હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પ્રેમ અને જમણ!

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.

પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચાં.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

– ડો. રઇશ મનીઆર

raeesh-maniar-001

તેમનો પરિચય

3 responses to “પ્રેમ અને જમણ!

  1. nabhakashdeep સપ્ટેમ્બર 16, 2016 પર 8:03 પી એમ(pm)

    અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
    નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

    હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
    હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

    Like

  2. pragnaju સપ્ટેમ્બર 16, 2016 પર 1:30 પી એમ(pm)

    રઇશરઇશ
    Search Results
    Panni Ne Pahtay – Gujarati Comedy Song – Kuldip Bhatt (Lyrics Dr …
    Video for dr raeesh maniar youtube poems▶ 3:41

    Sep 28, 2011 – Uploaded by kuldipbhatt
    … poetry “Panni ne pahtay to keto ni” (Parni ne pastay) written by Dr. Shri … Gujarati Comedy Song – Kuldip …
    Badd Badd Na Kar – Gujarati Comedy Song – Kuldip Bhatt (Lyrics Dr …
    Video for dr raeesh maniar youtube poems▶ 5:30

    Sep 28, 2011 – Uploaded by kuldipbhatt
    A humorous poetry “Sweet heart, English ma badd badd na kar !” written by Dr. Shri … written by Dr. Shri …
    Muktak by Raeesh Maniar – સુરતનો છું હું વતની … – YouTube
    Video for dr raeesh maniar youtube poems▶ 0:22

    Jun 16, 2008 – Uploaded by Urmi Saagar
    Muktak by Raeesh Maniar. … Godhra Saptak ,Dr Sujaat Vali (Hasya ni ek sanj by Rais maniar ) Part …
    Missing: poems
    Ketoni ( Don’t said again) – YouTube
    Video for dr raeesh maniar youtube poems▶ 3:50

    Jun 11, 2010 – Uploaded by atosbharat
    A Comedy Song Written By Gujarati Shayar Raish Maniyar and … Up next. HAZAL by Raeesh Maniyar – પન્નીને …
    HAZAL by Raeesh Maniyar – roj e jag thi kashuk judu j … – YouTube
    Video for dr raeesh maniar youtube poems▶ 4:08

    Jun 12, 2008 – Uploaded by Urmi Saagar
    HAZAL by Raeesh Maniyar – roj e jag thi kashuk judu j karava jaai chhe … Saptak Godhra,Dr Sujaat …
    Dr.Raeesh Maniar wishing gujratiradio.com – YouTube
    Video for dr raeesh maniar youtube poems▶ 1:01

    May 27, 2015 – Uploaded by Gujrati Radio
    GujratiRadio.com – Dr.Raeesh Maniar wishing gujratiradio.com.
    Missing: poems

    Like

  3. Vinod R. Patel સપ્ટેમ્બર 16, 2016 પર 11:25 એ એમ (am)

    કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

    જમણ પ્રિય સુરતીઓ નો સ્પીરીટ સુરતી કવીએ એમની આ હઝલમાં રજુ કર્યો છે.

    Like

Leave a comment