કવિશ્રી દુલા ભાયા કાગ અને તેમના ચાહકો ક્ષમા કરે. આ એમની વાણી નથી!
સરાદિયાં બેસી ગયાં છે. એ નિમિત્તે ……. 
બોયફ્રેન્ડ – મને ઘેર જમવા બોલાવ્યો છે. . .
ગર્લફ્રેન્ડઃ હા, શ્રાદ્ધ માટે કાગડા મળતા નથી એટલા
અને હવે ખરેખરી કાગવાણી ….
કડવો લીંબડ કોય, મૂળેંથી માથા લગી;
(એની) છાયા શીતળ હોય, કડવી ન લાગે, કાગડા !
હે કાગ ! લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે. એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે.
[2]
હેવા કુળના હોય, લાંઘણિયો લટકે નંઈ;
કુંજર જમવા કોય, કરે ન ઘાંઘપ, કાગડા !
હે કાગ ! જેના કુળ-કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે – બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે – ઘાંઘો (ઉતાવળો) થતો નથી.
[3]
ચામ નકે સિવાય, આખી ધરતી ઉપરે;
પગમાં લઈ પહેરાય, કાંટાવારણ, કાગડા !
હે કાગ ! કાંટા ન વાગે એટલા માટે આખી પૃથ્વી ચામડે મઢાતી નથી; પણ ચામડાના જોડા સિવડાવી પગમાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે અને કાંટા વાગતા નથી.
[4]
ઘટમાં ભરિયેલ ઘાત, મોઢેથી મીઠપ ઝરે;
(પણ) વેધુ મનની વાત, કઈ દે આંખું, કાગડા !
હે કાગ ! અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું.
[5]
હૈયામાં હરખાય, મેડક મચ્છરને ગળે;
(એને) જાંજડ ગળતો જાય, (પણ) કળ્યું ન પડે, કાગડા !
નીચેનો બનાવ નજરે જોયેલ છે : મારા ઘર આગળ એક તળાવડી છે. તેમાં ચોમાસે ઘણા દેડકા થાય છે. ત્યાં એક દેડકો ઠેકી ઠેકીને મચ્છરના ગોટામાંથી મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો. સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી તો દેડકો ઠેક્યો. દેડકાને છેવટ સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે.
[6]
ધર લાડુ ધરે, આખો લઈને ઉપરે;
મોત વિના મરે, કીડી અનેકું, કાગડા !
હે કાગ ! વિવેક વગરની વપરાશ નુકશાનકર્તા નીવડે છે. જ્યાં મોટું કીડિયારું હોય, ત્યાં જઈ અઢી શેરનો લાડુ કીડીઓ પર મૂકીએ, તો વિના મોતે અનેક કીડી તેની નીચે દબાઈને મરી જાય છે.
[7]
સે દોરે સિવાય, માઢુ-કુળ એક જ મળ્યાં;
વાળે નો વીંધાય, (તો) કાપડ ફાટે, કાગડા !
હે કાગ ! કપડું કાયમ દોરાથી જ સિવાય-સંધાય છે, કારણ કે બંનેનું એક જ કુળ છે, જેથી દોરાને અને કાપડને મેળ મળી જાય છે. ઝીણામાં ઝીણો અને પાતળો હોય તો પણ વાળાથી – તારથી કપડું સિવાતું નથી, ઊલટું ફાટી જાય છે.
[8]
જમવા કારણ જોય, મનગમતાં ભોજન મળે;
(પણ) જેને હૈડે વ્યાધિ હોય, (એને) કડવું લાગે, કાગડા !
હે કાગ ! ખાવા માટે પોતાને રૂચે એવો ખોરાક થાળીમાં પીરસ્યો હોય, પણ જેને તાવ આવતો હોય અથવા શરીરનો કે મનનો કોઈ વ્યાધિ કે દુ:ખ હોય, એને એ મનગમતાં ભોજન પણ કડવાં ઝેર લાગે છે.
[9]
જળથી ભરિયાં જોય, તે વાસણ તાંબા તણાં;
ટાકર મારો તોય, કદી ન બોલે, કાગડા !
હે કાગ ! પાણીથી ભરેલ તાંબાનો અથવા કોઈ ધાતુનો હાંડો, ગાગર કે કોઈ વાસણ હોય, એને ટકોરો મારે છતાં એ અવાજ આપતું નથી, કારણ કે જે સંપૂર્ણ ભરેલ હોય, એ ફાવે તેમ બોલ્યા કરતું નથી, અથવા એને ક્રોધ ચડતો નથી.
[10]
જુવો વૃખ જેતાં, તપસી ને ખાટકીઓ તણે;
દિલ છાંયો દેતાં, કરે ન ટાળો, કાગડા !
હે કાગ ! ઝાડવાંઓનો કેવો સમદષ્ટિવાળો સ્વભાવ છે ! એમની નીચે પ્રાણીઓને હણનાર ખાટકી કે પારધી આવે, તો એને પણ શીતળ છાયા આપે છે અને વેદપાઠી બ્રાહ્મણ તપસ્વી આવે, તો એને પણ પોતાની છાંયડી આપે છે – કોઈ સાથે ભેદભાવ રાખતાં નથી.
[11]
(જેની) ફોર્યું ફટકેલી, (એને) ચૂલે જઈ ચડવું પડ્યું,
(પણ) આવળ અલબેલી, (એને) કોઈ ન પૂછે, કાગડા !
હે કાગ ! જે સુગંધવાળા ફૂલ છે (ડોલર, કેતકી, ચંપો, ગુલાબ વગેરે), એને તો અત્તર બનાવવા માણસો ચૂલા પર ઉકાળે છે અને એનાં અંગેઅંગ સળગાવી એને નિચોવી લે છે; પણ આવળનાં પીળાં રૂપાળાં ફૂલની કોઈ ખબર પણ કાઢતું નથી. એનામાં ફોરમ નથી. માટે એને આગમાં બળવું પડતું નથી.
[12]
ચિત્ત ન રિયા સંતોષ, રોષ સદા ભરિયા રિયા;
દેખે સૌના દોષ, કુમત આવી, કાગડા !
હે કાગ ! જેના ચિત્તમાં કદી સંતોષ કે શાંતિ હોતી નથી અને કાયમ રોષના અગ્નિથી જે બળ્યા કરે છે, તે આખા જગતના અવગુણો જ જોયા કરે છે, કારણ કે તેને કુમતિ આવી હોય છે.
[13]
ધંધે ન મળે ધ્યાન, કાયમ ગામતરાં કરે;
થોડા દિવસ થાન, (પછી) કાંઈ ન મળે, કાગડા !
હે કાગ ! જે ધંધામાં ચિત્ત પરોવતો નથી અને દરરોજ મુસાફરી જ કર્યા કરે છે, તેને માણસો થોડા દિવસ આવકાર આપે છે, પણ પછી એનો તિરસ્કાર કરે છે, તેનું સ્થાન રહેતું નથી.
[14]
તારે ન પૃથ્વી તોય, પંડે ધૂળ તળિયે પડે;
જળમાં પૃથ્વી જોય, કેમ તરે છે, કાગડા ?
હે કાગ ! તોય એટલે પાણીને પૃથ્વી તારતી નથી; ઊલટું પાણીમાં થોડીક ધૂળ નાખીએ છીએ, તો તે તરત જ તળિયે બેસી જાય છે; અને આવડી મોટી ધરતી જળમાં કેમ તરતી હશે, એનું કાંઈ અનુમાન થતું નથી.
[15]
મળિયાં મન મોટે જેણે ન મોટપ જીરવી;
(પછી) ઉંદર આળોટે, કાંચળ ઉપર, કાગડા !
હે કાગ ! ઈશ્વરે જે મોટાઈ આપી, તેને નિભાવતાં ન આવડવાથી કાંચળીની કેવી દશા થાય છે ! સર્પના અંગ પર રહેવાથી એની મોટાઈને સહુ કોઈ માનતું હતું; પણ સાપની કાંચળી જુદી થયા પછી તેના પર ઉંદરો પણ સૂવા લાગ્યા.
Like this:
Like Loading...
Related
Kakvani koine na game pan aa kagvani to limdani chhaya jevi lage.
LikeLike
કાંઇ ભૂલ આવી લાગે છે આ સાંભળો
Joe the talking crow – YouTube
Video for youtube talking crow▶ 1:11
May 19, 2009 – Uploaded by TheNewsandStar
Joe the crow drew crowds of children and adults alike to his aviary where he greeted them with a cheeky hello …
Ruby the Talking Crow – YouTube
Video for youtube talking crow▶ 7:34
Feb 13, 2010 – Uploaded by AleciaL
Filmed at the Zoo, Louisville, Kentucky, around 2002 or 2003. I’ve made multiple attempts to contact the zoo …
LikeLike
સુપરબોલમા અમારી કાગડા (રૅવન) જીતે તેવી અમને આશા હોય છે
સાંભળો ખરેખરી કાગવાણી
Ravens can talk!
Talons and Teeth
10 મહિના પહેલાં17,13,811 વાર જોવાઈ
Instagram: @pythonpaige This is Mischief the White-Necked Raven. These ravens are found throughout eastern and southern …
1:11
Joe the talking crow
TheNewsandStar
7 વર્ષ પહેલાં10,78,597 વાર જોવાઈ
Joe the crow drew crowds of children and adults alike to his aviary where he greeted them with a cheeky hello. Article: …
1:23
Raven Crow Crazy Bird Talking Speaking National Park
ShiawasseeVideos
2 વર્ષ પહેલાં54,315 વાર જોવાઈ
Crazy Raven speaks about National Park.
2:15
Meet Jet the talking crow
WinnipegFreePress
1 વર્ષ પહેલા47,880 વાર જોવાઈ
A once-injured crow lives at Wildlife Haven Rehabilitation Centre in Iles Des Chenes and is learning to talk.
3:18
Kamini, The Talking Crow from Rajshahi
Jajabor Backpacker
3 વર્ષ પહેલાં5,33,319 વાર જોવાઈ
This is a home-made video recorded with a digital camera that features Kamini, a pet crow in Rajshahi city and it’s owners telling …
1:46
Ravenmania – Nevermore!
inxcapable
6 વર્ષ પહેલાં20,52,978 વાર જોવાઈ
0:45
Crow Cursing
Mone McCauley
1 વર્ષ પહેલા1,80,508 વાર જોવાઈ
A crow says F**k You to this guy that keeps talking mess to him. Lol.
0:38
mischief the talking raven
stelpip
8 વર્ષ પહેલાં31,26,595 વાર જોવાઈ
African raven.
0:42
Snovember with The Talking Crow
Jimini Crowket
1 વર્ષ પહેલા14,557 વાર જોવાઈ
The Talking Crow Jimini Crowket stuck inside Snovember, Buffalo 2014.
10:22
RED CROW WESTERMAN – Speaking to the World – AMERICAN INDIAN MOVEMENT
aimovementmedia
8 વર્ષ પહેલાં56,889 વાર જોવાઈ
This is an excerpt from a 2005 interview of Red Crow hosted by Vernon Bellecourt. It was recorded at the Wolves’ Den …
2:07
Crazy Talking Crow.avi
dcinfinity1
5 વર્ષ પહેલાં2,65,179 વાર જોવાઈ
This was shot at the Grand Canyon, he just came up to the car and started talking to us.
1:51
Cat Speaking With Crow Taunting Each Other | Cat Talks With Crow Video Compilation
Webbers Rule
1 વર્ષ પહેલા15,405 વાર જોવાઈ
Cat and Crow taunting each other in a long conversation. Watch out the very funny and cute video conversation ever 🙂
5:13
Must Watch! John Trudell and Elder Red Crow speak – Native Wisdom
TheVanishingSacred
5 વર્ષ પહેલાં1,65,566 વાર જોવાઈ
I put together this video in hopes that someday I may meet or speak with John Trudell and to also summon forth the Rainbow …
4:08
Nichijou – Talking Crow
iSwiftyeDesu
4 વર્ષ પહેલાં2,43,722 વાર જોવાઈ
nichijou episode 17, talking crow.
0:33
WIKITONGUES: Roanne speaking Crow
Wikitongues
7 મહિના પહેલાં4,047 વાર જોવાઈ
Crow, known natively as Apsáalooke, is spoken by over 4000 people, principally in the Crow Nation territory of southeastern …
5:12
Terry the Talking Raven
dancincrow
9 વર્ષ પહેલાં5,22,524 વાર જોવાઈ
Welcome to my short video of Terry, an awesome Raven who I adopted at the Tilgate Nature Center located in Crawley, Sussex, …
2:37
Amazing Talking Crow
reaz morshed
5 વર્ષ પહેલાં7,322 વાર જોવાઈ
Amazing talking crow.
1:36
Cat talking with crows
pauliuber
8 વર્ષ પહેલાં4,84,532 વાર જોવાઈ
Gomez talking with his friend on the roof.
(Part 1) Indigenous Native American Prophecy (Elders Speak part 1)
MadRazorRay
9 વર્ષ પહેલાં27,39,730 વાર જોવાઈ
From an oversea’s show, spliced to view the message from one elder (Floyd Red Crow Westerman)…how america has come and …
57:04
LikeLike