હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હેમતભાઈની હવા નીકળી ગઈ !….. આતાઈ

૯૫ વર્ષના આપણા રમુજી ગામ ગોઠિયા આતાજીએ એમના સ્વાનુભવનો એક રમુજી પ્રસંગ એમના ઈ-મેલમાં જણાવ્યો હતો એ અત્રે સાભાર પ્રસ્તુત છે.

છોટો કામ બડો કરે તોઉ બડાઈ હોય
જ્યોં રહીમ હનુમંત કો ગિરિધર કહે ન કોઈ

આપણે સહુને કોઈ આપણા વખાણ કરે એ ગમતું હોય છે .અરે ભગવાન જેવાને પણ સ્તુતિ ગમે છે એવું આપણે માનીયે છીએ તો મારા જેવા સામાન્ય માણસને પ્રશંશા ગમે એમાં નવાઈ શું ?

એક વખત હું ઇંગ્લેન્ડ ગયો હતો ત્યારે મારી બનાવેલી હાસ્યની ઓડીઓ કેસેટ સાથે લઇ ગએલો. જેને ત્યાં હું મેમાન બનેલો એને કેસેટ સંભળાવતો હતો. એમનાં વાઈફ આ વખતે ભજિયાં તળતાં હતા. એ ભાઈએ એની વાઇફને બોલાવી અહીં આવતો ખરી આ હેમતભાઈ કેસેટ લાવ્યા છે એ સાંભળ બહુ હસવાની છે.

પછી મને પૂછ્યું આ કોણ બોલે છે ? હું તો હરખાઈ ગયો કે મારી કદર થઇ ખરી. મેં જવાબ આપ્યો એ હું બોલું છું .

ભાઈએ પછી એની વાઇફને કીધું :” આવતી નહિ આતો હેમતભાઈ બોલે છે “

આ સાંભળીને તો બાપુ મારી હવા નીકળી ગઈ !

આવું પણ બનતું હોય છે !

આતાઈ ( હિમતલાલ જોશી )

Himatlal Joshi- Attaa-1
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.

Advertisements

3 responses to “હેમતભાઈની હવા નીકળી ગઈ !….. આતાઈ

 1. aataawaani જુલાઇ 29, 2016 પર 6:44 પી એમ(pm)

  પ્રિય વિમળાબેન ગોહિલ
  તમે મારા લખાણના પ્રશંશક છો હું બહુ ખુશ ર હુ છું . બેન એક વાત તમને કહું સ્ત્રી શક્તીજ મારી હવા કાઢી શકે એમ છે .બાકી ભલ ભલા દાઢી મૂછના ધણીનું ગજું નથી કે મારી હવા કાઢી શકે .
  આતા નો ગાંજ્યો જાય મોટા માંધાતાથી
  પણ નિમાણો થઇ ગયો ભાનુ ની જીદથી
  એ બીમાર હતી ત્યારે મારી સાથે ખરીદી કરવા નો આવી શકે હું એકલો બસમાં બેસીને જાઉં એરીઝોનાની ગરમીની તમને ખબર હશે આવી ગરમીમાં હું બસમાંથી ઉતરી ઘરે ચાલતો આવું થેલીઓ ઉપાડીને ઘરે આવ્યા પછી તમારા ભાનુ બેન પૂછે આ વસ્તુ લાવ્યા તે વસ્તુ લાવ્યા હું લાવ્યો હોય એ બાબત હા પાડું .દહીં લાવ્યા ના ઈતો હું ભૂલી ગયો . જાઓ હમણાને હમણાં લઇ આવો હું કહું કે આવી ગરમીમાં મારે નથી જાવું . દહીં વિના હલવી લઈશું . ના મારે નથી હલાવવું તમનેજ નહીં હાલે દહીંમાં ખાંડના દોથા ભરી ભરી ને નાખીને ઘોરવું બનાવીને ટહોડો છો . તડકા ધોમમા 110 ડિગ્રીમાં તમારાં ભાનુ બેનનો હુકમ માથે ચડાવીને જવું પડે . આ ઓગસ્ટની બીજી તારીખે મને આ મૃત્યુ લોકમાં એકલો મૂકીને પોતે એકલી સ્વર્ગમાં ગઈ એને 9 વર્ષ પુરાં થશે .

  • Vinod R. Patel જુલાઇ 29, 2016 પર 7:15 પી એમ(pm)

   આતાજી ,
   ઘણા પતિઓને તમારી જેમ પત્નીનો હુકમ માનવો પડતો હોય છે. તમે ભોળા દિલે સ્પષ્ટ કહી દીધું. જ્યારે બીજાઓ એવું ચોક્ખું કહી શકતા નથી. કહેતાં ગભરાય છે !

 2. Vimala Gohil જુલાઇ 29, 2016 પર 3:03 પી એમ(pm)

  સાચું, સુરેશભાઈ,આપણા ભડભાદર હિમત આતાની હવા તો એક લંડનવાસી મહિલાએ ઉડાવી દિધી(કે જે આતાજી મહીલાઓના મોટા હિમાયતી છે) !!
  પણ એમની હિમ્મત તો જુઓ!!!! કે પોતેજ કહે છે કેઃ “આ સાંભળીને તો બાપુ મારી હવા નીકળી ગઈ !”
  નમન,નમન, આતાજી, આપને તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ તો પણ ઓછા પડે!!!,.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: