હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૩

સાભાર – શ્રી. હિમ્મતલાલ જોશી ( આતા)

       એક બળદ  ગાડું  હાલ્યું જતું હતું  એ  ગાડામાં એક બાયડી બેઠી હતી. એ  ગાડા સામે એક વાસુ (ખેતર ઉપર રાતવાસો  કરનારો  માણસ) મળ્યો . વાસુએ  ગાડામાં બેસનાર  બાઈને પૂછ્યું, “આ ગાડા ખેડુ  તમારો શું સગો થાય ?”

   બાયડીએ  જવાબ આપ્યો-

સગપણ એવડ દેવડ
તું   શું  જાણ્ય ભાઈ વાસુ

ગાડાખેડુની બાયડી
મારા  સગા ધણીની સાસુ.

હવે કસોટી..

ગાડાખેડુ અને બાયડી વચ્ચે શું સગપણ હતુ?

Comments are closed.

%d bloggers like this: