હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નથી જન્મ લેવો – પી.કે.દાવડા

krishna -child with jashoda

(ઢાળઃ પુરી એક અંધેરી ને ગંડુ રાજા)

કહે  કૃષ્ણ  મારે  નથી જન્મ લેવો,
નથી આજ ગીતા તણો પાઠ કહેવો.

હવે  ચોરવા  માખણ ક્યાં વધ્યું છે
ઈજારો બધો અમૂલને દઈ દીધો છે

હવે  ગોપીઓને  ન બંસી જગાવે,
હવે  સેલ ફોનો  તણાં  સાદ આવે.

હવે  ગોપીઓ   રોજ  કોલેજ જાતી,
નવા કા’ન શોધી  નવા ગીત ગાતી.

હવે    ચૂંટણીમા   લડે   કંસ   જાજા,
લડે  ચૂંટણીઓ  મૂકી   સર્વ  માજા.

હવે   પાંડવો   કૌરવો   એક   ખૂંટે,
લડે   ચૂંટણી  ને  પછી  રાજ  લૂંટે.

કહો  આજ  મારૂં  અહીં  કામ શું છે?
કયાં ધર્મરાજા? એ અર્જુન ક્યાં છે?

             -પી. કે. દાવડા

8 responses to “નથી જન્મ લેવો – પી.કે.દાવડા

 1. હાતિમ ઠાઠિયા September 27, 2016 at 1:33 pm

  સરસ કટા્ક્ષ્ક્ષભરી રચના.આપણે બધા ગન્ડુરાજમા જ જીવીએ છીએને!!!!

 2. nabhakashdeep August 27, 2016 at 12:36 pm

  ગમી ગઈ તમારી આ કળિયુગની કહાણી..શ્રી દાવડા સાહેબ.

  ક્યાં અવતારની જરૂર મારે

  દઈ દીધાં મીસાઈલ ભારે

  બુધ્ધી તારી અવળી હાલે

  મારાં કામ તું કરશે વ્હાલે

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. મનસુખલાલ ગાંધી August 26, 2016 at 7:22 pm

  આવા કહેવાતા ભગવાધારી ભક્તો નો તો પ્રભુએ વગર અવતાર લીધે ઉદ્ધાર કરીજ દીધો છે . હવે વિષ્ણુને અવતાર લેવા જેવું રહ્યું છે ક્યાં ? કૃષ્ણ કનૈયા લાલ ની જય

 4. aataawaani August 26, 2016 at 10:30 am

  આવા કહેવાતા ભગવાધારી ભક્તો નો તો પ્રભુએ વગર અવતાર લીધે ઉદ્ધાર કરીજ દીધો છે . હવે વિષ્ણુને અવતાર લેવા જેવું રહ્યું છે ક્યાં ? કૃષ્ણ કનૈયા લાલ ની જય

 5. dee35(USA) August 26, 2016 at 10:03 am

  વાહ,વડીલ વાહ. બહુ સરસ.

 6. mhthaker August 26, 2016 at 8:39 am

  bahuj sundar,
  whats app ma vehta thaya vicharo
  davada saheb na blog vagar ude vicharo
  jaNe Udata Panjab !!!

 7. સુરેશ August 26, 2016 at 7:29 am

  કહે ‘દાવડા’ કે, “જનમ શાને લેવો?”
  હવે કૃષ્ણ પણ એ વિચારે ચઢ્યા છે.

  વિચાર્યું હતું ; ‘સૌ અધર્મીને મારું.
  અને સંત સૌને સદા માટે તારું.’

  પરંતુ બન્યા સંત કોઈ ધુતારા.
  હવે આપું સહુને આ ‘જાગી જવાનું.’

 8. pragnaju August 26, 2016 at 7:18 am

  દાવડાજી- ભક્તો મુક્તિ ન માંગે
  માંગે છે જન્મો જન્મ અવતાર રે !

  વગર બ્લોગના દાવડાજી પીકે
  બ્લોગ માટે કરે સામગ્રી તૈયાર

  કાવ્ય સૂર હોય કે હાસ્ય સૂ…ર
  હોય ભૂલ દેખા કે સરળસ્વભાવા

  ન કરે કદર તો પણ મફત લૂંટાવતા
  છે એવા કાંઇક અલગ અલગારા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: