નઇં એકે કણી,
  અરજણિયા ફળની નઇં એકે કણી.
  ઇમ ના હોય તો હંધાય થઇ બેહે
  ઓલ્યા દલ્લી તે શહેરના ધણી
  અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
  ને ઊંધું ઘાલીને જા કરમ ઢહઇડ્યે
  ફળની તું કર્ય મા ફકર્ય
  અરજણિયા ફળની તું કર્ય મા ફકર્ય
  ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભૂડિયો
  ઇ નથ્થ તારા બાપનો નોકર
  અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
  અરજણિયો કે છે :
  ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે.
  ને ગન્યાંન લાદયું મને હાચું ;
  કરહણિયા ! ગન્યાંન લાદયું મને હાચું.
  તું મારો મદારી ને હું તારો માંકડો
  તું નચાવે ત્યમ હું નાચું
  કરહણિયા ! હું તો હવે લડવાનો…
  હંજયડો કે’ છે :
  જોગી કરહણિયો ને ભડ અરજણિયો
  ઇ બેઉ જ્યાં થાયે ભેળા
  ધરતયડા ! ઇ બેઉ જ્યાં થાયે ભેળાં
  મારું દલડું તો ઇમ શાખ્ય પૂરે સે
  તિયાં દા’ડી ઊડે ઘીકેળાં
  ધરતયડા ! દા’ડી ઊડે ઘીકેળાં… !
  તડપદા શબ્દો ::
  ધરતયડો = ધૃતરાષ્ટ્ર, ધરમછેતર = ધર્મક્ષેત્ર, કરુછેતર = કુરુક્ષેત્ર,
  હંજયડો = સંજય, અરજણિયો = અર્જુન, કરહણિયો = કૃષ્ણ,
  ખતરી = ક્ષત્રી, જુધમાં = યુદ્ધમાં, હરગ = સ્વર્ગ, સસ્યો = સંશયો,
  ગન્યાંન = જ્ઞાન, શાખ્ય = સાક્ષી, દા’ડી = રોજ.

 2. pragnaju October 15, 2016 at 3:20 pm

  વાહ
  કાંઇક આધુનિક…..

 3. સુરેશ October 15, 2016 at 2:58 pm

  અને લો…
  કૃષ્ણ ભગવાનની પોતાની વેબ સાઈટ …
  http://www.krishna.com/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: