હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દલીલ ન કરવાના ફાયદા!

સાભારશ્રી. જ્યોતીન્દ્ર શુકલ , અરવિન, ટેક્સાસ

પત્ની કે પતિ સાથે દલીલ કરવાનું બંધ કરો
અને સેન્ચ્યુરીકી એસી તેસી કરી એને વટાવી દો!

114

       ૧૧૦ વરસના કરમ અને ૧૦૩ વરસની કરતારીનો આ વિડિયો જુઓ;  દલીલબાજી બંધ કરો અને સેન્ચ્યુરીની એસી તેસી કરી દો !!

આ ચિત્ર પર ક્લિક કરો અને તેમની ૯૦ મી લગ્ન જયંતિની કેક માણો

આ ચિત્ર પર ક્લિક કરો અને તેમની ૯૦ મી લગ્ન જયંતિની કેક માણો

Advertisements

5 responses to “દલીલ ન કરવાના ફાયદા!

 1. dhirajlalvaidya ડિસેમ્બર 18, 2015 પર 4:23 એ એમ (am)

  એક પતિ-પત્નિ પરણ્યા પછી હનીમૂન માટે એક પહાડી સ્થળે ગયા. રીસોર્ટ પર પહોંચવા માટે ઘોડા પર જવું પડે તેમ હતું. બે ઘોડા કર્યા. પતિનો ઘોડો નોર્મલ હતો, પણ નસીબ જોગે પત્નિનો ઘોડો થોડો અડિયલ નીકળ્યો.થોડું ચાલે એટલે ડોક હલાવે ‘ને ઠોકર ખાય. પત્નિજી ઘોડા પરથી ગબડી પડ્યા. પત્નિ અપ-ટુ-ડેટ. તેણે ઘોડાને કહ્યું, “એક વાર.” પછી કપડા ખંખેરી પાછા ઘોડે સવાર થઈ ગયા.. થોડે ગયા ને એજ મોંકાણ. ઘોડે ઠોકર ખાધી ને મેડમ ગબડી પડ્યા. મેડમે ઘોડાને કહ્યું, ” બે વાર.” પતિએ કહ્યું, ” ઘોડો કંઈ માણસની ભાષા સમજે ?..” મેડમે ઘડીક પતિશ્રી સામે જોયું અને ફરી કપડા ખંખેરી ઘોડે ચડી ગયાં. પાછુ થોડે ગયાં અને ફરી ઘોડે આદતવશ ઠોકર ખાધી. મેડમ ગબડી પડ્યાં. મેડમ ફટાક કરી ઊભા થયા, અને પર્સની ચેઇન ખોલી, રીવૉલ્વૉર કાઢી અને ધડામ-ધડામ બે ગોળી ઘોડા પર વીંઝી. ઘોડો મરી ગયો. પતિશ્રી એકદમ સ્તબ્ધ. ધીમે રહીને મેડમજીને કહ્યું, ” તૂ તે માણસ છે કે હેવાન ?! આ મૂગા પ્રાણીને ધૂળ જેવી વાતમાં મારી નાંખ્યો.!.” મેડમજી ગીન્નાયેલા અવાજે ધીરેથી બોલ્યા, ” એક વાર.” પતિશ્રી મૂંગા મંતર. પતિશ્રીએ શ્રોતાજીને કહ્યું, ” બસ, ત્યાર પછી તો અમારો સુખી સંસાર यावदचंद्र दिवाकरो બિલકૂલ ઝગડા વગર ૧૦૦+ વર્ષ નભ્યો.આ છે અમારા એકપણ ઝગડા વગર સેંચ્યુરી વટાવાયેલા દાંપત્ય જીવન નો રાઝ…..”

  • સુરેશ જાની ડિસેમ્બર 18, 2015 પર 7:26 એ એમ (am)

   ઘણા વખત પહેલાં અંગીજીમાં વાંચેલી આ વાતનો આવો સરસ અનુવાદ! વાહ! ધીરૂભાઈ વાહ! તમે કલાકાર પણ છો અને લેખક પણ.
   હવે એક વિનંતી…
   એક હાસ્ય લેખ લખવા પ્રયત્ન કરો. જરૂર તમે લખી શકશો, અને બધા મિત્રોને મજા કરાવી શકશો.

   પણ…
   પહેલાં શ્રીમતિજીની સમ્મતિ લેવી જરૂરી છે !!

 2. Vinod R. Patel ડિસેમ્બર 17, 2015 પર 12:18 પી એમ(pm)

  હાલ ૯૪ વર્ષના વડીલ આતાજી ૧૦૦ તો ચપટીમાં વટાવી જશે અને એકલા એકલા પણ આ કપલનો રેકોર્ડ તોડે પણ ખરા એવો એમનો હાલનો જુસ્સો જોતાં તો લાગે છે !

 3. સુરેશ જાની ડિસેમ્બર 17, 2015 પર 10:30 એ એમ (am)

  ૯૪ વરસના આતા ઉવાચ…
  કરમ ક્ર્તારીને અભિનંદન કરમના મુખ પર કરચલી નથી પડી . હું માનું છું ત્યાં સુધી આ લોકો પંજાબનાં હશે . છેલ્લે હું ઇન્ડિયા ગયો ત્યારે દોહા નાં એર પોર્ટ સ્ટેશન ઉપર મને શીખ ક્પ્પલ મળ્યું . પુરુષ મારા કરતાં વધારે સશકત હતો . તે મારા કરતા વધુ વાતુડો હતો . મને શીખ સમજીને પંજાબી ભાષામાં વાતો કરવા માંડ્યો મને કીધું પાઘડી અને કડું કેમ નથી પહેર્યું ? ઘભરાઓ છો ? મેં એને પૂછ્યું તમારી ઉમર કેટલી છે ? તેણે એક આંગળી ઉંચી કરી ને કીધું સો સાલ વાપરી નાખી છે . હવે એકડે એકથી શરુ કર્યું છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: