હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હું તો કે’દાડાનું , પેરડી – પી.કે.દાવડા

હું તો કે’દાડાનું લખું લખું કરતો તો,

હું  તો  બ્લોગે   બ્લોગે  ફરતો  તો,
આવું લખું? તેવું લખું?
આવી   મુંજવણમા  અટવાતો  તો,
હું તો કે’દાડાનું લખું લખું કરતો તો.

મારા વાંચકોને રોજ રોજ નવલું જોઈએ,
અરે  રોજ  રોજ નવલું  ક્યાંથી  દઈએ?
કોપી  કરું? પેસ્ટ  કરું?
હું તો કોપી  કરતાં  અચકાતો  તો,
હું  તો  કે’દાડાનું  લખું  લખું  કરતો તો..

મારા  વાંચકોને  આજ  સાફ  કહી દઈસ,
જેવું   આવડે  એવું   પોસ્ટ  કરતો રહીસ,
આનું નહિં, તેનું નહિં,
હું તો  મારું   લખેલું  બ્લોગે  મુકતો  તો,
હું  તો  કે’દાડાનું  લખું  લખું  કરતો  તો.

પી. કે. દાવડા

Advertisements

3 responses to “હું તો કે’દાડાનું , પેરડી – પી.કે.દાવડા

 1. dhufari એપ્રિલ 9, 2016 પર 12:07 પી એમ(pm)

  ભાઇ દાવડાને ભલે લાગ્યો લખ-વા

 2. pragnaju માર્ચ 2, 2016 પર 8:08 એ એમ (am)

  હું તો કે’દાડાનું લખું લખું કરતો તો.
  હવે લ ખવા થયો
  તો વાંચો કવયિત્રી જુ ની રચના
  તમે લખ લખ કહો છો તો
  લખ લખ પર લખ લખ કરીએ
  કાવ્ય
  ગીત ગઝલ કે ભજન લખ
  વાત તો કાંઈ મઝાની લખ
  રોજ હથેળી પર એની
  મહેંદી વાળી ગઝલ લખ
  કાંટા વિષે લખ ચાહે જેટલું
  કોઈક વાર ફૂલ માટે લખ
  લખ તું અમાસ પણ
  પરંતું દિપાવલી લખ
  કોઇક હોંઠો પર સ્મિત લખ
  અસલી કે પછી નકલી લખ
  મૌસમ અજબ મસ્તાની છે
  કોઈ ગઝલ નીરાલી લખ
  આખો બગીચો ખીલશે
  પાનપાન પર ખુશી લખ
  તારી કાલની ફિકર ફાંક
  આજની ગૌરવકથા લખ

  ‘જુ દુનિયાથી અલગ લખ
  અલગ તારી વાત,તે લખ
  ………………………………………………………..
  અમારી ગંમતની વાત લખ…
  એમને ભુલી જવાની સ્વાભાવિક તકલીફમા લખ લખ કરી યાદ રાખવા પ્રયત્ન કરતા.
  એક વાર રસોડા તરફ જતા મેં કહ્યું-ગ્રીન ટી અને પીસ્તા લાવશો
  લખો
  એટલામાં શું લખવુ?
  અર્ધા કલાકે લાવ્યા સીરીયલ/દૂધ અને એપ્રીકોટ !
  …………………………………………………………………………………….
  લખવાનો આથાગ પ્રયત્ન કરવા છતાં નિર્મળ સ્મિત ના પ્રભાવ અંગે શબ્દો જડતા નથી
  બધા જ શબ્દો મલીન લાગે છે.
  કોઈ આ લખ લખની સમસ્યાનું સમાધાન કરશે?

  • સુરેશ માર્ચ 2, 2016 પર 8:20 એ એમ (am)

   કોઈ આ લખ લખની સમસ્યાનું સમાધાન કરશે?

   લખો તો લખ ચોર્યાસીમાંથી મુક્તિ મળશે – આઝાદ બની જશો !!!

   લખો લખતાં લાખો ફુલાણી કેમ યાદ આવી ગયો? lakho – laakho !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: