હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બે વાઘને ટપલી મારી ચીડવતો તોફાની વાંદરો ..

સાભાર- ડો. રાજેન્દ્ર ત્રિવેદી- ફેસ બુક પરથી 

A monkey bullies two tigers!

(Funniest Video Ever)

Advertisements

5 responses to “બે વાઘને ટપલી મારી ચીડવતો તોફાની વાંદરો ..

 1. રજનીકાન્‍ત વિભાણી ફેબ્રુવારી 9, 2016 પર 4:47 એ એમ (am)

  બીજા પ્રાણીઓમાં પણ ટોળુ ભેગું થઇ પાછળ પડવાની અને જો ડરી જાય તો હુમલો કરી દેવાની વૃતિ જોવા મળે છે. શેરીના કુતરાઓ પણ ઘણી વખત આવું કરતા હોયછે. પણ ડર બતાવ્યા વગર હિંમતથી ઉભા રહી જાયતો વિખરાઈ જાય છે. માણસ પણ સામાજિક પ્રાણી છે એટલે વતે ઓછે અંશે તેનામાં પણ આ ગુણ જોવા મળે છે. વિવેકાનંદ અવતારી આધ્યાત્મિક પુરુષ હતા એટલે માનવ કલ્યાણ માટે તેમને આ પ્રશંગથી લાધેલ જ્ઞાન દ્વારા માયા અને અજ્ઞાનનો હિમતપૂર્વક સામનો કરવા ઉપદેશ આપેલ છે.

 2. pragnaju ફેબ્રુવારી 6, 2016 પર 6:49 પી એમ(pm)

  વેદાંત કેસરી સ્વામી વીર વિવેકાનંદના જીવનની વાત છે.

  એ વાત એમણે પોતે જ પરદેશમાં કરેલાં પોતાનાં પ્રવચનોમાં કહી બતાવી છે.

  વાત ઘણી સરસ તથા પ્રેરણાત્મક છે એથી એનું અવારનવાર સ્મરણ થઈ આવે એ સ્વાભાવિક છે.

  પોતાની પ્રખ્યાતિના વખત પહેલાં સ્વામી વિવેકાનંદે દેશના પ્રત્યક્ષ દર્શનની અને દેશની પરિસ્થિતિને જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને અમુક ચોક્કસ સમય સુધી દેશનું પરિભ્રમણ કરેલું.

  એ દરમિયાન દેશના વિવિધ પ્રદેશોમાંથી પસાર થતાં એ મધ્યપ્રદેશમાં આવી પહોંચ્યા.

  ત્યાંના પોતાના પ્રવાસ દરમિયાન એ એકવાર એક અરણ્ય જેવા પ્રદેશમાંથી આગળ વધી રહેલા ત્યારે એકાએક એમની દ્રષ્ટિ પાછળ પડી તો એમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

  એમણે પોતાની પાછળ થોડેક દૂર વાંદરાના એક નાના સરખા ટોળાને આવતું જોયું.

  વાત એકદમ સાધારણ અને વનના વાતાવરણને માટે તદ્દન કુદરતી હતી. તો પણ વિવેકાનંદને એથી આશ્ચર્ય તો થયું જ, પરંતુ વધારામાં ભયની લાગણી થઈ આવી.

  એ લાગણીથી પ્રેરાઈને એ રસ્તા પર દોડવા લાગ્યા.

  આગળ વિવેકાનંદ અને પાછળ વાંદરાનું ટોળું, બન્ને વચ્ચે જાણે કે દોડવાની હરિફાઈ શરૂ થઈ.

  વિવેકાનંદ વચ્ચે વચ્ચે પાછળ નજર કરીને જોવા લાગ્યા તો વાંદરાઓની સંખ્યા એમને વધતી લાગી.

  વાંદરા એમને પકડી પાડવા અને એમના પર આક્રમણ કરવા ઉત્સુક હોય એવું લાગવા માંડ્યું.

  વિવેકાનંદને સમજ ના પડી કે આ દશામાં શું કરવું.

  એ વધારે ને વધારે વેગથી આગળ દોડવા માંડ્યા.

  પરંતુ વાંદરાનું ટોળું પાસે ને પાસે આવતું ગયું અને એમની નિરાશા વધતી ગઈ. એ વધારે ભયભીત થયા.

  એ જ વખતે દૂરના એક ખેતરમાંથી કોઈ ખેડૂતનો અવાજ આવ્યો, ‘સ્વામીજી, દોડો નહિ. દોડવાને બદલે હિંમતપૂર્વક વાંદરાઓની સામે ઊભા રહો.’

  વિવેકાનંદને એ શબ્દોથી પ્રેરણા મળી. એ તરત જ વાંદરાઓની સામે ઊભા રહ્યા. એની અસર એવી તો ચમત્કારિક થઈ કે વાંદરાઓનું ટોળું દોડતું અટકી ગયું, ને ધીમે ધીમે વીખેરાયું.

  એ હકીકતને વારંવાર યાદ કરીને સ્વામી વિવેકાનંદ કહેતા કે એવી જ રીતે માયાનો પ્રતિકાર કરો, એવી જ રીતે ભ્રાંતિ અથવા અજ્ઞાનનો સામનો કરો.

  એ ઉદ્દગાર સમજવા જેવા છે. જીવનમાં જ્યારે સંકટો, પ્રલોભનો કે ભયસ્થાનોથી ઘેરાઈ જવાનો અવસર આવે ત્યારે હતપ્રભ કે હતાશ થવાને બદલે, પોતાના મૂળભૂત આત્મસ્વરૂપને યાદ કરી, એમાં પ્રતિષ્ઠિત થઈને, એમની સામે હિંમતપૂર્વક ઊભા રહેવાની જરૂર છે. એવી રીતે પ્રતિકૂળતાથી નાસીપાસ થવાને બદલે જે પરમાત્મામાંથી પ્રેરણા મેળવીને બનતી શાંતિ રાખીને માર્ગ કરે છે તે જ ભયમાંથી મુક્ત બને છે અને જીવનના વિકાસની સર્વોત્તમ સફરમાં સફળતાપૂર્વક આગળ વધે છે. નિરાશા નહિ પણ આશા, નિર્બળતા નહિ પણ બળ, ને નાહિંમત નહિ પણ હિંમતને ધારણ કરવાથી જ લાભ થાય છે. આજે પણ એ સંદેશ એવો જ અસરકારક અને અમર છે.

  – શ્રી યોગેશ્વરજી
  TOP 10 UNLIKELY ANIMAL FRIENDS – YouTube
  Video for Funniest animal friend Youtube videos▶ 5:33

  Mar 1, 2015 – Uploaded by TubeSpaghetti
  Check out these strange and adorable animal odd couples. Please subscribe to TubeSpaghetti for more funny

 3. Vinod R. Patel ફેબ્રુવારી 6, 2016 પર 4:42 પી એમ(pm)

  સુરેશભાઈ, ડાર્વિનના કહેવા પ્રમાણે વાંદરા માનવોના પૂર્વજો છે એટલે માણસોની માણસાઈ વાંદરાઈ માંથી આવી છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: