હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઘરડા માણસોને કદી ઓછા ના માનશો !

ઘરડા માણસોને કદી ઓછા ના માનશો !

માછલીઓનો વૃદ્ધ શિકારી ! 

એક વાર ખુબ વરસાદ પડી રહ્યો હતો.ઈસ્ટરનો પવિત્ર દિવસ હતો. એક આઇરિશ રેસ્ટોરંટ સામે વરસાદના પાણીથી મોટુ ખાબોચિયું ભરાઈ ગયું હતું.

 આ ખાબોચિયાની બાજુમાં એક ગરીબ જેવો લાગતો વૃદ્ધ માણસ એક લાકડીના છેડે એક દોરી બાંધીને જાણે માછલી પકડતો હોય એમ દોરીને પાણીમાં ઊંડે નાખીને ત્યાં ઉભો હતો.

રેસ્ટોરંટમાં ડ્રીંક માટે જતા એક ગ્રાહકને આ વૃદ્ધ જે કરી રહ્યો હતો એ જોઈને ખુબ આશ્ચર્ય થયું એટલે એણે એને પૂછ્યું “ ભાઈ તમે અહીં આ શું કરી રહ્યા છો ?  

પેલા વૃદ્ધે કહ્યું “હું આ પાણીમાંથી માછલીઓ પકડી રહ્યો છું.”

પેલા ગ્રાહક વૃદ્ધને મનમાં થયું બિચારો ગરીબ લાગે છે .આ રીતે કેટલી માછલી પકડી શકશે,એટલે એણે એની સાથે રેસ્ટોરન્ટમાં જઇ ડ્રીન્કસ લેવા માટે એને આમંત્રણ આપ્યું.

ડ્રીંકસ લેતાં લેતાં આ ગ્રાહક વૃદ્ધે માછલી પકડનાર વૃદ્ધને પૂછ્યું “ તમે આજે અત્યાર સુધીમાં કેટલી માછલીઓ પકડી શક્યા છો?”

જવાબમાં એ વૃદ્ધે કહ્યું “ જેન્ટલમેન,તમે આઠમા છો !”   

HAVE A WONDERFUL DAY! – તમારો આ દિવસ રસસ્પદ રહે !

(મૂળ અંગ્રેજીમાંથી અનુવાદ-વિનોદ પટેલ)  

 

Advertisements

2 responses to “ઘરડા માણસોને કદી ઓછા ના માનશો !

 1. સુરેશ March 29, 2016 at 6:50 am

  આટલો ઉમેરો કરો તો ?


  નવા અમદાવાદમાં હમણાં જ સ્થપાયેલી આઈરિશ રેસ્ટોરન્ટની સામે …… !!!!!!

 2. Bhanu Vyas March 27, 2016 at 9:41 pm

  Very nice…….Khub j MAZANU…….!

  2016-03-27 17:14 GMT-04:00 “હાસ્ય દરબાર” :

  > Vinod R. Patel posted: “ઘરડા માણસોને કદી ઓછા ના માનશો ! માછલીઓનો વૃદ્ધ
  > શિકારી ! એક વાર ખુબ વરસાદ પડી રહ્યો હતો.ઈસ્ટરનો પવિત્ર દિવસ હતો. એક આઇરિશ
  > રેસ્ટોરંટ સામે વરસાદના પાણીથી મોટુ ખાબોચિયું ભરાઈ ગયું હતું. આ ખાબોચિયાની
  > બાજુમાં એક ગરીબ જેવો લાગતો વૃદ્ધ માણસ એક લાકડીના છેડે એ”
  >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: