હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમદાવાદીએ મફતમાં દાંત કઢાવ્યા !

સાભાર- શ્રી વિપુલ દેસાઈ , સુરતી ઊંધીયુ

એક અમદાવાદી ડોક્ટર પાસ દાંત કઢાવવા ગયો. તેણે ડોક્ટરને દાંત પડાવવાના કેટલા પૈસા થશે એમ પૂછ્યું. ડોકટરે કહ્યું કે ૧૨૦૦ રૂપિયા.

અમદાવાદી: કોઈ સસ્તો ઉપાય બતાવોને સાહેબ, આતો ખુબ જ વધારે પૈસા છે.

ડોક્ટર: એનેસ્થેસિયા વગર સસ્તું પડશે પરંતુ ખુબ જ દુઃખાવો થશે.

અમદાવાદી: કશો વાંધો નહિ, તમે તમારે એનેસ્થેસિયા વગર દાંત પાડી નાખો. ડોકટરે એનેસ્થેસિયા વગર દાંત પાડી નાખ્યો. પેલો માણસ જરા પણ બુમાબુમ કર્યા વગર શાંતીથી બેઠો હતો. ડોક્ટરને ખુબ જ નવાઈ લાગી અને કહ્યું કે મારી જિંદગીમાં તમે એક એવા માણસ છો કે જેણે એનેસ્થેસિયા વગર દાંત પડાવ્યો. મારે મારી ફી નથી જોઈતી અને આ લો તમારી હિંમત માટે મારા તરફથી ૫૦૦ રૂપિયાનું ઇનામ. સાંજે આ ડોક્ટર એમના બીજા ડેન્ટીસ્ટને મળ્યા અને તેને વાત કરી કે એક માણસ કેટલો હિંમતવાળો કે એનેસ્થેસિયા વગર દાંત પડાવી ગયો.

બીજો ડેન્ટીસ્ટ: એતો એક નંબરનો હરામી હતો. એ પહેલા મારે ત્યાં આવ્યો અને મેં તેને દાંતમાં એનેસ્થેસિયા આપીને કહ્યું કે અડધો કલાક બહાર બેસો અને જયારે એને બોલાવવા માટે મારી નર્સ ગઈ તો મારો બેટો ભાગી ગયો હતો!

.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: