હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નીકળે – જિતેન્દ્ર પાઢ

શું નીકળશે ? – એ જાણવાની તરસ અને તલપ બે ઘડી બાજુએ મુકીને…
હાસ્ય દરબારના આ નવા દરબારી કેવા નીકળશે? – એ એમના નજ઼ારા પરથી નજ઼ર અંદાજ઼ કરી લો !
jitendra-padh

જિતેન્દ્ર પાઢ 

તૈણ ગામના રે’વાસી

પોર્ટલેન્ડ- ઓરેગન
રાલી – નોર્થ કેરોલિના
નવી મેંમાઈ – દેશ

 ન  તમારો નીકળે ,ન મારો નીકળે
જે મરે એનો જ  જનાજો નીકળે.
પત્ની  રણચંડી  બની  જાય ઘરમાં
પાકીટમાં પગાર ઓછો નીકળે.
પ્રેમપત્ર સમજી તમે ખુશ થાઓ
ખોલો કવર તમે ,બીલો નીકળે.
ગલીના કુતરાઓ ભસતા રહે
દાઢી વધેલ તમારો ચહેરો નીકળે.
દિલે ચાહો   નિત્ય જગને   સદા
ને  વફાદાર તમારો કુતરો નીકળે.
ભલે ,હો ચુંદડી ,ચાંદલો તમારો
પણ બૈરીનો ધણી બીજો નીકળે.
ભપકા નખરા જૂઓ એકટર જેવાં
તપાસો તો ખાલી ખિસ્સા નીકળે. 
માથું પકવી સતત કરતો બકબક
એ…..  આખરે ‘જીતુ’ તમારો નીકળે.

8 responses to “નીકળે – જિતેન્દ્ર પાઢ

 1. Rohit Shah February 16, 2016 at 10:43 am

  Very good. Navi mumbai is navi memai ??? Neverthless, very nice my friend.

 2. Hatim Thathia February 14, 2016 at 7:32 am

  Really maja aavi gai. kai kadee na wakhan karwa ane kona nahi e visaman ma padi jaway.Lajawab.

 3. Hatim Thathia February 14, 2016 at 7:28 am

  Khub j saras rachana!! Wahu umbarama pag muke tain j parkhai jay. to halo kanku vero!!!!

 4. pragnaju February 13, 2016 at 6:04 pm

  વાહ
  માંડ લાખે એક ચહેરો નીકળે,
  ને ઉપર અકબંધ પહેરો નીકળે.
  દાદ આપે રોજ વારંવાર જે,
  એ જ માણસ આજ બહેરો નીકળે.
  કેટલું લઈને ગયો છું દર વખત,
  સાવ ખાલી આજ ફેરો નીકળે.
  આ વિષાદી આંખનું જંતર બજે,
  ને હસમુખનો સૂર ઘેરો નીકળે.
  ………………………………………….
  દોરા-ધાગા, જાદુ-મંતર નીકળે
  સાતસો છયાશીનું જંતર નીકળે

  ઘર તળે ઉપર કરી નાંખો અને
  વહેમના ઘરમાંથી ઉંદર નીકળે

  પટ ઘૂંઘટના ખોલવાની છે શરત
  હા, પછી એક ચહેરો સુંદર નીકળે

  બહાર શોધી શોધીને થાકો અને
  દિલરૂબા તો ઘરની અંદર નીકળે

  તો જ હું માનું કે ઘર ખાલી થયું
  બહાર પૂરેપૂરા પંદર નીકળે

  ધૂર્ત સમજી જેને રહેંસી નાંખશો
  શમ્સ જેવા કો કલંદર નીકળે

  લઇ ભરેલી ઝોળી ચાલ્યા સાંઇ તો
  હાથ ખાલી લઇ સિકંદર નીકળે

  જેને સમજો જિંદગીભરની કમાઇ
  પોટલી ખોલોને કંકર નીકળે

  કયાં ‘મહેક’ જઇશું બુઝાવા પ્યાસને
  પ્યાસ લઇ જ્યાં ખુદ સમંદર નીકળે
  ………….
  દરેક માણસ અહીં બીજાનો ચહેરો લઈને નીકળે છે,
  વગર ચહેરાનાં લોકો પણ અરીસો લઈને નીકળે છે,
  નગર આ જીવતી લાશોનાકબ્રસ્તાન જેવું છે,
  દરેક જણ પોતપોતાનો જનાજો લઈને નીકળે છે !

  • સુરેશ February 13, 2016 at 8:01 pm

   વાહ!
   પ્રતિકાવ્ય ..
   ટપાલ જેમ તમે ઘેર ઘેર
   પહોંચો અને
   સમગ્ર શહેરનાં લોકો અભણ મળે
   તમને
   -રમેશ પારેખ

 5. jitendra padh February 13, 2016 at 3:47 pm

  apni vaat sachi chhe mul rachanama tema j chhe mari tayip bhu chhe aabhar /parakhasan ane malela pratisad mate

 6. Vinod R. Patel February 13, 2016 at 3:43 pm

  નવા દરબારી નું સ્વાગત છે. સરસ રચના લઈને આવ્યા છે .

  ભપકા નખરા જૂઓ એકટર જેવાં
  તપાસો તો ખાલી નીકળે ખિસ્સા

  ને ઉપરની પંક્તિઓ સાથે પ્રાસ માટે

  ભપકા નખરા જૂઓ એકટર જેવાં
  તપાસો તો ખાલી ખિસ્સા નીકળે

  એ મારી દ્રષ્ટીએ ઠીક લાગે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: