હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૦

સાભારશ્રી. બટુક ઝવેરી, નવી દિલ્હી , ટાઇમ્સ ઓફ ઇન્ડિયા

      સરસ મજાની કસોટી. પણ એ જણાવતાં પહેલાં, એનાથી પણ મજાની, એની પાછળની  કથા વાંચીએ.

      ૧૯૯૦ ની સાલની એક અભૂતપૂર્વ ઘટનાની આ બેમિસાલ કથા છે. પંજાબના લુધિયાણા શહેરની મધ્યમાં  જૂનું બજાર આવેલું છે. સન્તાસિંહ બજારમાં ખરીદી કરવા નીકળ્યા છે. જભ્ભાના ખીસ્સામાં સરદારણીએ પકડાવેલી દીધેલું રસોડાની  સામગ્રીનું લિસ્ટ છે. સાથેની થેલીમાં સામગ્રીઓ ભરાતી જાય છે.

     અને સન્તા સિંહને તેમના દાદાના જીવનની ઘટનાઓ એકાએક યાદ આવી જાય છે. કેવા ભવ્ય એ દિવસો હતા? જાતની પળોજણ અને સરભરા બાજુએ મુકીને એમના દાદાએ આઝાદીની લડતમાં ઝૂકાવેલું. સમસ્ત જીવન પરમપૂજ્ય ગાંધી મહાત્માના આદર્શોને સમર્પિત કરી દીધેલું. 

     સરસ મજાની રસોઈ જમવા  મળશે, એ કલ્પના બાજુએ મુકીને પૂણ્યશ્લોક દાદાની યાદોથી સાન્તાસિંહ અભિભૂત બની ગયા.

     અને…..ક્યાં આજના જમાનાનો ભષ્ટાચાર? એ દેશદાઝ ક્યાં વિલીન થઈ ગઈ? બરાબર આઠ દિવસ પછી આઝાદી દિન આવી પહોંચવાનો – ઝાકઝમાળથી ભરપૂર આઝાદીનો દિવસ. પણ દાદાના જીવનની સાદગી અને જિંદાદિલી તો ગઈ તે ગઈ જ.સાન્તાસિંહના મનમાં નિર્વેદ વ્યાપી રહ્યો.

    ખાટા મૂડમાં સાન્તાસિંહ ઘેર આવ્યા અને દિવાન ખંડના સોફામાં ધપ્પ દઈને ગોઠવાયા. મધ્યાન્હ વીત્યે ચોંત્રીસ મિનીટ થઈ ગઈ હતી. પણ હજી એમના મનમાંથી એ કાંટો દૂર થયો ન હતો. સામે ઘડિયાળમાં સેકન્ડ કાંટાની ટક… ટક… ટક.. એમના માનસમાં ઢોલ પીટી રહી હતી.

     અને ત્યાં જ….બરાબર છપ્પનમી સેકન્ડ…. અને સન્તાસિંહ એકદમ ઉછળી ઉઠ્યા અને સરદારણીને પોકાર કર્યો..

अजी ! सूनती हो जी?  देख क्या गज़ब हो गया?

    કમલજિત કૌર રસોડામાંથી  દિવાન ખંડમાં ‘શું થયું?’ એ અસમંજસમાં ધસી આવી.

     સન્તાસિંહે એ અપૂર્વ ઘટના  કમલજિતને સમજાવી. અને બન્ને જણ ભાંગડા કરવા લાગી ગયા. જોડે બબલુ પણ જોડાઈ ગયો.

     હવે હુંશિયારીની કસોટી આ રહી….

    એ મહાન ઘટના શી હતી?

જવાબ આવતીકાલે….

 

Advertisements

4 responses to “હુંશિયારીની કસોટી – ૪૦

 1. Vinod R. Patel December 3, 2015 at 4:44 pm

  સન્તાસિંહ એ બજારની ખરીદીમાં ખોટી નોટો બજાડી દીધી હતી કે શું ?

 2. Kuldeep December 3, 2015 at 9:41 am

  sorry half answer in prev reply
  full ans:
  12:34:56 – 7/8/90 🙂

 3. pragnaju December 3, 2015 at 8:51 am

  ૧૯૯૦મા નાણાકીય સ્થિતી સુધરીના સમાચાર ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: